Nawya.in

nawya

Monday, February 27, 2012

તને હું ના મળું,

તારી દુઆ ઓ માં હું તને ના મળું,

જા તુ કેટલું પણ શોધે તને હું ના મળું,

વ્યર્થ જ લોકોને પ્રેમ મે વહેંચ્યો મારો ,

તુ તરસે પ્રેમ માટે અને જા હું ના મળું

તારા એક એક શ્વાસે મે લખ્યું છે મારું નામ,

પણ તારી નજર શોધે મને તોય હું ના મળું,

ક્યારેક તો તુ કરીશ વિનંતી કે નીતા આવ પાછી મારી જિંદગીમાં,

બસ ત્યારેજ મારા શ્વાસ અટકે ને હુ તને ના મળું

અપમાન કર્યું છે તે મારું, મારા પ્રેમ ને ઠુકરાવીને ,

હવે તો તને તો શું પ્રેમને પણ હું ના મળું

નીતા કોટેચા

૨૭/૨/૨૦૧૨


Thursday, January 19, 2012

હું નથી તો તુ છો ભલે,

પણ તુ નથી તો હુ કાંઇ નથી..

મારુ અસ્તિત્વ જ નથી કાંઇ તારા વગર,


તને ભલે હુ દેખાવ નહી હવે,

મને તારા વગર દેખાતું નથી કંઇ આજે પણ ..

મારુ અસ્તિત્વ જ નથી કાંઇ તારા વગર,


તારી મુસ્કાન કાયમ છે એમ જ મારા વગર પણ,

મારી તો આંખો પણ સુકાઈ ગઈ હવે,

મારુ અસ્તિત્વ જ નથી કાંઇ તારા વગર,


નમીશ નહી મહોબ્બતમાં હું પણ,

ભલે ખતમ થઈ જઈશ તારા વગર,

મારુ અસ્તિત્વ જ નથી કાંઇ તારા વગર..


આજે હું ગોતુ છુ તને ચોતરફ,

પણ હું પણ મળીશ નહી હવે ક્યાંય તને.

ભલે મારુ અસ્તિત્વ જ નથી કાંઇ તારા વગર..

નીતા કોટેચા "નિત્યા"

૧૮/૦૧/૨૦૧૨


Tuesday, January 10, 2012

http://www.gujaratsamachar.com/20120110/purti/sahiyar/6Vachkni%20i.html


aaj na gujrat samachar ma maari aavelo kavita...

ક્યાં લગી પહોંચ્યા?
નીતા કોટેચા ‘‘નિત્યા’’
(ઘાટકોપર-મુંબઈ)


Sunday, January 8, 2012

સફળતાની સીડી મારી માટે બની જ ન હતી, દોસ્તો ને એનો અંદાજો આવી ગયો હતો એટલે જ તો આજે હું જિંદગી સાથે એકલી સંઘર્ષ કરૂ છુ..

નીતા કોટેચા..


Sunday, January 1, 2012

અત્યાર સુધી તારો હાથ હતો મારા હાથમાં

તે હાથ સરકાવ્યો ને મારી નીંદર ઉડી ગઇ..

નીતા કોટેચા


Monday, November 14, 2011

આજે બાલ દિવસ..







શુ આપણે બાળ દિવસ ન ઉજવી શકાય?

બધાં કહેતા હોય છે કે પપ્પા જ દીકરીઓને વધારે પ્રેમ કરે.. મારી મમ્મી પણ મને પ્રેમ કરે છે અને ભાઈ ભાભી પણ.. પણ કદાચ પપ્પા હોત તો બાળપણ હજી હોત પપ્પા સાથે બાળપણ પણ ચાલ્યું ગયું , એ દિવસો યાદ છે જ્યારે સાંજ પડે હું રમવા જતી ને પપ્પા આવતા ને મમ્મી બાલકની માં ઉભી રહેતી અને કહેતી કે જલ્દી ઉપર આવ પપ્પા આવે છે. અને હું ઘરે આવીને ચૂપચાપ ભણવા બેસી જતી. એ દિવસો પણ યાદ છે જ્યારે મારાથી એક કપ ફૂટી જતો અને હું ભગવાન નાં નામની માળા કરવા બેસતી કે હે ભગવાન મને મમ્મી વઢે નહી અને પપ્પા પોતા પર લઈ લેતા કે મારાથી ટુટ્યો. અને ત્યારે જ્યારે હું મોરાક્રાત કરતી ને સાંજ પડે પપ્પા ધીરે થી કાનમાં પૂછતા" ચલ છૂપી રીતે સેન્ડવીચ ખાઈ આવીયે.. કોઇને કહીશુ નહી.. અને મને લાલચ આવતી કે ચલ ને ભગવાન ક્યાં જોવે છે? પણ મમ્મીને અંદાજો હતો એટલે એ નીચે જ ન જવા દેતી. અને મોરાક્રાત કરાવ્યાં પૂરા.. ચાલો આજે પાછાં એ દિવસો યાદ કરીયે ને પપ્પાની યાદ માં ને મમ્મીની હૂંફમાં પાછુ બાળપણ ઉજવીયે.. બધાના મનમાં હજી બાળપણ છુપાયેલું છે એ બાળ માનસ ને મારા પ્રણામ અને મારુ વ્હાલ. જોજો એવો એક પણ મોકો ન મુકતા જ્યારે નાના બચ્ચા થવા મળે..

કાશ એ સંભાળવા વાળા પાછા આવી જાય.

નીતા કોટેચા " નિત્યા"


Thursday, November 10, 2011

ફરિયાદ જેનાં વિરૂધ્ધ છે એનાં જ અતા પતા નથી,

કોને કરું ફરિયાદ, એને તો મારા દર્દની ખબર જ નથી..

નીતા કોટેચા


Thursday, November 3, 2011

વખણાયેલા લોકોની વાતો લોકોને ગમે છે ,

નામચીન થયેલા ઓ ને મળવું લોકોને ગમે છે..

શું છે અમારામાં કે કોઇ અમને યાદ કરશે ?

અમારાથી તો બસ દૂર રહેવું લોકોને ગમે છે...

નીતા કોટેચા..


Wednesday, October 26, 2011

મોટા વગરનાં મોટા દિવસો કેવા?




બાના મંદિરનો શંખનાદ
બાના ઠાકોરજીના ઝારીજી ભરવા
બાના યમુનાષ્ટકના પાઠ કરવા
બાના મસ્ત બનીને ભજન ગાવા
બાના પાલવનો ફરતો છેડો
બાના બોલવાનો એ મીઠો રણકો
બાના હસવાનો એ મસ્ત ટહુકો
બાના પગરવનો એ સળવળાટ

આજે પણ અમને ભાસ થાય છે કે બા ક્યાંય નથી ગયાં ,
બા તો અહીંયા જ છે અમારી પાસે .... અમારી સાથે....



નીતાકોટેચા "નિત્યા"


Monday, October 24, 2011

તારી અને મારી દોસ્તીમાં ફરક એટલો કે, મને મળીને તારી તરસ છીપાઈ ગઈ ને તને મળીને મારી તરસ વધી ગઈ..
તને મળ્યો સંતોષ તેથી હું થઈ ખુશ, પણ એકલું રહેવાનું તો મારા નસીબમાં જ આવ્યું ને..

નીતા કોટેચા..


Sunday, October 23, 2011

વધેલ અનાજ ફાટેલા કપડાં લોકો પ્રેમ થી ગરીબો ને આપી દેતા હોય છે

પ્રેમને ક્યાં વહેચાતો લેવા જવો પડે છે કે લોકો હવે આટલાં કંજૂસ થઈ ગયાં છે....

નીતા કોટેચા


Sunday, October 16, 2011

કોઇને કહેતા નહિ કદી કે તમે કેટલાં ગરીબ છો, તમારાં પ્યાર ને પણ એવું જ સ્થાન મળશે તમારાં પૈસાની હેસિયત પ્રમાણે,

કદી કોઇ પૈસાદાર સાથે પ્રેમ ન કરતા, કારણ એને અચાનક એમ થશે કે મે પ્રેમ કરીને ભૂલ કરી છે અને એ તમને છોડી દેશે..

દુનિયામાં આર્થિક સ્થિતિ ને હિસાબે પ્રેમ ઓછ્છો વત્તો થાય છે દોસ્તો એટલે પ્રેમ કરવો હોય તો બે રસ્તા છે

૧) તમારી આર્થિક સ્થિતિ વિષે કોઈને કહો નહિ..

૨) તમારા થી વધારે પૈસાવાળા ઓ ને પ્રેમ જ કરો નહિ...

નીતા કોટેચા



Monday, October 10, 2011

સાંભળ્યું છે કે મૃત્યુ પછી લોકો બહુ યાદ કરે છે,

હે પ્રભુ મારા પણ શ્વાસ પૂરાં કરી નાખ ને..એ બહાને જો એ મને યાદ કરી લે થોડું..

નીતા કોટેચા


Saturday, October 1, 2011

થોડું હસતા શીખું ને પાછું રડાવી દે છે દુનિયા..

ખબર નથી લોકોને મારી સાથે વેર છે કે મારા હાસ્ય સાથે કુદરત ને..

નીતા કોટેચા "નિત્યા"


કોઈક મને મળી ગયું

આજે પાછું મારું હ્રદય તૂટ્યું

ને પાછી તુ યાદ આવી...

કે લે પાછું તારા જેવું જ કોઈક મને મળી ગયું...


હુ જ પાગલ હતી કે ગોતતી હતી કોઈક મારું મળે,

પણ લે પાછું તારા જેવું જ કોઈક મને મળી ગયું


નીતા કોટેચા.. "નિત્યા"


નથી રહ્યું.

જા તારી જિંદગી માથી હવે મારું નામ ભૂંસી નાંખજે,
હવે આ હ્રદય તારુ નથી રહ્યું....


કેટકેટલો પ્રેમ કર્યો મે તને આજ સુધી,
પણ હવે તારું હ્રદય મારું નથી રહ્યું...


હતું મને કે તુ પાછી આવીશ મારી જિંદગીમાં,
પણ હવે તો તારી જિંદગી માં મારું નામ નથી રહ્યું...


મિત્રતા નિભાવવાના પ્રયાસ મે બધાં કરી લીધા
પણ હવે તારું હ્રદય તે પહેલાં જેવું નથી રહ્યું....


કેટકેટલા વચનો ને કેટકેટલી વાતો...
પણ હવે તારું બોલેલું તારું પણ નથી રહ્યું।


જો તુ જ ભૂલી એ વાયદા બધાં તો મારે શું અફસોસ કરવો,
કારણ તારા વચનનું તારા લીધે જ માન નથી રહ્યું.

નીતાકોટેચા "નિત્યા"


Friday, September 23, 2011

બદલાઈ જાય છે..


દિવસો જતા સંબંધો બદલાય જાય છે

અને આપણી સાથે નો આપણો વ્યવહાર પણ બદલાઈ જાય છે।


ક્યારેક રસ્તો બદલાય જાય છે ,

તો ક્યારેક મંઝિલ બદલાય જાય છે


મૂકીને જઈયે છે જે વિસ્તાર, ભરોસા પર..

જૂનાં લોકો અને જૂનાં વિસ્તાર પણ બદલાઈ જાય છે.


કેલેન્ડરની જેમ સંબંધો જીવતા થઈ ગયાં છે લોકો,

જરા વિચારીયે ત્યાંતો વાર બદલાય જાય છે


તરસતા રહીયે પ્રેમ માટે જિંદગીભર દોસ્તો

પણ હ્રદય લગાડીયે ત્યાં તો,

નજર બદલાય જાય છે.


હોય ઇચ્છા છેલ્લા શ્વાસ સુધી,

બસ પ્રેમ આપવો છે લોકોને

પણ પોતાનાં કરીયે ત્યાં તો,

ભરોસો બદલાઈ જાય છે.



નીતા કોટેચા"નિત્યા"


Thursday, September 15, 2011

३ September 2011

આ મહિનાનાં સ્ત્રી મેગેઝીનમાં મારી વાર્તા છપાણી છે "દીકરી જ સાચ્ચો દીકરો" જરૂર થી વાંચશો..

http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=324420


આમ તો શ્વાસમાં ભર્યા હતા એને,
હવે એ ક્યાં છે એ પૂછ ના



દઇશ જિંદગીભરનો સાથ એવુ કહેતા હતા,
પણ હવે એ ક્યાં છે એ પૂછ ના...
...

અશ્રુ રોકાતા ન હતા છુટ્ટા પડતા વખતે,
હવે એ વાયદા ક્યા ખોવાણા પૂછ ના



રાજ કરશે એ મારા હ્રદય પર જિંદગી ભર દોસ્ત,,
એની જિંદગી માં હું છુ કે નહી એ મને પૂછ ના..


નીતા કોટેચા.


Tuesday, September 13, 2011

ગુજરાત મને સદ્યુ નહી..

ગુજરાત મને સદ્યુ નહી..

આવી હતી લાગણી ના વહેણ લઈને ,એમા કોઇ મારી હારે તર્યુ નહી..

ને આપ્યુ બદલામાં આંસું ઓ નું પૂર,

ભાઈ ગુજરાત મને સદ્યું નહી..

આપ્યો હતો મે સંગાથ હ્રદય થી હ્રદય સુધીનો,

પણ તોડતા હ્રદય મારું,

એમનુ મન અચકાણુ નહી.

ભાઇ મને તો તમારુ ગુજરાત સદ્યુ નહી..


ગુજરાતની માટી મારી પ્રિયા જગ્યા છે,

મુંબઈ થી મે કદી માયા કરી નહી

પણ ગુજરાતા માં મને પ્રેમ ન મળ્યો ,

ઉપરથી મળી અશાંતી..

આ ગુજરાત તો મને બિલકુલ સદ્યુ નહી..


હતુ એમ કે મશીન જેવાં માણસો વસે છે ખાલી મુંબઈ માં,

પણ જ્યાં પ્રેમ શોધવા નીકળી હતી ત્યાં તો પથ્થર જેવાં લોકો મળ્યા

આ ગુજરાત મને સદ્યુ નહી..


કહેવાય છે કે કોઈકનાં પણ મન સાથે રમત રમતા,

મુંબઈ વાળાઓ ને આવડે

પણ કોઈકનું હ્રદય વીંધી નાખતા અને દોસ્તી નાં વચન તોડતા,

અને એક જ પળ માં કોઇક્ને જિંદગી મા થી કાઢી નાંખતા તો,

ભાઈ ગુજરાત વાળા ને જ આવડે,,

અફસોસ છે કે કેમ મને ગુજરાત સદ્યુ નહી..


નીતા કોટેચા


તારા પત્રો

કાલે અડધી રાત્રે તારા પત્રો ફાળ્યાં મે,

થયુ એવુ જાણે હ્ર્દયનાં ટુકડા કરતી હતી..

એક એક લાઈન મે કેટકેટલી વાર વાંચી ,

નક્કી નહોતી કરી શકતી કે શું ભ્રમ સમજુ,

કાલનું તારું નજીક હોવું કે આજનું દૂર હોવું,

પત્ર ફાળવાનું કારણ પણ જાણી લે,

બંધ થાય અચાનક જો શ્વાસ મારો તો કોઇ તને હેરાન ન કરે પૂછીને

"આટલો કર્યો હતો ક્યારેક પ્રેમ તો હવે શું કામ તમે દૂર થયા હતા.."

બસ એ જ દૂઆ કરીશ કે તુ હંમેશ ખુશ રહે તારી જાહોજલાલી ની જિંદગીમાં,

આમ એ મારી પાસે તો હતુ જ શું તને દેવા પ્રેમ સિવાય કાંઇ ...

નીતા કોટેચા


Monday, September 12, 2011

સાદગી મા જ સૌદયૅ હોય છે.

તુટી ગયેલા હ્રદયનું આંસુ જ આભુષણ હોય છે..
કહે છે વજન હોય છે,એટલે આંસુ નીચે દડી પડે છે

... સાચ્ચી વાત છે કારણકે એ આંસુ માં આપણો કોઇકને કરેલો સાચ્ચો પ્રેમ હોય છે..
અને
સાથે કોઇકની બેવફાઈ હોય છે...

નીતા કોટેચા..


Monday, August 29, 2011

જેમની સાથે દિવસ રાતનો સાથ હતો, જેમની સાથે મમ્મી કરતા વધારે વર્ષો વીતાવ્યા, કે જેઓ મારા સાચ્ચા સખી હતા.હંમેશ સાચ્ચી સલાહ આપતા..મે એક સાચ્ચા મિત્રને ગુમાવ્યું હોય એટલુ મને દુખ થઈ રહ્યુ છે. આજે પણ મને લાગે છે કે જાણે તેઓ ઘરમાં આંટા મારી રહ્યા છે. રોજ રાતનાં સપનાંમાં તેઓ આવે છે , પણ હકિકત એ છે કે તેઓ મારાથી દૂર ચાલ્યા ગયા છે..એવી રાહ પર કે જ્યા થી પાછાં આવવાનો કોઇ રસ્તો નથી..૧૭/૮/૨૦૧૧ રાતનાં ૧.૪૫ નાં તેઓએ આ દેહ છોડ્યો, અમે પાસે જ હતા અને શ્રી ક્રુષ્ણ શરણં મમ ની ધુન બોલતા હતા. કેટલી પણ કોશિશ એમને રોકી ન શકી..miss uuuu બા..
















વ્હાલા બા...

હતું આપણું ઘર પાંચ ખૂણાનું

આજે મારા ઘરનો એક ખૂણો ખાલી થઇ ગયો.

મારો ત્રેવીસ વર્ષનો સથવારો એક પળ માં છૂટી ગયો,

ખોટ જે પડી છે મને તમારા જવાથી , એ મારુ મન જ જાણે છે.

સાથ હતો આપણો દિવસ રાતનો વર્ષોથી

બસ, હવે તો જીવનમાં એકલતાનો સાથ વધી ગયો..




Thursday, July 28, 2011

કહ્યું વાદળને કે જરા જઇને મારો સંદેશો તો આપી આવો એને

કે હુ કરુ છુ પ્પ્રેમ એને બહુ..

વાદળે કહ્યું " હુ તારા આંસું નો ભાર ઉપાડીને જઈ નહિ શકું,

ત્યાં પહોંચીશ ને બસ ખાલી વરસી પડીશ..

નીતા કોટેચા


Saturday, May 28, 2011

તને શું મળ્યું ?

તને પ્રેમ કરીને મને શું મળ્યું ?

અને મને તરછોડીને તને શું મળ્યું?


સુંવાળા સંબંધોની શરૂઆતમાં જ ,

આમ અંત આણીને તને શું મળ્યું?


હંમેશ સંભળાતુ હતુ તારા તરફથી

કે કરુ છુ પ્રેમ તને અનહદ..

તો આમ અચાનક મૌન સેવીને તને શું મળ્યું?


જિંદગી તો આજે છે ને કાલે નથી

પણ મને જીવતા જીવ આમ મૌત આપીને તને શું મળ્યું?


ઠીક છે દોસ્ત ખૂશ રહે તુ તારી રઇશી માં

પણ અકાળે મને આવું દુખ આપીને તને શું મળ્યું ?


નીતા કોટેચા.. "નિત્યા"


Saturday, May 7, 2011

હાયકુ

પહેલી વાર કોશિશ કરી છે હાયકુની..



તારી જ રાહ

જુવે છે આ મન ને

વરસે આંખો..



નીતા કોટેચા "નિત્યા"


Monday, January 3, 2011

મુંબઈ સમાચાર માં તારીખ 0૬/૧0/૨૦૧૦ ના છપાયેલ મારી કવિતા


Wednesday, December 29, 2010

મુંબઈ સમાચાર માં તારીખ ૧૫/૦૯/૨૦૧૦ ના છપાયેલ મારી કવિતા


Monday, December 13, 2010

મુંબઈ સમાચાર માં તારીખ ૨૫/૦૮/૨૦૧૦ નામ છપાયેલ મારી પ્રથમ કવિતા



Monday, January 11, 2010




વ્હાલા મિત્રો

મારા માટે ખુશીનો દિવસ આવ્યો છે કે મારી લખેલ ટૂંકી વાર્તાનું પુસ્તક પ્રકાશિત થયું છે..મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય એકેડેમીનાં સાથ થી આજે આ પુસ્તક પ્રકાશિત થઇ શક્યું છે.

બ્લોગ જગતનાં મિત્રો એ જ મને પ્રોત્સાહન આપીને આગળ વધવામાં સાથ આપ્યો છે. આજે મારી ખુશીમાં હું આપ સર્વેનો સાથ માંગીશ કે બધાં મારી સાથે હંમેશ રહેશો..આપ સર્વે એ દૂર રહીને પણ મારો હાથ સદા પકડી રાખ્યો છે..હુ આપ સર્વેની આભારી છુ. આ સાથે મારા પુસ્તકના કવરપેજ નો ફોટોગ્રાફ મોકલું છુ..બસ આપ સર્વેનાં સાથ ની આશા સાથે.....

આપ સર્વેની નીતા કોટેચા




Wednesday, December 23, 2009

આજ નાં સંબંધ

નાના કારણ માં સંબંધો હવે ટુટશે

અને માણસ એકલો આવ્યો હતો

ને એકલો જ જીવશે..


ઠાઠડી બાંધવા માટે પહેલે થી ભાડું આપવું પડશે

અને પારકા ખભા પર ચડી

ને રસ્તો કાપવો પડશે..


નિયમો બદલાય છે એટલા સંબંધો નાં

કે

સંબંધ બાંધતા પહેલાં ક્રરાર કરવો પડશે..


પ્રેમ માટે લોકો જીવ આપતા હતા

એ દિવસો સપનાં બની ગયા..

હવે તો પ્રેમ નો અર્થ શબ્દકોશમાં ગોતવો પડશે..


નીતા કોટેચા


Sunday, October 18, 2009

શુભકામના

દિવાળી દર વર્ષે આવે ને જાય..ચાર દિવસ આપણે ઉત્સાહ માં વિતાવીયે બધા સાથે હસી ને વાતો કરીયે..

એક બીજાં ને શુભેચ્છા આપીયે..એક બીજાં ને ભેટ આપીયે..

હુ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ આવી દિવાળી બારે મહિના કેમ નથી આપતો..

કેટલો સંપ રહે છે એક બીજાં સાથે બધાને..

બધાં પોતાની માટે અને બીજાં માટે ફકત સારું જ સારું વિચારતું હોય છે..

તો આવાં સારાં દિવસો જો રોજ હોય તો ક્યાંય કાંઇ ખરાબ થાય જ નહી. કોઇ બીજાં માટે ખરાબ વિચારે જ નહી.

આજ ની દિવાળી એ પ્રભુ પાસે પ્રાર્થના કે હે પ્રભુ દિવાળીનાં દિવસો ની જ્યોત હંમેશ બધાનાં હ્રદય માં પ્રગટેલી રહે કે જેનાથી સંપ અને શાંતિ જ રહે..

વડિલોના ચરણોમાં વંદન અને મિત્રો ને પ્રેમ ..

મારે લીધે કોઈને પણ ક્યારેય પણ દુખ થયુ હોય તો હુ હ્રદયથી ક્ષમા માંગું છુ...

આપ સર્વેને નવું વર્ષ ખૂબ ખૂબ મુબારક..


Thursday, September 3, 2009

બ્લોગનો જન્મ દિવસ

આજે મારા બ્લોગને ૨ વર્ષ થયાં..

અહીંયાં આવવાથી મને બહુ સારા લોકો સાથે મુલાકાત થઇ..

હુ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છુ કે તેઓ એ હંમેશ મને સાચ્ચુ માર્ગ દર્શન આપ્યું છે...

બસ આપ સર્વેનાં આશીર્વાદ અને પ્રેમ હંમેશ મને મળતા રહે એ જ પ્રભુ પાસે પ્રાર્થના કરીશ...


Sunday, July 12, 2009

ખબર ના પડે

જીવન એક પંખી ની જેમ

ક્યારે ઉડી જાય ખબર ના પડે..


મ્રુત્યુ એક મિત્ર ની જેમ..

ક્યારે બાહોમા લઇ લે ખબર ના પડે..


સવાર પડે અને શરૂ કરીયે પાછું જીવન ને..

ક્યારે જીવન સંધ્યા આવી જાય

એ ખબર ના પડે..


આ તારુ ને આ મારૂ ની હાય હાય માં..

જિંદગી હાથ મા થી ક્યારે સરી જાય ખબર ના પડે..


મેળ ના પડે અહીંયાં ના લોકો સાથે આપણો,

કારણ

સંબંધો પણ ક્યારે બદલાય એ ખબર ના પડે..


નીતા કોટેચા..





Tuesday, June 30, 2009




Sunday, May 31, 2009

કાલ્પનીક જિંદગી

ગગન માં માંડી મીટ મે અને વાદળાં ની હાર માળા જોઇ..
એક વાદળું મને લાગ્યું,
જાણે સૂરજ દાદા નો રથ,
અને બીજું વાદળું જાણે એક નાનું બાળક..
અરે ત્યાં એની બાજુ નું જાણે એક ભયંકર રાક્ષસ..
અને એ બાળક માટે મારું હ્રદય ડરી ગયું ..
પછી ધ્યાન ગયું કે આ હતી મારી કલ્પનાઓ ..
આ કલ્પનાઓ જ આપણને કેટલી કરે છે હેરાન
અને કરે છે મનમાં ઊભી રાગ દ્વેષ ની ભાવનાઓ..
બધાજ સંબંધો અને બધી જ પરિસ્થિતિઓ ,
બધુજ છે એક કાલ્પનિક જિંદગી ..
આજે હશું અને કાલે કદાચ આપણે જ નહી પણ હોઇયે ..
આ કાલ્પનિક જગત માં..
તો કેટલાં રાગ દ્વેષ કરશું હજી આપણે,
ચાલો કરી લઈયે બસ બધાં સાથે પ્રેમ, એ દોસ્તો..

નીતા કોટેચા


Friday, May 22, 2009

શબ્દો ખોવાઈ ગયા છે સંબંધો ની માયા જાળ મા..

અને અટપટું લાગે છે સગળુ ..

આ દંભ ભરી દુનીયા માં..

ગોતવા લોકો નો પ્રેમ નીકળી ગઈ છુ,

હુ તો શ્વાસ ઉધાર મૂકી ને...

પણ પોતાનાં રહ્યાં નથી પોતાનાં હવે,

જીવન મરણ વચ્ચે નાં સંબંધ સુધી...


નીતા કોટેચા


આ મને શું સપનું આવ્યું કે તમે પાસે હતા..

અને હવે મને કેમ તમે દેખાતા નથી ..

અને આ શું??

મને થયું કે તમે મારા હતા..

પણ હવે તો સપના માં પણ મલતા નથી તમે...


નીતા કોટેચા..


કંઇક અલગ જ સંબંધ બાધ્યાં હતા તમારી સાથે ...

કે જે કદાચ એક ભ્રાંતી હતી ..

અને જે ભ્રાંતી હતી એને જ સાચા સંબંધ માની બેઠી હતી હુ ...

લ્યો કેવો જાદુ છે આ અજબ ગજબ ની દુનિયા નો...


નીતા કોટેચા


ધારતા ધારતા બધુ, જિંદગી પુરી થઈ ગઈ ...

અને તુ મારી, તુ મારી.. કહેતા કહેતા જિંદગી પુરી થઈ ગઈ ..

હુ જ મૂરખ ..ના સમજી આ જગત નાં સંબંધો ને...

અને બધાને હ્રદય માં રાખતા રાખતા જિંદગી પુરી થઈ ગઈ..


નીતા કોટેચા


ઊકળતા આંસું મે જો્યા..

અને ઠંડાં નિસાસા મે જો્યા..

જરા જરા સી વાત પર માણસ ને મે ટુટતા જો્યા..

હવે ક્યાં રહી છે એ સહનશકતી ની વાતો ..

હવે તો વાતે વાતે માણસ ને મે વેચાતા અને ખરીદતા પણ જો્યા..

કરશું ક્યારે પોતાનાં આત્મા નો ઉધ્ધાર??

અહીંયાં તો ક્ષણે ક્ષણે મે આત્મા ને કચડતા જોયા....

હવે ભરોસો કરવો કોનો ..

અહીંયાં તો ભગવાન ને પણ હવે રીસાતા જો્યા..


નીતા કોટેચા


Wednesday, May 20, 2009

દુનિયા મા એ લોકો ને જ પોતાનાં ગુરુ માનો જે તમને હેરાન કરે અને તમને હાનિ પહોચાડે..
તમને દગો આપે અને તમારી સાથે બેવફાઇ કરે..
એ જ જીવન જીવતા સીખડાવે છે..

નીતા કોટેચા


સમય ક્યાં છે કોઇને કે એ સમય કાઢે મારી માટે..

અને સમય કયાં છે કોઇને કે જે પુછે હાલત મારી ...

આટલા વર્ષો માં મળ્યાં એવા જ બધા ..

ચલો આજ એક નો ઉમેરો થઈ ગયો...

નીતા કોટેચા


Sunday, May 10, 2009

ઓ મમ્મી મને માફ કરી દે જે..


એક વાર તુ રડી પડી હતી ...

મારાથી તને જોર થી કંઇક કહેવાઈ ગયું હતું..

પણ તુ રસોડા માં કામ કરતા કરતા રડતી હતી..

મને જણાવવા ન દીધુ હતું..

અને હુ અચાનક પાણી પીવા રસોડાં માં આવી ,

તો જોયુ તો તારી આંખો માં થી અશ્રુ સતત વહેતા હતા.

મે પૂછ્યું શું થયું મમ્મી,કેમ રડે છે??

તો તે કહ્યું નીતા, મારુ બાળક મને જોરથી કંઇક કહે તો હુ કેમ સહન કરુ??

મને બહુ જ દુખ થયું હતુ..મે મારી માતા નું હ્રદય દુભવ્યું ..

હુ એને વળગી પડી અને મે કહ્યું તો તુ મને વઢ ને ..કેમ ચુપચાપ રડે છે??

તો તે કહ્યું ..ના, હુ જોર થી બોલું તો તને દુખ થાય ને નીતા...

એ વાત આજે પણ યાદ કરીને હુ રડી પડુ છુ મમ્મી..

મને માફ કરી દે જે મમ્મી ..


નીતા કોટેચા..


Wednesday, March 11, 2009

http://sab-ras.blogspot.com/2009/03/blog-post_5267.html

સ્વાતંત્ર્ય દિવસ


મારી વાર્તા કે જેને મળેલુ ત્રીજુ ઇનામ ..જરુર થી વાંચશો...




Monday, February 9, 2009

શું કરવુ

તારા અને મારા હ્રદય વચ્ચે આ દીવાલ બંધાણી ક્યારે ખબર ન પડી ...

પુલ ટુટત તો ચાલત..આ દીવાલ નું શું કરવુ??

તારા અને મારા સંબધ વચ્ચે આ શંકા આવી ક્યાંથી ...

અબોલા હોત તો ચાલત પણ આ નફરત નું શું કરવુ??

તારા અને મારા વચ્ચે આ મૌન ક્યાંથી આવ્યુ ખબર ન પડી ...

ઝગડો થયો હોત તો ચાલત..પણ આ શીત યુધ્ધ નુ શું કરવુ??

તારા અને મારા વચ્ચે સંબધ જ ન બંધાણો હોત તો ચાલત..

પણ આ તારા વગર જીવાતુ નથી એનું શું કરવુ..ખબર નથી પડતી...



નીતા કોટેચા...


Wednesday, January 21, 2009

જીવન એક સંઘર્ષ....


શ્રધા..

પીળા પાંદડા જેવા દિવસો

ઝડપથી ખરી રહ્યા છે..

હવે, સમયની ટોચ પર

લીલાંછમ પર્ણો જેવી રાતો

અને

રંગીન પુષ્પો જેવા દિવસો બેસશે..

દુરની ડાળી પરનું પંખી ચહેકી ઊઠશે

એ સાચું છે કે પાનખર તમારું

સર્વસ્વ હરી લે છે ...

પણ બદલામાં તે તમને અર્પે છે ,

વંસત.

એક ઉષ્મા ભરી વંસત....

યશોદા પલણ...

નમસ્તે મિત્રો ...

તમારી દુનિયા માં હું આજે પ્રથમ વાર પ્રવેશી રહી છું..મારું નામ યશોદા પલણ ..હું લેખીકા છુ..અને કવયિત્રી પણ છું..મારા બે પુસ્તકો "એક દંડીયો મહેલ" અને "ઓકટોપસ" પ્રકાશિત થયા છેં...

તમે મને મળ્યા હો તો તમારાં મનમાં વિચાર થાય કે હુ કઇ રીતે લખતી હોઈશ..કારણ કે હું ફિઝિકલી હેન્ડીકેપ છું..સાત વર્ષ ની ઉમરે રુમેટોઈડ આર્થ્રાઈટિસ નામની બીમારી લાગુ પડી ત્યારથી હું લગભગ પથારીવશ છું..બન્ને પગ ગોઠણ માં થી બેન્ડ થતા નથી ..જમણો હાથ સીધો રહે છેં..અને બન્ને બે આંગળી ઓ વાંકી રહે છે...એ વાંકી આંગળીઓ વચ્ચે પેન પકડીને સૂતા સુતા જ લખું છું...

અપંગતા ને તો સહી લીધી પણ હવે મારી આંખનો રેટિના નબળો પડી ગયો છે ..આંખની રોશનીને બચાવવા મારે દર બે મહીને ઇંજેકશન લેવા પડે છેં...ડો... રાહત નાં દરે રૂ... ૫૦૦૦ ...ઇંજેકશન દીઠ ફી લે છે એક વર્ષ નાં ૬ ઇંજેકશન એટ્લે ૩૦,૦૦૦ રૂપીયા.. હુ ફકત પાંચ વર્ષ ઇંજેકશન લઊ તો પણ દોઢ લાખ નું બજેટ થઈ જાય આટલો ખર્ચ મને પોસાય એમ નથી પણ આંખ મારું જીવન છેં..આંખને બચાવવી તો પડશે જ મિત્રો..તમે મને મદદ કરી શકશો મિત્રો??.આવવા જવાના સાથે મળીને ૮૦૦૦ સુધી નો ખર્ચ થાય છે..

મારુ સરનામુ...

યશોદા પલણ

ડી. લોહાણા મહા પરિષદ

૧ લે માળે...રૂમ નંબર ૩૯..એન .એસ રોડ,

મુંલુડ (વેસ્ટ)...મુંબઈ ૪૦૦૦૮૦..

કોઇ ચેક થી જો આપવા માંગતા હો તો yashodaa palan નાં નામે ચેક આપી શ્કો છો...

મારા ડો..નું નામ

DR.ગૌરવ શાહ...mob. no. 9820047411

નેગમ મંદિર ..બોરીવલી વેસ્ટ...

અને મને જેમને મળવુ હોય તે નીતા ને કહેશે તો એ આપને મારા ઘરે લઈ આવશે...

આપની મિત્ર યશોદા પલણ...

neetakotecha.1968@gmail.com

neetakotecha_1968@yahoo.co.in


બંધ હોઠ પર ફરિયાદ આવી ગઈ

આજ,ફરી કોઈની યાદ આવી ગઇ

માંડ માંદ સપનાં રમતાં શીખ્યા'તા,

હમણા તો હોઠ હસતાં શીખ્યા'તા

ખીલતી પાંદડીઓને પાનખર લાગી ગઈ...આજ...


ઉપેક્ષાની ડાળીએ ખીલેલું ફુલ છું,

વિધાતાની સૌથી ગંભીર ભુલ છું,

જનમી છું જગમાં અભિશાપ લઈ... આજ..


નથી કોઈ મારું , નથી કોઇની હું,

આંખડીના અશ્રુઓને ચુપચાપ પી લઉં,

તમસભરી રાત્રિ કદી પુરી થઈ નહિ... આજ...


અધૂરી રહી ગઈ જીવન કહાણી,

હૈયાની ધરતી સાવ રે સુકાણી ,

ત્રુપ્તિનું બિંદુ એકેય મળ્યું નહિ....આજ..


જુઠી આ દુનિયાના જુઠા સહારા,

અમને પડ્યા મ્રુગજળથી પનારા,

શીતનગરમાં કોઇ કોઇનું નહિ... આજ....

યશોદા પલણ..



હ્રદય મારી પાસે પણ નથી

તારુ દર્દ જો હુ ન સમજુ
અથવા
જો હુ તને દર્દ આપુ ..
તો એક વાત તો પાક્કી કે હ્રદય મારી પાસે પણ નથી..

નીતા કોટેચા.


Thursday, January 8, 2009

ન જોયો

ભર બપોરનો છાંયડો જોયો

અને

જોયો સમી સાંજ નો તડકો..

આ દુનીયા માં જોયુ બહુ બધુ

પણ પ્રેમ નો ઓછાયો જ ન જોયો..

બે પંખી કરતા હતા વાત

તો એ વાત કેવી હતી..

ગામ ફર્યા અને દેશ ફર્યા

પણ

સાચ્ચો માનવ ન જોયો..

માનવ છે તરબતર સમ્રુધ્ધી થી

અને છે ભરપૂર બનાવટી સંબંધો થી ..

જોયા અમે તો ક્યાંક, ટોળે મળીને હસતા લોકો ને

પણ મનથી કોઈને હસતા ન જોયો....

નીતા કોટેચા


Monday, December 29, 2008

ચાલો હવે સ્વાગત કરીયે ૨૦૦૯ ની...

કયુ વર્ષ સારું ગયું છે બહુ વર્ષો થી ,કે ૨૦૦૮ ની વાત કરીયે...
પણ હા આ વર્ષે જેટલું નુકસાન થયું એટલો જ ફાયદો પણ થયો...
કેટલાક દોસ્તો એ દગો આપ્યો તો કેટલાક નવા દોસ્તો મળ્યા..
કેટલાક સંબંધી ઓ દૂર થયા તો કેટલાક બહુ નજીક આવ્યા...
કેટલાક ખરાબ વિચારો આવ્યા તો સારાં વિચારો નાં સ્ટોક એ એનું રાજ ચાલવા ન દીધું..
બહુ ગુમાવ્યુ તો બહુ મેળવ્યું ..
તો કેમ કહુ કે ૨૦૦૮ ખરાબ ગયું..રોજ એક નવો સબક એણે સીખવ્યોં..
રોજ કાંઇક નવુ એણે દેખાળ્યું..દોસ્તો નાં સાચ્ચા ચહેરા એણે બતાળ્યાં..
કેમ કહુ કે ૨૦૦૮ ખરાબ ગયું...ના ૨૦૦૮ ખૂબ સરસ ગયું..

તો ચાલો પાછાં તૈયાર થઈ જાઈયે નવા તોફાન ની સામે લડવા..
બાકી ઉપર વાળો તો છે જ આપણી સાથે...
કોઈ ને કોઈ સ્વરૂપે આવી જ જાય છેં..
જે દોસ્તો એ સાથ આપ્યો એનો ખુબ ખુબ ઉપકાર..
અને જે દોસ્તો એ દગો દીધો એનો ખાસ ઉપકાર માનું છુ કારણ કે દુનિયા સાચ્ચી શું છે એ તો એમની પાસે થી જ જાણવા મળ્યું..
ચાલો તો હવે સ્વાગત કરીયે ૨૦૦૯ ની...

નીતા કોટેચા


Thursday, November 20, 2008

પરફ્યુમ ની બોટલ...

ભાભી તમને યાદ છે એ દિવસ ,જ્યારે મારા હાથ માં થી તમારી નવી આવેલી પરફ્યુમ ની બોટલ પડી ગઈ હતી ..
તમે સાગર બાબા ને મારી પાસે મુકી ને શાક લેવા ગયા હતા..અને તમારી એ ઉમર વળી કઈ વધારે હતી ..તમે એ તે ફકત ૨૧ વર્ષ નાં જ તો હતા.અને હુ ૧૯ ની. તમારો જન્મ દિવસ ની ભેટ, ભાઈ લઈ આવ્યા હતા...૨૦૦૦ ની એ બોટલ હતી ..તમે કેટલી વાર મને કહ્યુ ,જો તારા ભાઈ મારી માટે લાવ્યા
તમે એ દિવસે શાક લેવા ગયા હતા અને કહીને ગયા હતા કે, મને આવતા મોડુ થાશે..
સાગર રમીને થાક્યો અને સુઈ ગયો...હવે હુ નવરી પડી ..હવે શુ કરુ?
નવરું માણસ નખ્ખોદ વાળે ..એ કહેવત કદાચ ખોટી નથી..અને મે પણ એ જ કર્યું...
નજર ગઈ તમારી પરફ્યુમ ની બોટલ પર.. આને બાળ માનસ કહો કે કંઇક નવુ જોવાની લાલચ કહો પણ હુ મારી એ ઈચ્છા ને રોકી ન શકી ..મને થયુ કે જરા એની સુગંધ લઈ જોવ...અને એનું ઢાંકણું ખોલ્યું અને સાગર બાબા ઉઠી ગયો...અને ત્યાં બેલ વાગી ...બધુ એટલુ ભેગું થયુ કે હુ ગભરાઇ ગઈ ...અને જલ્દી જલ્દી એ બોટલ અંદર મૂકવા જતી હતી ત્યાં એ હાથ માં થી છટકી ગઈ ....અને કાચ ની બોટલ હોવાથી એનો ભુક્કો બોલાઈ ગયો...
દરવાજો ખોલીને જોયુ તો કુરીયર વાળો હતો...મે ધ્રૂજતા ધ્રૂજતા કુરીયર લીધુ...એ માણસ એ મને કહ્યુ "ક્યા બાત હૈ બહોત સુંગધ આ રહા હૈ.."
મને એટલો ગુસ્સો આવ્યો હતો એના પર..જ્યારે કે એણે એવુ કાંઇ નહોતુ કહ્યુ જે વાત પર ગુસ્સો કરીયે...
માંડ માંડ સાગર ને સાચવ્યો..જો સાગર ન હોત અને ખાલી ઘર સંભાળવાનુ હોત તો હુ ભાગી ગઈ હોત..
ત્યાં તમે આવ્યા..અને આવીને જોયુ કે ત્યાં પરફ્યુમ ની બોટલ ટુટેલી પડી હતી..તમારાં ચહેરા પર કેટલાં ભાવ આવ્યા અને ગયાં..
હુ માથું નીચું કરી ને ઊભી હતી...અને તમે મારી નજીક આવ્યા અને કહ્યુ" સવીતા તને લાગ્યું તો નથી ને..."
અને હુ તમને ભેંટી પડી ..અને ખુબ રડી ...મે માફી પણ માંગી..
પણ તમે કહ્યુ હવે રડ નહી પાગલ, બોટલ તો બીજી આવી જાય ..તારું હ્રદય ટુટે તો એને સાંધવા માટે નો દોરો અને સોઈ આ દુનિયામાં ક્યાંય ન મલે..
અને આજે એ વાત ને લગભગ ૪૦ વર્ષ થયાં સાગર બાબા નાં બાળકો ને હવે હુ સંભાળુ છું ...પણ તમે જે મારુ હ્રદય એ દિવસે જીત્યું એનાથી આપણે કદી અલગ ન થઈ શક્યા..કેટલાં એ જણા એ મને લાલચ આપી વધારે પગાર આપવાની..પણ તમને કેવી રીતે છોડી શકુ હુ આ તો હ્રદય નો સંબધ તમે બાંધી લીધો હતો..
નીતા કોટેચા


Wednesday, November 12, 2008

e -otlo

મને આજે ઠીક નથી લાગતું...નીતા એ કહ્યુ..
કેમ શુ થાય છે? સાસુજી એ પૂછ્યું...
ખબર નહી ગભરામણ થાય છે..બેચેની લાગે છે..નીતા એ કહ્યુ..
જા dr. પાસે જઈ આવ...સાસુ જી એ કહ્યુ..
ના આજે નહી, જોવ છુ કાલ સુધી ઠીક નહી લાગે તો જઇ આવીશ...નીતા એ કહ્યુ...
અને એ થોડી વાર બ્લોગ્સ લખવા માટે કોમપ્યુટર પર બેઠી..
એને એમ થયુ કે જરા જોઈ લઈ કોના mail આવ્યા હોય તો ..
અને જેવી onliine થઈ કે વાત કરવા વાળાઓ ની લાઈન લાગી..
અને ચાલુ થૈ વાતો...એટલી વાતો કે ૨ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી..
જ્યારે કોમપ્યુટર બંધ કર્યું ત્યારે નીતા ને ખબર જ ન હતી કે થોડી વાર પહેલાં એને ઠીક નહોતુ લાગતુ...
વરજી ઘરે આવ્યા...
બધાને પુછ્યુ બધા મજામાં ને?
સાસુજી બોલ્યાં આમ તો મજામાં પણ નીતા ને સવાર ના ઠીક નહોતુ લાગતુ...પણ પછી સારું છે બધા સાથે પંચાત કરી લીધી એટલે...
વરજી એ હસીને જવાબ આપ્યો...બા ઘરમાં શાંતિ જોઈયે છે ને...કરવા દ્યો એને પંચાત...બધી સ્ત્રીઓ માટે આ ખુબ જરૂરી છે ..એનાથી જ એની તબિયત સારી રહેશે...
અને નીતા મલકાણી અને બોલી હે પ્રભુ તે મને કેટલો સારો વર આપ્યો છે કે જે મને સમજે છેં...
અને એક સહેલી ની વાત યાદ આવી કે નીતા પહેલા લોકો પંચાત કરવા ઓટલે બેસતા અને હવે આ e -otlo છે જેના વગર ન જીવી શકાય...


નીતા કોટેચા

હાસ્ય કથા મા પોતાનુ જ નામ લખાય એવુ મારુ માનવુ છે....
તો કોઇ એમ ન સમજતા કે પોતાની અંગત વાત કેમ બ્લોગ માં મુકી..
આ એક હાસ્ય કથા છે અને plss મે પહેલી વાર હિંમત કરી છે તો સાથ આપજો ...


Tuesday, November 11, 2008

દોસ્ત

મારી યાદ તને એવું સતાવશે એ દોસ્ત,
કે ,
અરીસા માં જોઇશ તોય તને મારી તસવીર દેખાશે..
.તે મારુ મન તોડ્યું છે એવુ કે કદી જોડાશે નહી ..
પણ બધાં ટુકડા માં તને તુ દેખાશે..
નીતા કોટેચા


મારી સમજ

મારી સમજ ની વિરુધ્ધ્દ હુ જવા તૈયાર નથી..
અને
તારી સમજ ને સમજ્યા સીવાય હું સમજવા તૈયાર નથી...
લોકો કહે છે કે,
અમે કહીયે એ સાચ્ચુ તો હુ સમજુ એ ખોટુ એ માનવા હું તૈયાર નથી...
નીતા કોટેચા


તો દોષ તને જ કેમ

કેવી છે તારી મૈત્રી કે મને ભૂલી ને પણ તુ ખુશ છો..
રોજ એ વિચારી ને હું દુખી થતી..
પણ આજે અચાનક વિચાર આવ્યો કે જીવું તો હુ પણ છું જ ને...
તો દોષ તને જ કેમ???


ભ્રમ



એકલો અટુલો હુ મારી જિંદગી નો મુસાફીર બની ગયો...
તારો સાથ હતો છતાં, હુ એકલો રહી ગયો..
કહે છે લોકો મને, કે તુ પ્રેમ કરે છે મને બહુ ,
છતાં એ માનવા મારો ભ્રમ ઓછો પડી ગયો...
કદાચ મારો જ પ્રેમ ઓછો હશે
એટલે જ .
સાથ આપણો અધવચ્ચે જ ટુટી ગયો

નીતા કોટેચા


Tuesday, November 4, 2008

નક્કી છેં..




કુદરત કામ કરે છે એ નક્કી છે...
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે....

જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે....

ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે એ નક્કી છેં...

સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....

નીતા કોટેચા...


Thursday, October 23, 2008

દિવાળી


મારે ઘરે એક બહેન વર્ષો થી કામ કરે છેં...હમણાં એમણે એમનાં દીકરાનાં લગ્ન કર્યા...વહુ દેશ ની છેં..એણે ત્યાં ખેતરમાં બહુ કામ કર્યુ છેં..એટલે અહીંયાં બધાનાં ઘરનાં કપડાં,વાસણ કરવા એટલે એક નવી દુનિયા હતી એના માટે...

હમણાં દિવાળી માં આપણે ગુજરાતી ઓ મંડી પડીયે ઘરની સફાઈ માટે..ઘરનો એક એક ખૂણો સાફ કરીયે...પણ એ વહુ માટે આ એક અચરજ હતું..કે આપણે તો રોજ સાફ કરતા જ હોઈયે ને તો દિવાળી મા કેમ આટલું બધું કરો...મે મારાથી થયુ એટલુ મે એને સમજાવ્યું કે નવું વર્ષ શરૂ થાતુ હોય ,ચોપડા પુજન હોય..લક્ષ્મીજી ની પૂજા હોય...એટલે કરવાનું હોય...

પણ એણે ચર્ચા કરવાનું માંડી વાળ્યું અને પોતાનાં કામ પર ધ્યાન આપ્યું॥એક દિવસ સાંજે ૬ વાગે મારે ઘરે આવી મને કહે "ભાભી જલ્દી કંઇક જમવાનું આપો..મને બહુ ભૂખ લાગી છેં..

મે કહ્યુ પણ તે આટલી વાર ખાધુ કેમ નહી ??

તો કહે "આજે એક ઘરનું દિવાળી નું કામ કરવાનું હતુ। સવારનાં અગિયાર વાગ્યા થી એમનાંઘરે કામ કરું છું પણ એક કપ ચાહ નું પણ ન પૂછ્યું..અને એમાં પાછાં સાસુ વહુ જગડે માથું દુખી ગયું, ભૂખ્યા પેટે એમનાં ઝગડા સાંભળીને..."
મને કહે "હે ભાભી તમે મુંબઇ વાળા ઓ ઘરની સફાઈ કરો એમ મન અને મગજ ની પણ કરી નાખતા હો તો..અને એ એનાં ખાલી પેટને ભરવા માં ખોવાઈ ગઈ..એને ખબર ન હતી કે એણે કેટલી મોટી વાત કહી દીધી...


કેટલી સાચ્ચી વાત છેં.....આપણે જૂના ઝગડા નથી ભૂલતા..આપણે વર્ષો પહેલાની વાત નથી ભૂલતા..જો મન અને મગજ ની સફાઈ થતી હોત તો કેટલું સારું..જેમ ઘર માં લાગેલ મેલ ધોવા પછી દેખાતો નથી એમ મન અને મગજ નાં મેલ ધોવાતા હોત તો કેટલું સારું થાત...

મને એની વાત સાંભળીને એમ થયુ કે મહાન કોને કહેવા...? જે વાણી વર્તન અને વિચાર, વિચારી ને સારા બતાવે એને કે પછી જેનાં મનમાં પોતે જ આવા વિચારો આવતા હોય તેને???

જેનાં બેંક માં લાખો રુપીયા પડયા હોય એને કે પછી જે બીજા નાં ઘરનાં વાસણ કપડા કરીને પણ આવા વીચારો ધરાવતુ હોય એને????

તો ચલો મિત્રો,

આપણે પણ આજે નક્કી કરીયે કે આપણે પણ બને ત્યાં સુધી મન અને મગજ ની સફાઈ કરી શકીયે..અને ઘર નાં આંગણાં માં દીવો થાય કે નહી પણ કોઈક નાં હ્ર્દયમાં દીવો કરીયે...

આપણે કોઈ અનાથ આશ્રમ કે વ્રુધ્ધાશ્રમ જવાની જરુર નથી કદાચ ત્યાં આપણું આપેલું બહુ ઓછું લાગશે...પણ આપણે આપણાં જ કુટુંબ માં એવા લોકો ને ગોતીયે કે જે હતાશા ની ખાઈ માં ગરકાવ થઈ ગયાં હોય..એને જઈને હૂંફ આપીયે..

એમને એમ લાગશે કે મારુ કે કોઇક છે આ દુનીયામાં ...એનાથી આપણે એનાં જીવન માં દીવો પ્રગ્ટાવ્યો કહેવાશેં...

તો ચલો

પ્રેમ રુપી માચીસ થી લાગણી રુપી દીવો પ્રગટાવીયે...
અને દિવાળી અને નવા વર્ષ નું સ્વાગત કરીયે....

નીતા કોટેચા તથા પરીવાર તરફ થી

બધાને દિવાળી ની ખુબ શુભકામના
અને નવુ વર્ષ ખુબ ખુબ લાભદાઈ નીવડે એવી પ્રાર્થનાં....


નીતા કોટેચા


Tuesday, October 21, 2008

નથી...
..........................

કાંટો થી ભરેલો પાલવ,

કોઈનો હોતો નથી....

અને

ફૂલો થી ભરેલી રાહ ,

જિંદગી ની હોતી નથી...

આંસું વગર ના નયનો,

કોઈનાં હોતા નથી...

અને

ઉદાસી વગર નું

હાસ્ય કોઈનું હોતુ નથી...

વિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે..

છતા પણ

સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી...

નીતા કોટેચા...


Friday, October 17, 2008

એક નાની દીકરી ની માતા મૃત્યુ પામી॥ત્યારે એ રડતા રડતા એની મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે લખાયેલી એક વાત.................

.......................


જે દુનિયાને છોડી ને ગઈ એ ભલે કોઈક ની પત્ની

કોઈક ની બહેન

કોઈક ની દીકરી

અને કોઈક ની વહુ હતી..

પણ હે માતા તુ કેમ ગઈ ???

તારી દીકરી ને આ બેદર્દ દુનિયાનાં ભરોસે મૂકીને જીવ કેમ ચાલ્યો તારો જવાનો...

રસ્તો ઓળંગતા કેટલું તુ એને સંભાળતી,

અને પ્રેમ થી કેટલું તુ એને સમજાવતી,

કેટલું પ્રેમ થી તુ એને કોળીયા ભરાવતી, અને કેવા પ્રેમ થી તુ એને લાડ લડાવતી...

આજે કોના ભરોસે નોધારી મુકીને તુ ચાલી ગઇ...

જો એ પણ કહે છે રડતા રડતા...

મમ્મી મને પણ plsss સાથે લઈ જા..

તોય કેમ આજે તુ પીગળતી નથી???

નીતા કોટેચા




Saturday, October 11, 2008

સમય દેજે
...............

હે મૃત્યુ દેવતા , જરા દરવાજો ખટકાવીને આવજે..

ઓચીંતા નો મહેમાન બનીનવ આવી ન જતો...



દોસ્તો ને દૂર કરવાનો સમય દેજે..

દુશ્મનોને પ્રેમ કરવાનો સમય દેજે...

જેટલુ ખોટુ કર્યુ છે જીવનમાં

થોડું સરખું કરવાનો સમય દેજે..



લોકો જે દૂર થયા છે,

એની પાસે જવાનો સમય દેજે...

અને પ્રેમ, હૂંફ અને લાગણી જેવું કાંઇ છે જ નહી

આ દુનીયામાં

એ મન ને મનાવવાનો સમય દેજે....

નીતા કોટેચા


Thursday, October 9, 2008

સમજણ જ નથી કદાચ તને પ્રેમ ની
.............................................................

તારા દોસ્તોની યાદીમાં મારું નામ ક્યાંય દેખાતું નથી,
અને
મારા હ્રદયમાં થી તારું નામ ભુસાતુ નથી...

આ કેવી દોસ્તી છે મારી મને ખબર નથી
કે તને હું યાદ આવતી નથી
અને તુ મને ભુલાતી નથી...

સમજણ જ નથી કદાચ તને પ્રેમ ની
અને હ્રદયની વ્યથાની,
કારણ
તું કોઈને હ્રદયમાં સજાવતી નથી..
અને તોય કોઈનાં હ્રદયમાથી નીકળતી નથી.....


Saturday, September 27, 2008

આજે પ્રાચી એ નક્કી કર્યું હતું કે કાંઈ પણ થાય આજે તો પપ્પા ને કહી જ દેવું છે કે હું, સુનીલ ને પ્રેમ કરું છું અને એના વગર હું જીવી નહી શકું..
ભલે અલગ નાત છે તો શું થયું?
પ્રેમ થોડી નાત જોઇને થાય...અને સુનીલ મને પ્રેમ પણ કેટલો કરે છેં....

અને એ ઘર તરફ રવાનાં થઈ ....ઘરે પહોંચીને એણે જોયુ કે મમ્મી એની સત્સંગ ની સીડી જોતી હતી.હવે તો કલાક કાંઇ નહી બોલાય...મમ્મી નો નિયમ હતો કે એ, જ્યારે સીડી જોતી હોય ત્યારે એ કોઈનું કામ પણ નહી કરે અને કોઇએ વાતો પણ નહી કરવાની...અને મમ્મી નો નિયમ ન માનવાની હિંમત હજી પપ્પા એ પણ નથી કરી તો હું શું?

એ પણ ચુપચાપ મમ્મી ની બાજુમાં બેસી ગઈમમ્મી એ કહ્યુ જો આજે કોલેજ નાં છોકરાઓ સાથે જ એમનું પ્રવચન છેં..આવ તને પણ કામ લાગશે..પ્રાચી વિચાર કરતી હતી કે મમ્મી ને કેમ સમજાવે કે એનું શરીર ત્યાં હતુ પણ મન તો સુનીલ માં હતું....
ત્યાં મમ્મી નાં બાવાશ્રી બોલ્યા" બાળકો, હુ તમને એ નહી પુછું કે તમારાં માથી કેટલાં બાળકો પ્રેમ માં પડેલા છે....
કારણ કે બધાં ને જ પ્રેમ હશે એ મને ખબર છેં ....
હુ તમને બધાને ફકત એટલુ જ કહીશ કે પ્રેમ કરો એનો વાંધો નહી,
પણ આપણે જ્યારે એક કૂતરો ખરીદવા જાઈયે છેં ત્યારે એની પણ જાત જોઈયે છેં...
કોઇ વ્યકતી ઘોડા પર પૈસા લગાડે તો એના દાદા પરદાદા બધાની પુચ્છા કરે...
પછી પૈસા લગાવે...
તો આપણે જેનાં નામે આપણું જીવન કરવાના છીયે એની નાત જાત એન ઘર વાળા ઓ બધાની જાણકારી મેળવી ને પછી પ્રેમ મા પડીયે તો કેવું સારું રહેશેં...
એવુ ન થાય કે જે માતા પિતા એ તમને ફૂલ ની જેમ મોટી કરી એ જ માતા પિતા એ એ જોઇને રડવુ પડે કે કોઇક એનાં ફુલ ને કેવુ મસળે છેં
માતા પિતા ની મદદ લ્યોં...
કોઈ માતા પિતા દીકરી ની ખુશી ની વિરુધ્ધ ન જાયપણ એ તમને કમસેકમ સાચ્ચો રસ્તો જરૂર ગોતવામા મદદ કરશે...

આવી બહુ બધી વાતો કરી ને મહારાજ ચુપ થઇ ગયાં..
મમ્મી એ ઉભા થઈને સીડી બંધ કરીઅને પ્રાચી ને કહ્યુ "હવે બોલ તારી માટે શું નાસ્તો બનાવું"..
પ્રાચી વિચારો માં ડૂબેલી હતી...
મમ્મી કાઈ બોલ્યા વગર રસોડાં માં ગઈ...
પણ પપ્પા ની નજર થી પ્રાચી નું વિચારો માં ખોવુ છાનુ ન રહ્યું .. એ પ્રાચી ની બાજુમાં બેઠા.. અને એના હાથ પર પોતાનો હાથ રાખીને કહ્યુ "પ્રાચી તારે મને કાંઇ કહેવું છેં બેટા"

અને પ્રાચી ની આંખો છલકાઈ ગઈ"પપ્પા મારા સુનીલ માં કાંઇ ખોટ નથી" આટલું કહીને એણે બધી વાત પપ્પાને કહીં...

પપ્પા એ કહ્યુ "પ્રાચી મને મોકો આપીશ એને ચકાસવાનો?

પ્રાચી એ કહ્યુ "હા પપ્પા તમને બધી છુટ છેં."

પપ્પા એ હસીને કહ્યુ "હમણા નાસ્તો કરીયે, આ બધી વાત કાલે વિચારશું...

પ્રાચી રાજી થઈ ગઈ કે પપ્પા એ નાત અલગ હતી એનો વાંધો ન ઉઠાવ્યો બાકી તો એને ભરોસો હતો કે સુનીલ માં કાંઇ ખોટ હતી નહી...

રાતનાં પ્રાચી અને પપ્પા જમવાનાં ટેબલ પર બેઠા હતાં,ત્યારે પપ્પા એ પ્રાચી ને પુછ્યુ"પ્રાચી તુ એના ઘરે જઈ આવી છોં?

પ્રાચી એ કહ્યુ "ના પપ્પા, બે વાર નક્કી કર્યુ અને બે વાર સુનીલ ને ઓચીંતા નું બહાર જવાનું થયુ એમા રહી ગયું..."

પપ્પા એ કહ્યુ" વાંધો નહી બેટાહવે જેમ હુ કહુ એમ તુ કર...સુનીલ ને કાલે એ કોલેજ માં પહોંચે પછી ફોન કર કે, તને ઠીક નથી એટલે તુ કોલેજ મા નહી આવી શકે ..એ તારી રાહ ન જોવે"

પ્રાચી ડરી ગઈ કે શું પપ્પા એની કોલેજ જ બંધ કરાવી નાખશે કે શું?

પ્રાચી નાં મોઢા નોં ડર જોઈને પપ્પા હસ્યા"ચીંતા નહી કર તારી કોલેજ બંધ નહી કરાવું"

પ્રાચી માની ન શકી કે પપ્પાને કેવી રીતે ખબર પડી કે હુ આ વિચારતી હતીપણ એ પણ હસી કે કદાચ આને જ માતા પિતા કહેવાય કે જેને બધી જ ખબર પડી જાય કે એમનાં બાળકો નાં મનમાં શું ચાલે છેં?

બીજાં દિવસ ની સવાર થઈ પપ્પા પ્રાચી ને ઉઠાડવા આવ્યાં "પ્રાચી ઊઠ ,કોલેજ નથી જવું કે?

પ્રાચી ને અચરજ થયુ કે પપ્પા એ તો કાલે ના પાડી હતી હવે શું થયું પાછું???

પપ્પા એ કહ્યુ "ઉઠ પ્રાચી આજે તારા સુનીલ ની પાછળ પાછળ આપણે બન્ને ફરશું..અને હસવા લાગ્યાં..
પ્રાચી ને અચરજ પર અચરજ થાતુ હતુ કે પપ્પા આ શું કરે છે?

પણ એણે પપ્પાને વચન આપ્યુ હતુ કે એ કાંઇ સવાલ નહી પુછે અને કોઈ પણ વાત માટે ના નહી પાડે...
એ તો તૈયાર થઈ ને પપ્પા સાથે ચાલી નીકળી...

કોલેજ માં પહોચીને તેઓ બન્ને જણા કોલેજ ની બહાર ની હોટલ માં બેઠા કે જ્યાથી કોલેજ માં થી કોણ આવે છે જાય છેં બધું દેખાય...

થોડી વાર માં સુનીલ નો ફોન આવ્યો કે પ્રાચી તુ સાચ્ચે જ કોલેજ નથી આવવાની?

પ્રાચી એ કહ્યુ "હા સુનીલ મને ઠીક નથી"

થોડી વાર બેઠા ત્યાં સુનીલ ને બહાર નીકળતા, પ્રાચી એ જોયોપ્રાચી એ પપ્પાને કહ્યુ "જુઓ ઓલો સુનીલ છે પપ્પા..

પપ્પા એ ધ્યાન થી એને જોયો જાણે પીક્ચર નો કોઇ હીરો જ જોઇ લ્યો...પપ્પા એ હસીને પ્રાચી સામે જોયું

પ્રાચી ખુશ થઈ ગઈ કે ચલો દેખાવમાં પણ પપ્પા ને સુનીલ ગમ્યો

સુનીલ આગળ આગળ ચાલવા લાગ્યો એ ભેગાં પપ્પા ફટાફટ બીલ ચુકવીને પ્રાચી નો હાથ પકડીને સુનીલ થી થોડે દુર ચાલવા લાગ્યાં...

પ્રાચી ની જ એક friend સુનીતા, સુનીલ ને મલી ...
એ લોકો નાં હાથ નાં ઇશારા થી એવુ લાગતુ હતુ કે એ પ્રાચી નાં વિષે પુછતી હતીઅને જ્યારે સુનીલ એ કહ્યુ એ આજે નથી આવવાની...
ત્યાં સુનીતા એ એનો હાથ પકડ્યો અને બન્ને જણા હાથ માં હાથ નાખીને ચાલવા લાગ્યા...
પ્રાચી માટે આ એક બહુ મોટો આઘાત હતો...

પપ્પા એ પ્રાચી નો હાથ પકડીને આશ્વાસન આપ્યું..

હવે પ્રાચી ને સુનીલ પાછળ નહોતુ જવું

પણ પપ્પા એ કહ્યુ ના પ્રાચી આજનો દિવસ તો મે મારી દીકરી નાં ભવિષ્ય માટે જ રાખ્યો છેં...ચાલ હજી જોઇયે એને.."

કમને પ્રાચી પપ્પા સાથે ચાલવા લાગી...

પપ્પા વિચારતા હતા કે આ એક વાત માટે તો દીકરી, સુનીલ તને કહી દેશે કે સુનીતા એ જબરદ્સ્તી મારો હાથ પકડ્યો અને તુ પાછી એને માફ કરી દઈશ આજે તો સુનીલ નો પીછો હુ મુકીશ જ નહી...

ધીરે ધીરે સુનીલ અને સુનીતા ચાલતા હતાઅને ધીરે ધીરે પપ્પા અને દીકરી ચાલતા હતા...

થોડે દુર જઈને સુનીતા અલગ થઈઅને સુનીલ ડાબી બાજુ વળી ગયોં...

પપ્પા ને અચરજ થયું કે આ બાજુ તો ઝુપડપટ્ટી એરીયા ચાલુ થતો હતો અહીંયાં સુનીલ ક્યાં જતો હશેં?

પણ તેઓ કાંઇ ન બોલ્યાંચુપચાપ પ્રાચી ને લઈને ચાલવા લાગ્યાં...

પ્રાચી ને પણ બહુ અચરજ થયુ કે સુનીલ અહીયા કોના ઘરે જાય છેં

અને એ એક ઝુપડા માં ચાલ્યો ગયોં...

પ્રાચી એ કહ્યું કે "હવે તો ચલો પપ્પા ઘરે જઈયે ..અહીયા એ કોઇ friend નાં ઘરે આવ્યો લાગે છેં..."

પપ્પા એ હસીને કહ્યુ "ના પ્રાચી ,એને ત્યાંથી બહાર આવવા દે...આજે તો મારે જોવુ છે કે એ શું કરે છે આખો દિવસ?"

પ્રાચી એ કહ્યુ "ભલે પપ્પા.."

અને લગભગ એ લોકો કલાક જેટલા ઉભા, પણ સુનીલ બહાર ન આવ્યોં..

એટલે પપ્પા પ્રાચી ને લઈને એ ઝુપડા પાસે ગયાં..

ત્યાં જઈને એ જ ઘર ની બાજુનાં ઘરમાં પપ્પા એ પુછ્યું કે "યહા સુનીલ કહા રહેતા હૈ?"

પ્રાચી ને બહુ ગુસ્સો આવ્યો કે, અહીયા ક્યાં સુનીલ રહે છેંપપ્પા પણ શુંકાંઇ પણ પુછે છેં...

ત્યાં તો એ બહેન એ જવાબ આપ્યો "યે ઇધર હી .. બાજુ કે ઘરમે..અભી હી આયા થોડી દેર પહેલે કોલેજ સે..

અને પ્રાચી ને એમ થયુ કે એ હમણા જ ત્યાં પડી જશેં...

પોતાનું નામ સાંભળીને સુનીલ ઘરમાં થી બહાર આવ્યો...

એણે ખાલી હાફ પેંટ પહેરી હતી...એનાં એક હાથ માં ગ્લાસ માં દારુ જેવુ કાંઇક હતું..અને એક હાથ માં સિગરેટ હતી...

પ્રાચી નાં માનવામાં ન આવ્યું કે આ એ જ સુનીલ છે કે જેને એ રોજ મળતી હતી...

પ્રાચી રડવા લાગી...પપ્પા એ એને ચુપ કરાવી...

અને સુનીલ ને કહ્યુ "તે આટલો વખત મારી દીકરી ને બધું ખોટું બોલીને ભરમાવી...પણ હવે યાદ રાખજે જો એની જિંદગી માં પાછો આવ્યો છે તો હુ કાંઇ પણ કરતા નહી અચકાઉઆ એક દીકરી નો બાપ બોલે છે એ યાદ રાખજે..."


રડતી દીકરી ને લઈને પપ્પા ઘરે આવવા નીકળ્યાં પણ એમનાં ચહેરા પર એક સંતોષકારક મુસ્કરાહટ હતી કે પ્રાચી હમણાં ભલે રડે પણ આખી જિંદગી નાં રડવામાં થી બચી ગઈ.....


Tuesday, September 23, 2008

વધારે
.............................
હ્રદય થી જે હોય નજીક એ જ ડંખ મારે વધારે....
અને
આંખો થી જે દુર હોય એની જ કમી લાગે વધારે....

હોંઠ પર જેનુ નામ હોય હંમેશા
એ જ તરસાવે વધારે....

અને

વિચારો માં જે રમતુ હોય હંમેશા
એ જ આંખો માં અશ્રુ લાવે વધારે....

પાસે નહી અને દુર પણ ન હોય
એજ પીડા આપે વધારે....

હ્રદય નાં હર ધબકારે જે પીડા જ આપે..
એ જ જીવાડે વધારે...

બદદુઆ પણ નીકળતી નથી એ દગાખોર દોસ્ત..
કારણ
પ્રભુ પછી યાદ કર્યુ છે , તને જ વધારે...
નીતા કોટેચા


Thursday, September 18, 2008

સપના
..........................

સપનાઓ ને આજે શણગાર સજાવ્યાં,


હાસ્ય ને બેસાડ્યુ હિંડોળે...


મનને મુકી દીધુ માળવે થોડી વાર,


અને દુનીયા ને કરી દીધી દુર...



સપના મે સજાવ્યાં તારી સાથે,


અને હાસ્ય ફર્યુ ચારે કોર....


ત્યાં તો મનનાં હીબકા નો અવાજ સંભળાયો,


અને દુનીયા ઘેરી વળી જાણે પુર..



સપનાઓ પણ તુટી ગયા આજે પાછા,


અને હાસ્ય પલટાણુ રુદન માં પાછું..


પાછુ મન ગયુ વિચારો નાં વમળ માં,


અને દુનીયા થી થઈ ગઈ હુ દુર॥

નીતા કોટેચા


Saturday, September 13, 2008

મારા બ્લોગનાં પહેલા જન્મદિવસે મારા મન ની વાત...
.............................................................

આ લેખ માં જોડણી ની ભુલો બહુ હશે ...કારણકે લેખ બહુ મોટો છે..અને આટલા મોટા લેખ માટે હુ કોઇને પણ હેરાન ન કરી શકુ..તો મારા બ્લોગ ને plsss। ભુલો સાથે અપનાવી લેજો..

વિશાલ મોનપરાનું ઓનલાઇન પ્રમુખ ટાઇપપેડ સાથે ઇન્ટીગ્રેટેડ અક્ષર સ્પેલચેક આવી ગયું છે...મને સોનલ બેન એ કહ્યુ હતુ।એટલે મને ખબર છે પણ હમણા બહુ દિવસ થી એ મારા કમપ્યુટર માં નથી ચાલતુ,એટલે ચેક નથી થાતુ...માફ કરશો મિત્રો......



જ્યારે કોઇનો પણ mail આવે કે અમારા બ્લોગ ને ૧ વર્ષ પુરુ થયું..ત્યારે મને એમ થાય કે આપણા બ્લોગ ને વર્ષ પુરુ થાય એમાં બધાને શું કહેવાનુ હોય..
પણ જ્યારે મારા બ્લોગ ને આજે એક વર્ષ પુરુ થયુ ત્યારે મને ખબર પડે છે કે શું લાગણીઓ થાય છે મનમા...
એમ લાગે છે કે મારા પોતાના બાળક નો પહેલો જન્મદિવસ હોય એટલી ખુશી થાય છેં.. ....
લગભગ આઠમા ધોરણ માં ભણતી ત્યારે લખવાનુ શુરુ કર્યુ હતુ.
નાની શાયરી ઓ કે જે હિન્દી મા અને ગુજરાતી મા લખતી...પણ હુ, મારુ પુસ્તક અને મારુ પોતાનુ ખાનું ,અને એ ખાનુ પણ કેવુ ખબર? હરતુ ફરતુ..હા અલગ ખાનુ તો નહોતુ મલતુ અમને બધા ભાઈ બહેનો ને..પણ મે એની માટે એક રસ્તો ગોત્યો હતો અને એ હતી એક નાની બેગ...જેને હુ લોક કરીને ચાવી મારા ગળા નાં દોરા માં લગાડી ને ફરતી..વધારે મા વધારે મમ્મી વાંચતી...અને ખુબ વખાણ કરતી...

એટલે વધારે પ્રોત્સાહન મલતુ..
પછી લગ્ન થયાં એટલે વરજી ને સંભળાવાનુ ચાલુ કર્યુ..
બહુ વાર વાંચીને મસ્તી કરે કે નીતા મારી સાથે લગ્ન થયા એના કરતા કોઇ તારા જેવુ ,લખવા વાળા સાથે થયા હોત તો બહુ મોકા મલત તને....
એટલે હુ જવાબ આપુ કે આ તો તમે નથી લખતા એટલે મારુ લખેલુ વાંચો છો..
નહી તો મારી હાલત અભીમાન પિક્ચર ની જયા બચ્ચન જેવી થાત...

અથવા તમે પણ બધા ની જેમ ખાલી મારી જોડણી ની ભુલો જ શોધત..
અને હસીને વાત પુરી કરીયે...
હવે એમને કેમ સમજાવુ, કે એમને નથી આવડતુ એટલે તો મારા લખાણ ને વખાણે છે...નહી તો ...

.મારી બન્ને દીકરી ઓ પણ એટલા જ પ્રેમ થી મારી બધી રચના ઓ વાંચે અને ખુબ રાજી થાય કે મમ્મી તને કેવી રીતે આવુ બધુ આવળે છે..ખુબ પ્રોત્સાહન મળે એમનાં મોઢે થી આમ સાંભળીને...
અહિયા મને સોનલબેન વૈધ(s.v), નીલમ દીદી,નીલા દીદી, પ્રવીણા બેન(સખી), ચેતના બેન , પ્રીતી ,દિગીશા,પ્રજ્ઞાજુબેન વ્યાસ
,સુરેશ દાદાજી,રાજેન્દ્ર અંકલ....

જેમના પણ નામ ભુલાઈ જાય plsss ખરાબ ન લાગાડતા...કારણકે કોઈને દુઃખ હુ સપના માં પણ ન પહોચાડુ..તો હકીકત માં તો બહુ દુર ની વાત છેં...


જેમ જેમ નામ યાદ આવતા જશે add કરતી જઈશ...


ચંદ્રવદન ભાઈ.,વીજય ભાઈ


અને online નાં બહુ બધા મિત્રો મલ્યા કે જેમણે મને બહુ પ્રેમ આપ્યો...
બધાનાં પ્રેમ માટે આભાર નહી માનું..પણ એટલુ જરુર હક્ક થી કહીશ કે આવો જ પ્રેમ અપતા રહેજો.. અને હા સૌથી વધારે હુ મંથન ભાવસાર નો ઉપકાર માનીશ કે મારા બધા બ્લોગ્સ સરખી રીતે શુરુ કરવા પાછળ એનો સૌથી વધારે ફાળો છે..જો એ મદદ ન કરત તો કદાચ હુ આટલો સુંદર રીતે બ્લોગ ચાલુ જ ન કરી શકત...
આપનાં આશીર્વાદ ચાહુ છું કે બસ આ જ ક્ષેત્ર માંહુ ખુબ જ આગળ વધી શકુ...
નીતા કોટેચા