Nawya.in

nawya

Tuesday, April 8, 2014

કેન્સર


મુંબઈ નગરી એટલે સપનાઓ પૂરા કરવાની  નગરી.. લોકોને મુંબઈ જોવાનો એટલો મોહ હોય છે .. ઘણા લોકોનો મોઢે સાંભળ્યુ છે કે અમારા માટે મુંબઈ આવવુ એટલે દુબઈ આવવા જેવુ હોય છે.. 
મુંબઇ નો એક એક ખૂણો લોકોને જોવો હોય છે .. ક્યારેક તો એમ થય કે મુંબઈ વાળા ઓ એ એવી બહૂ જગ્યા નહી જોઇ હોય જે બહરથી આવવા વાળા ઓ એ જોઇ લીધી હશે. આજે હું પણ એક એવા જ મુંબઈ નાં ખૂણામાં ગઈ જ્યાં ૪૫ વર્ષમાં પહેલી વાર જવાનું થયુ.. જ્યાં બહારગામનાં બહૂ બધા લોકો આવેલા હતા.. પણ બધાની આંખોમાં એક દર્દ હતુ..એક પીડા હતી ..મને એમ થયુ કે હે પ્રભુ કોઇ દુશમનને પણ મુંબઈ નો આ ખૂણો ન જોવો પડે.. અને એ ખૂણો હતો.. પરેલ ની ટાટા હોસ્પિટલ નો રોડ. હજી હમણા જ મે મારા નણંદને આ રોગ ને કારણે ગુમાવ્યા.. 
અને ત્યા મને સમાચાર મળ્યા કે મારી એક ફ્રેંડ ના પતિને કેન્સર આવ્યુ અને તેમને ત્યા હોમીભાભા હોસ્પિટલમાં એડમીટ કર્યા છે.. હું એમની તબીયત જોવા ગઈ.. એમની તબીયત પણ બહૂ જ ખરાબ છે. પણ ત્યાંની એક પણ ફુટપાથ દર્દીઓા વગરની નહોતી અને કોઇ આંખ આંસુ વગરની 
નહોતી. કોઇ નાના નાના બાળક્ને લઈને મા બેઠી હતી .. તો કોઇ ૧૫ વર્ષનો દીકરો  પોતાની માતાને વ્હીલચેર માં લઈને જતો હતો. અને એની માતા એને સફેદ પટ્ટિ વાળો રુમાલ બાંધવાનુ કહેતી હતી કે તુ પહેરી લે તને કાંઇ ન થઈ જાય.. બધાની આંખોમાં પોતા માટે કે સ્વજન માટે મૌત નો એક ભય દેખાતો હતો..
  કહેવાય છે કે તંબાકુ ખાવાથી કે દારુ પીવાથી કે કોઇ પણ જાતનાં વ્યસન થી કેન્સર થાય છે. મારા 
નણંદે જિંદગીમાં કોઇ દિવસ આમાથી કંઇ નથી ખાધુ. કે નથી મારી ફ્રેંડ ના પતિ એ કોઇ દિવસ સ્મોક કર્યું. મગજ બહેર મારી જાય છે જ્યારે આવુ બધુ જોઇયે છે. જ્યારથી સમજણા થયા ત્યારથી તેઓ શબરીમલાઇ ની જાત્રા કરવા ગયા છે. મારા નણંદ કેટલીયે વાર શ્રીનાથજીનાં દર્શન કરવા 
નાથ્ધ્વારા ગયા છે. હવેલીમાં તો એ હજારો વાર ગયા છે. આપણા મહાન સંત પૂજ્ય ડોંગરેજી મહારાજ ને પણ આ રોગ થયો હતો.. પૂજ્ય નીરૂમા ને પણ આ રોગ થયો હતો.. શું કામ થાય છે આ રોગ ?
ડોકટર્સ સાથે વાત થઈ તો એમનું કહેવુ છે કે બહેન અમને આ વાત હજી નથી ખબર પડી કે શેનાથી 
થાય છે આ રોગ ? અને આનો ઇલાજ પણ સાયન્સ નથી ગોતી શકી.. 
   આવા વખતે લાગે કે માનવી કેટલો લાચાર છે કે કેટલુ પણ ભણે કાંઇ પણ કરે એનાં હાથમાં કંઇ જ નથી..

                                                                                                          નીતા કોટેચા "નિત્યા"


1 comments:

Anonymous said...

ડૉ. ચક્રવર્તી કહે કે ‘આ કેન્સર રિસર્ચ પર બધા લાગ્યા છે એ બધા જ ખોટા રસ્તે છે.આ કેન્સરવાળા બધા સેલ પર રિસર્ચ કરે છે કે સેલને મારી નાખો, બાળી નાખો… પરંતુ મારું માનવું એવું છે કે The only people who have interest in our survival is bacteria. આપણા પહેલા બેક્ટેરિયા આવેલા. આપણા પેરેન્ટ્સ કરતાં આપણાં બેક્ટેરિયાને વધારે રસ છે કે આપણે વધારે જીવીએ ! કરોડો બેકટેરિયા શરીરમાં ઘર માંડીને બેસી ગયા છે અને મજા કરે છે ! એમણે કહ્યું કે બેકેટેરિયાની જો મદદ લઈએ તો they will solve the cancer problem. આ સાત વર્ષ પહેલાંની વાત છે. આ ભાઈએ નવો રસ્તો પકડ્યો. રિસર્ચ કર્યું. એમણે બેકટેરિયાનો આધાર લઈને બે દવા શોધી જે કેન્સરને દૂર કરી શકે. તમે જુઓ કે આ વિચાર કેટલા પાવરફૂલ છે." આ વાંચેલું છે બાકીનું નિષ્ણાતની સલાહ પ્રમાણે કરવું... પ્રજ્ઞાજુ વ્યાસ
તમારા બ્લોગમા કોમેંટની પધ્ધતિ સરળ કરશો