
"ગઝલનાં ગગન માં " ઘાટકોપરમાં યોજાયેલ માતૃભાષા પર્વ માં જવાનું થયું .. થોડી વાર જ માણવાનો મોકો મળ્યો..પણ એમાં એક વાત થોડી મને ન ગમી.. તો તેનુ સમાધાન જો કોઇ આપી શકો તો ચોક્કસ થી આપજો..
આદરણીય , પુજનીય નમ્રમૂની મહારાજ સાહેબને સંસ્કાર પર બોલવાનું કહેવામાં આવ્યુ હતુ.. એમણે એક ઉદાહરણ આપ્યું..
એક ભાઇ ને ત્રણ દીકરા ..બે દીકરાનાં લગ્ન થઇ ગયા હતા. છેલ્લાનાં દીકરા નાં લગ્ન બાકી હતા. તેની માટે છોકરી જોવા જવાનું થયું. છોકરી , દીકરાને પસંદ આવી ગઈ પણ જાણવા મળ્યુ કે એનાં કુટુંબમાં કોઇક સ્ત્રી એ આપઘાત કર્યો હતો. તેથી એ બાપા એ કહ્યુ એવી દીકરી ને ન પરણાય જે ઘરમાં કોઇયે આપઘાત કર્યો હોય. પણ દીકરો ન માન્યો ને એ જ છોકરી સાથે લગ્ન કર્યા. થોડા વર્ષો વિત્યા પછી ધંધામાં ખોટ ગઈ .. બાપાએ ત્રણે વહુઓને બોલાવીને કહ્યુ " તમારા દાગીના આપી દ્યો , થોડા દીવસમાં પાછા છોડાવી લઈશ .. બે વહુ ઓ એ તરત આપી દીધા. નાની વહુ ન માની , દીકરા એ બહુ સમજાવી પણ છેલ્લે વહુ એ કહ્યુ કે " જો તમે બહુ જબરદસ્તી કરશો તો હુ આપઘાત કરી લઈશ " બાપા એ તરત દીકરાની સામે જોયુ ને કહ્યુ " જોયુ હુ આની માટે જ ના કહેતો હતો"
મને આ આખી વાત સાંભળીને ન સમાજાણુ કે મહારજ સાહેબ કહેવા શું માંગતા હતા. કે છોકરી જોવા જાઈયે ત્યારે પહેલા પુછવાનું કે તમારે ત્યા કોઇયે આપઘાત તો નથી કર્યો ને? અને જો કર્યો હોય તે છોકરી ને લગ્ન માટે યોગ્ય ન ગણવી ..ત્યા ૧૦,૦૦ લોકો હાજર હતા એમાં કેટ્લાયે યુવાનો હતા. યુવાનો નાં મગજ અને મન પર આ વાત કેટલી હદ સુધી બેસી ગઈ હશે કે હવે છૉકરી જોવા જાવ તો પહેલા આ સવાલ જરુર પૂછવાનો .. આજે સ્ત્રીઓ કરતા વધારે હવે તો પુરુષો નાં મોઢે સંભળાય છે કે હુ આપઘાત કરી લઈશ તો આ વાત ને કેટલી યોગ્ય ગણવી .. મારા ફુઇ એ પણ આપઘાત કર્યો છે , મને તો કોઇ દિવસ આપઘાત નો વિચર નથી આવ્યો.. હું તો મારા જીવનમાં આવેલ મુસીબતો નો બરોબર સામનો કર્યો છે ..
4 comments:
મુાની મહારાજ લોકોને અવળે માર્ગે ચડાવે છે. આજે
ભણેલા યા અભણ સહુ આ મહારાજોને રવાડે ચડ્યા
છે એ ખૂબ દુખની વાત છે. યાદ હશે આપણા
દેશમાં ૧૯૪૭ પહેલાં 'રાજા' અને 'રજવાડા"
હતાં. આજે 'મહારાજ", 'મુની મહારાજ' અને
'સંતો' છે. આને પ્રગતિ કહેવાય?
પ્રવીણા અ્વિનાશ
આ તો એવી વાત થઈ કે કાગનું બેસવું ને ડાળનું પડવું. ૨૧મી સદીમાં આવી વાત ગળે ન ઉતરે. આવી વાત લો્કોમાં વિરોધાભાસ ઉત્પન્ન કરવા જેવી છે જે યુવાનોમાં ન ફેલાવી જોઈએ.
આભાર નીતા, આવી વાતનો વિરોધ ઉઠાવ્યા બદલ.
ek shakyata evi che ke nani vahue dagina aapvani naa padi e swarthi
sanskarne karane hoi sake ane munisri eno isharo karata hoi-pan moghum rite.
anil-83
"વિચારો" નહીં? ચેક કરી લેજો,નીતાબેન કોટેચા.
-લ'કાંત / ૨૧-૧-૧૪
Post a Comment