Nawya.in

nawya

Wednesday, November 12, 2008

e -otlo

મને આજે ઠીક નથી લાગતું...નીતા એ કહ્યુ..
કેમ શુ થાય છે? સાસુજી એ પૂછ્યું...
ખબર નહી ગભરામણ થાય છે..બેચેની લાગે છે..નીતા એ કહ્યુ..
જા dr. પાસે જઈ આવ...સાસુ જી એ કહ્યુ..
ના આજે નહી, જોવ છુ કાલ સુધી ઠીક નહી લાગે તો જઇ આવીશ...નીતા એ કહ્યુ...
અને એ થોડી વાર બ્લોગ્સ લખવા માટે કોમપ્યુટર પર બેઠી..
એને એમ થયુ કે જરા જોઈ લઈ કોના mail આવ્યા હોય તો ..
અને જેવી onliine થઈ કે વાત કરવા વાળાઓ ની લાઈન લાગી..
અને ચાલુ થૈ વાતો...એટલી વાતો કે ૨ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી..
જ્યારે કોમપ્યુટર બંધ કર્યું ત્યારે નીતા ને ખબર જ ન હતી કે થોડી વાર પહેલાં એને ઠીક નહોતુ લાગતુ...
વરજી ઘરે આવ્યા...
બધાને પુછ્યુ બધા મજામાં ને?
સાસુજી બોલ્યાં આમ તો મજામાં પણ નીતા ને સવાર ના ઠીક નહોતુ લાગતુ...પણ પછી સારું છે બધા સાથે પંચાત કરી લીધી એટલે...
વરજી એ હસીને જવાબ આપ્યો...બા ઘરમાં શાંતિ જોઈયે છે ને...કરવા દ્યો એને પંચાત...બધી સ્ત્રીઓ માટે આ ખુબ જરૂરી છે ..એનાથી જ એની તબિયત સારી રહેશે...
અને નીતા મલકાણી અને બોલી હે પ્રભુ તે મને કેટલો સારો વર આપ્યો છે કે જે મને સમજે છેં...
અને એક સહેલી ની વાત યાદ આવી કે નીતા પહેલા લોકો પંચાત કરવા ઓટલે બેસતા અને હવે આ e -otlo છે જેના વગર ન જીવી શકાય...


નીતા કોટેચા

હાસ્ય કથા મા પોતાનુ જ નામ લખાય એવુ મારુ માનવુ છે....
તો કોઇ એમ ન સમજતા કે પોતાની અંગત વાત કેમ બ્લોગ માં મુકી..
આ એક હાસ્ય કથા છે અને plss મે પહેલી વાર હિંમત કરી છે તો સાથ આપજો ...


17 comments:

Unknown said...

sachej badhne potani alag jagya joie jyan man kholi shkay na thapko na mehna na salh na suchan khil khilat hasi shakybe ghadi man khoili radi pan shakay koi na puchhe karan pan khabho aape,mathe hath pasvare ne male shantvana evo ehsas potano melvi shakay.
otlo ke e otlo

hun na kahun ene panchat hun to kahun ene prem chat


aamlakhya kar tu majje thi

Unknown said...

અરે વાહ..!! મજા આવી ગઇ આજે... ખુબ ગમ્યુ કે તમે આવી કોઇ નવી વાત લાવ્યા... બસ.. આમ જ મજા ની વાતો કરતા રહો.. કરાવતા રહો.. નેગેટીવીટી ને કહીદો બાય બાય.. :-) સરસ પ્રયાસ.. આશા રાખું કે આપનો આ પ્રયાસ, આ બદલાવ આદત બની જાય.. keep it up.

. said...
This comment has been removed by the author.
. said...

tame otla parisad na sabhya banya lago chho... bahu saru ane alag vanchava malyu
Ashok Kaila

સુરેશ જાની said...

સાવ સાચી વાત કહી. તારા જેવા, ભર્યા ભાદર્યા ઘર અને સમાજમાં રહેતાને પણ આ ઈ-ઓટલા વગર નથી ચાલતું , તો મારા જેવા એકલા અટુલા રહેતાને એ કેવો મીઠો લાગતો હોય?
દ્સેક વરસ કે તેનાથી ઓછા સમયમાં તો ઓટલા પર ચહેરો પણ હાજર હશે !!!

Unknown said...

પંચાત એક સ્ટ્રેસ બસ્ટર!
વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે…
આદિકાળથી ચાલી આવતી વાત્
પંચાતના બે પ્રધાન અંગ- કિંવદન્તી. અને અફવા!
રામે કિંવદન્તીનો ભોગ બનવું પડેલું. વનવાસ ભોગવી અને રાવણનો વધ કરીને રામ અયોઘ્યા પધાર્યા ત્યારે કાનાફૂંસી થતી હતી કે સીતા શ્રીલંકામાં રહ્યાં ત્યાં રાવણ સાથે કોઈ સંબંધ ન થયો હોય તે માનવા જેવી વાત નથી. આવી ‘કિંવદન્તી’ સાંભળીને રામે ‘સીતાત્યાગ’ કરેલો.
સકિંવદન્તી વદતામ્ પુરોગામ-અરે નગરમાં નગરજનો કેવી ચર્ચા કરે છે!
ત્યારે અફવા, અસદ્ધિ કથન, અપ્રમાણિત વાત, નિરાધાર ચર્ચા, અનુશ્રતિ, લોકવાદ કે જનપ્રવાહ. રામાયણના સમયમાં રામ પણ લોકોની અફવા માની લે, તો આપણું શું ગજું?
ત્યારે સાંપ્રત કાળમાં પંચાત તે ખૂબ જરુરી મનાઈ છે-અને આ ઈ-ઓટલોનો બ્લોગ શરુ કરો તો સારું-દા.ત.‘બહેનોને ઘરમાં કસરત કરવાનો કંટાળો આવે છે. આનું કારણ છે કે તેમને એકલા-એકલા કસરત કરવાની મજા નથી આવતી પણ જીમમાં બીજા લોકો સાથે હસતા-બોલતાં કસરત કરવામાં મજા આવે છે. હવે તેને પંચાત કહો કે કમ્યુનિકેશન- બધું સરખું જ છે !
પરંતું એક સ્ટ્રેસ બસ્ટર જરૂરી છે
પ્રજ્ઞાજુ

JIT said...

vah Nitaben,

aavi nani nani vato thi j life khileli rahe che,...

aava prasang to hamesha banta hoy che,, bas eni nondh rakhine life kyarek ekala padiye tyare vanchiye to life niras na lage,,,

Jit Katariya

nilam doshi said...

a e otalo to આપણા સૌ માટે સ્નેહની કડી સમાન જોડનાર બની ગયો છે. નાની વાત પણ જો ચહેરા પર હાસ્યલાવી શકે તો એ નાની કેમ કહેવાય ?

keep it up.

Unknown said...

hmmmmm.......joyu "e-otalo" ketlo famous thai gayo!!! to pachhi have nam karna karnar "fai" ne kaik lahavo aapo........just kidding........
aa otla parishad ma "panchat" karvani maja alag j chhe......

sneha-akshitarak said...

"e-otlo" have khabar padi..aap ki sahet ka raj...panchat.....just kidding di..wonderful..plz hasyalekhan chalu rakhjo..bahu udasi sari nahi life ma..samtolana jalvai rahevu joie su kaho?

ρяєєтii said...

e-otlo... Waat to 100 taka saachi lakhi che tame ... Aa e-otlo j che jyaa loko ek-bija ne male, waato kare, mitrata kare, mitrata tode etc etc .... PAn je che te e-otlo otla-parishad thi saaro che... ahiya ekbija na man ni waat wagar male pan kahi deway che, koi ene positive le che to koi ene negative... pan je che te e-otlo jindabad... LAkhta rejo aawu parakram waare waare ...

Agantuk said...

આ e-ઓટલાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે શ્રીમતીજીના રોટલા ઠરી જાય છે.

$hy@m-શૂન્યમનસ્ક said...

ખુબ સરસ પ્રસંગ
સારાં મિત્રો ની સોબત પણ ઘણી વાર આપણાં દુખને ભુલાવી દેતી હોય છે

Meri Ankahi Dastaan said...

hahahaha

lakhyu to ghanu saru che...bau ocha loko che je potani hasya katha khulla dil the kahe che aney koi na hasva thi sankoch nathi karta...

vaat to tamari sacchi darshavi che ahiyaan... je stri panchaat ma samay pasaar karty hati, te serial ma jodaani...ne tyar baad have E-panchaat ma samaani ...

lakhta rehjo..vanchama aanand aave che ...

Unknown said...

નાની વાતનો મોટો e-otalo ગમ્યો.

Unknown said...

ha ha ha ha so nice

Narendra Sagar said...

ખુબજ સાચી વાત કહી નીતાબેન
ઈ ઓટલો તો હવે વ્યસન થઇ ગયો હોય તેમ જીવનમાં વણાઈ ગયો છે
એક વાત ખટકી મારી અંગત વાત નથી એવી સ્પષ્ટતા ની જરૂર નહોતી
કેટલાક વિચારો કલ્પના થી આવે છે જયારે કેટલાક વિચારો અનુંબવેલા પ્રસંગો ની ઓધાની ઓઢી ને આવે છે
એ સપ્તરંગી મેઘધનુષી ઓઢણી અમને ઓઢાડી એ બદલ ધન્યવાદ
નરેન્દ્ર ગોર