મુંબઈ નગરી એટલે સપનાઓ પૂરા કરવાની  નગરી.. લોકોને મુંબઈ જોવાનો  એટલો મોહ હોય છે .. ઘણા લોકોનો મોઢે સાંભળ્યુ છે  કે અમારા માટે મુંબઈ આવવુ એટલે  દુબઈ આવવા જેવુ હોય છે.. 
મુંબઇ નો એક એક ખૂણો લોકોને જો વો હોય છે .. ક્યારેક તો એમ થય કે મુંબઈ  વાળા ઓ એ એવી બહૂ જગ્યા નહી જો ઇ હોય જે બહરથી આવવા વાળા ઓ એ  જોઇ લીધી હશે. આજે હું પણ એક  એવા જ મુંબઈ નાં ખૂણામાં ગઈ જ્ યાં ૪૫ વર્ષમાં પહેલી વાર જવાનું થયુ.. જ્યાં બહારગા મનાં બહૂ બધા લોકો આવેલા હતા..  પણ બધાની આંખોમાં એક દર્દ હતુ.. એક પીડા હતી ..મને એમ થયુ કે હે પ્રભુ કોઇ  દુશમનને પણ મુંબઈ નો આ ખૂણો ન  જોવો પડે.. અને એ ખૂણો હતો..  પરેલ ની ટાટા હોસ્પિટલ નો રોડ.  હજી હમણા જ મે મારા નણંદને આ રો ગ ને કારણે ગુમાવ્યા.. 
અને ત્યા મને સમાચાર મળ્યા કે મારી એક ફ્રેંડ ના પતિને કેન્સર આવ્યુ અને તેમને ત્યા હોમીભાભા હોસ્પિટલમાં એડમીટ  કર્યા છે.. હું એમની તબીયત જોવા  ગઈ.. એમની તબીયત પણ બહૂ જ ખરા બ છે. પણ ત્યાંની એક પણ ફુટપાથ દર્દીઓા વગરની નહો તી અને કોઇ આંખ આંસુ વગરની 
નહો તી. કોઇ નાના નાના બાળક્ને લઈને  મા બેઠી હતી .. તો કોઇ ૧૫ વર્ષનો દીકરો  પોતાની માતાને વ્હીલચેર માં લઈને જતો હતો. અને એની માતા એને સફેદ પટ્ટિ વાળો રુમાલ બાંધવાનુ કહેતી હતી કે તુ પહેરી લે તને કાંઇ ન થઈ જાય.. બધાની આંખોમાં પોતા માટે કે સ્વજન માટે મૌત નો એક ભય દેખાતો હતો..
  કહેવાય છે કે તંબાકુ ખાવાથી કે દારુ પીવાથી કે કોઇ પણ જાતનાં વ્યસન થી કેન્સર થાય છે. મારા 
નણંદે જિંદગીમાં કોઇ દિવસ આમાથી કંઇ નથી ખાધુ. કે નથી મારી ફ્રેંડ ના પતિ એ કોઇ દિવસ સ્મોક કર્યું. મગજ બહેર મારી જાય છે જ્યારે આવુ બધુ જોઇયે છે. જ્યારથી સમજણા થયા ત્યારથી તેઓ શબરીમલાઇ ની જાત્રા કરવા ગયા છે. મારા નણંદ કેટલીયે વાર શ્રીનાથજીનાં દર્શન કરવા 
નાથ્ધ્વારા ગયા છે. હવેલીમાં તો એ હજારો વાર ગયા છે. આપણા મહાન સંત પૂજ્ય ડોંગરેજી મહારાજ ને પણ આ રોગ થયો હતો.. પૂજ્ય નીરૂમા ને પણ આ રોગ થયો હતો.. શું કામ થાય છે આ રોગ ?
ડોકટર્સ સાથે વાત થઈ તો એમનું કહેવુ છે કે બહેન અમને આ વાત હજી નથી ખબર પડી કે શેનાથી 
થાય છે આ રોગ ? અને આનો ઇલાજ પણ સાયન્સ નથી ગોતી શકી.. 
   આવા વખતે લાગે કે માનવી કેટલો લાચાર છે કે કેટલુ પણ ભણે કાંઇ પણ કરે એનાં હાથમાં કંઇ જ નથી..
                                                                                                          નીતા કોટેચા "નિત્યા"


