Nawya.in

nawya

Wednesday, November 14, 2007

25)
...
મ્રુત્યુ


આ એક જ વિષય એવો છે કે જેનાં પર કોઇ ચર્ચા કરવા જ નથી માંગતા,ક્યારેક પણ આ વિષય પર વાત કરવાનુ ચાલુ કરુ ને તો કહેશે નીતા તને બસ આ જ વાત સુજે બીજી કાંઇક વાત કર. બધાને ખબર છે કે એક દિવસ એવો આવીને ઉભો જ રહેવાનો છે કે જ્યારે આપણને ઇછ્છા નહી હોય તો પણ આપણે જીવન લીલા સંકેલવી જ પડશે. આપણા શરીર નો જેનો આપણે આટલો મોહ કર્યો છે એને છોડવુ જ પડશે.
મ્રુત્યુ ડરવાની નહી પણ માણવાની વાત છે હુ તો કહુ કે જેમને ખબર પડી જાતી હશે કે એમનુ મ્રુત્યુ થાવાનુ છે એમનાં મન માં ડર હોતો હશે કે શુ થાતુ હશે?
મને નથી ખબર કે મારુ મ્રુત્યુ કેવી રીતે થાશે પણ જો ખબર પડી જાશે કે કે થોડા વખત માં મરવાનુ છે તો હુ તો બધાને મલી લઈશ ।બધાને ભરપુર પ્રેમ આપી દઈશ। હુ ભગવાન નુ નામ કદાચ ઓછુ લઈશ કારણ ત્યા તો જાવાનુ જ છે। અહિયા મારા દોસ્ત દુશ્મન બધાને મલી લઈશ્ ચાલો મારી વાત મુકીયે.
હા જુવાન જોધ મરણ થાય ત્યારે દુઃખ થાય એમાં કોઈ બેમત નથી એ મરણ ને હુ નથી કહેતી કે માણવાની વસ્તુ છે.પણ જે આપણા હાથ માં છે જ નહી એની માટૅ કેટ્લુ આંક્રદ . હુ નાની હતી ત્યારે મને યાદ છે મમ્મી કહેતા કે જીવન એક પિકનીક છે ,મજા કર્વાની મસ્તી કરવાની અને ઘરે ચાલ્યા જાવાનુ. અને પિકનીક માં આવ્યા હોઇયે ત્યારે મસ્તી તોફાન કરીયે એ ચાલે પણ કોઇ ને હેરાન કરીયે તો માતાપિતા સજા કર્યા વગરનાં ન રહે. પછી કેટલી પણ માફી માગીયે કાંઇ ન ચાલે. આપણા સાચ્ચા માતા પિતા તો ઉપરવાળા છે . જીવન એ તો એ એક ફરવાની જગ્યા છે કોઈને પણ નુકશાન પહોચાડ્યા વગર મજા કરો મસ્તી કરો અને ઘર ભેગા થાવ. પણ આપણે મ્રુત્યુ ની ચીંતા પણ નથી કરતા અને એને કબુલ કરવા પણ તૈયાર નથી.બીજા આપણુ બગાડે તો આપણે એનુ એનાં કરતા વધારે કેમ બગાડી શકીયે એ વિચારો કરવા માં આપણે કેટલો સમય વેડફી નાંખીયે છીયે. કેટકેટલા લોકો સાથે સંબધ બગાડતા હોઈયે છે. કેટકેટલા લોકોનાં મન આપણા વચન થી વિંધી નાંખતા હોઇયે છે.કોઈક નાં હ્રદય નાં ટૂકડૅ ટુકડા કરતા આપણે જરા પણ ખચકાતા નથી.એટલે જ મારાથી એક વાર લખાઈ જ ગયુ કે,

અભિમાન નાં નશા માં ચકચુર થયેલા
એવા લોકો મને મલ્યા જે ,
મદિરા પીને લથડતા લોકો કરતા
પણ ખરાબ હતા.
અને
એક સેંકડ માં હ્રદય નાં
ટુકડે ટુકડા કરી નાંખતા
લોકો મને મલ્યા
જે ભ્રુણ હત્યા કરવા વાળા ઓ
કરતા પણ ખરાબ હતા।
...
આગલી ક્ષણ આપણી હશે કે નહી આપણને ખબર નથી પણ તો પણ આપણે અભિમાન માં ઉડતા રહીયે છીયે આપણે એ ચીંતા નથી કરતા કે ક્યારે મ્રુત્યુ આવીને ઉભુ રહી જાશે। પણ એના કરતા વધારે આપણે વધારે આપણા બુઢાપા ની ચીંતા કરીયે છીયે। આવતીકાલ અને ગઈ કાલ માં જીવવાની આદત છે આપણને।આજ માં આપણે જીવતા જ નથી. ત્રણ મહિનાં પહેલા ટિકિટ કઢાવી લેશુ ભલે કોઈ ખાત્રી ન હોય કે એ ટિકિટ માં આપણે મુસાફરી કરશુ કે નહી. ભલે જરુરી છે એ બધુ. પણ પાછુ એનુ એ અભિમાન લેતા હોય અમને તો ટિકિટ મલી ગઈ.
કેટકેટલા લોકો ને આજનુ વધેલુ અનાજ આવતી કાલ માટે રાખતા જોયુ છે । અરે મારા ભઈ તને ખબર છે તુ કાલે જીવતો હોઈશ કે નહી આજે કોઇક નુ પેટ ભર ને એનાથી।પણ ના કાંઇક કહિયે તો કહેશે તમને ન ખબર પડે. બસ જો આપણે મ્રુત્યુ ને સાથે લઈને ફરતા શીખી જશુ ને તો પણ આપણે બહુ બધા ગુન્હા કરવા થી બચી જશુ.

મ્રુત્યુને સાથે લઈ ને ફરતા શીખો,
મ્રુત્યુ ને ઉત્સવ ની જેમ માણતા શીખો.
જીવન સુધારવુ હોય જો,
તો ક્ષણે ક્ષણે મ્રુત્યુ ને યાદ રાખતા શીખો
ભુલો થી ભરીને જિંદગી જીવવી ન હોય,
તો
મ્રુત્યુ ને માથા પર લઈને ફરતા શીખો .

આ લેખ થી કોઈ નુ પણ દિલ દુભાણુ હોય તો હુ હ્રદય થી ક્ષમા ચાહુ છુ.
N.


8 comments:

manthan said...

બસ જો આપણે મ્રુત્યુ ને સાથે લઈને ફરતા શીખી જશુ ને તો પણ આપણે બહુ બધા ગુન્હા કરવા થી બચી જશુ.

સાચી વાત લખી છે

nilam doshi said...

જીવન અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ છે.

મેં તો મારી શ્રન્ધાંજલિ પણ કોઇ પર છોડવાને બદલે જાતે લખી જ નાખી છે. કેમકે મોત ગમ એત્યારે,,ગમે તે પળે ટપકી શકે એનાથી આપણે કોઇ અજાણ નથી જ.અને છતાં....
નીતા, અહીં આ લખ્યાપછી ની ક્ષણે મોત આવી ચડે તો મારી શ્રન્ધાંજલિ પરમ સમીપે પરથી લઇ ને તારા બ્લોગ ઉપર જરૂર મૂકજે.અને મોત ન આવે તો પરમ સમીપે પર એ વાંચજે તો જરૂર.

નીલમ દોશી.

Anonymous said...

સાચી વાત છે આપણે બધા આ વાત જાણીએ છીએ તો પણ સ્વીકાર નથી કરી શકતા....ઘણુ સરસ લખયું

દાદા said...

આમ જ તમારા વીચારો જણાવતા રહેજો. મૃત્યુનો આપણને ભય હોય તે તો કુદરતી છે. તે તો રહેવાનો જ. જીવ માત્રનો તે કુદરતી ભય છે.

મૃત્યુ પછી શું થવાનું છે તે કોઈ જાણતું નથી. માત્ર તેની પરીકલ્પનાઓ જ છે. આપણે તે પરીકથાઓમાં કશો રસ નથી રાખવો.
આજની ઘડી રળીયામણી ગણીએ. આપણને મળેલા સુખના નાના ટુકડાને વહેંચતા રહીએ.હસતા, હસાવતા રહીએ.
આજનો એક જ દીવસ જીવવાનું હોય, તેમ જીવતાં રહીએ. દરરોજ સવારે આપણી જાતને હેપી બર્થડે કહેતા રહીએ.પણ કેન્ડલને ફુંક મારી ઓલવી ન નાંખીએ!

pravina Avinash said...

Neeta
Your thoughts are very clear and to the point. Let me tell you the truth 'you and I are thinking
on the same wave length.' You know via copu. GOD did a big favor to me.
Everyday in the morning I thank
GOD. I am ready for my last breath any time.

Pinki said...

nice one.... !!

digisha sheth parekh said...

ha mrutyu mate sahu naa vichaar alaag hoy chhe...tame kidhu chhe badha ena thi dur rahi charchaa nathi karava mangata..kem ke ene khali janyu chhe joyu ke anubhavyu nathi..etale badhane mamata ochhi hoy mrutyu mate..ne jivan joie chhe,manie chhe jivie chhe etale sahu emaj khovayela rahe..
tame topic saro pasand karyoo chhe...mara blog par ghani rachana chhe jema "mrutyu" samel chhe...

અમીઝરણું... said...

સાચી વાત છે...