Nawya.in

nawya

Sunday, November 25, 2007

28)
....
વડિલો નિ વ્યથા.

આજે બા બહુ બેબી ની સિરીયલ જોઇ એમાં એક સીન જોયો પ્રફ્ફુલ જે કલાકાર છે। એમાં એને એનાં ઓફીસ વાળા કહે છે કે અમને અમારી co. માં YOUNG, AGGRESSIVE,AND DYNAMIC લોકો જોઇયે છે.આગળ ની સિરીયલ ની story આખી અલગ હતી. પણ આટલુ જોઈને મને બહુ બધી વાતો યાદ આવી ગઈ. જે અહિયા કહુ છુ। મારે થોડા વખત પહેલા એક ઠેકાણે ૬૦ વર્ષ પછી ની જિંદગી ઉપર બોલવાનુ હતુ.ત્યાં મે જે speech અપી હતી જે આપને ટુંકાણ માં કહુ છુ.

૬૦ વર્ષ પછી ની જિંદગી ફક્ત પોતા માટે જીવવાની હોય છે।
દિકરા વહુ શુ કરે છે ?એમનાં બાળકો શુ કરે છે?
એ બધી ચીંતા માં થી દુર રહેવાનો સમય છે।
ઘર માં કદાચ એવુ પણ થાય કે વહુ ને આપ કામ કરો એ પણ ન ગમે ।
તો મુકી દ્યો શુ કામ કરવાનુ?ગાર્ડન મા જાઓ ગપ્પા લગાવો.મજા કરો ।
બહુ બધુ છે કરવા માટે।જો ઘર નાં બાળકો સલાહ માંગે તો ઠીક છે આપો નહી તો કાંઇ નહી.
આવી બહુ બધી વાત કરી હતી। બધાને ગમ્યુ હતુ.
પણ થોડોક વખત પછી એક વડિલ અમારા ઘરે આવ્યા. એમની ઉંમર ૬૩ વર્ષ એમને કાંઇ કામ ન હોય પણ તેઓ આવે ગપ્પા મારે પછી જાય।એ દિવસે મારી speech પર ચર્ચા થઈ . મને કહે નીતા તારી ઉમર થાસે પછી તુ શુ કરીશ?મે કહ્યુ વડિલ બે દિકરીઓ છે. મારે તો કામ છુટવાનુ જ નથી બેઇ ચાલી જાશે સાસરે પછી મારે ક્યા રસોડૂ છૂટવાનુ છે એ તો હંમેશા ચાલુ જ રહેશે।
અને હવે તો બ્લોગ ની દુનીયા છે આખો દિવસ એમાં નિકળી જાશે ખબર પણ નહી પડે.
પછી તેઓ મારા વરજી ને પુછ્યુ કે તુ શુ કરીશ?।
તો માર વરજી એ જવાબ આપ્યો કે જ વા દ્યો ને વડિલ કાલે કોને ખબર છે હશુ કે નહી। હમણા કયાં કાલ ની ચીંતા કરવી।
તો એમણૅ જવાબ આપ્યો એવુ ન બોલ। પહેલા થી જ વીચારી કેપછી શુ કરવાનુ છે કારણ પછી જ તુ બધાને આડો આવીશ્ ઘર માં એ નડીશ અને બહાર પણ કોઈ કામ નહી આપે।
એમની વાત મને એટલી સાચ્ચી લાગી કે જ્યારે બહુ જરુરત હોય છે વ્યસ્ત રહેવાની, ત્યારે કહેવામાં આવે છે કે હવે તમારી ઉંમર થઈ આરામ કરો.
હમણા એક વડીલ ને જોવા જાવનુ થયુ। તેમનાં બે દિકરા વહુ હતા પણ આ બન્ને સાસુ સસરા એકલા રહેતા હતા. રોજ ટીફિન આવી જાતુ. પણ સાથે જમવા વાળુ કોઇ ન હતુ. હુ ગઈ અને અચાનક મારા થી એમનો હાથ હાથ માં લેવાઈ ગયો. અને મે પુછ્યુ "કેમ છો માસી અને એમનુ રડવાનુ ચાલુ થઈ ગયુ. મે કહ્યુ શુ થયુ માસી એ તો કહો આમ રડો નહી. અને મારો હાથ એમના હાથ પરથી હટી ગયો એમણે પાછો પકડી લીધો મને કહે હટાવ નહી નીતા આ સ્પર્શ મલે મને વર્ષો થઈ ગયા. કોઇ પાસેથી પોતાપણુ નથી મલતુ. ઘર માં જમવાનુ મલી જાય છે તૈયાર. મારા ખાતા માં લાખ્ખો રુપીયા પડ્યા છે પણ કહે ને કામ નાં શુ?કોઇ વાત કરવા વાળુ જ નથી. હુ એમની સાથે કલાક બેઠી. અને એમને મે થોડુ હસાવ્યુ. પણ ઘરે પણ પહોચ્વુ હતુ એટ્લે મે કહ્યુ માસી હુ જાવ. અને એમનુ રડવાનુ પાછુ શરુ થઈ ગયુ.મને કહે નીતા પાછી આવજે બેસવા મારી સાથે વાત કરવા. હુ વધારે વખત નહી જીવુ. મારે એમને રડતા મુકીને જ નીકળવુ પડ્યુ.મે શુ આપ્યુ એમને ફકત મારો એક કલ્લાક. પણ એમને એમ થયુ કે મારી સાથે વાત કરવા વાળુ પણ કોઇક છે।આવા તો કેટ કેટલાં વડિલો હશે।
જેમનાં દિકરા બે બિલ્ડીંગ છોડી ને રહેતા હશે અને એમને સમય પણ નહી હોય કે એમનાં માતા પિતા પાસે બેસીને વાત કરે .
બધા યુવાનો ને કહુ છુ જેમનાં માતા પિતા ની ઉંમર હોય એમની પાસે બેસો એમનુ સાંભળો. એ દિવસ ન લઈ આવો જ્યારે માતા પિતા નાં મોઢા માં થી છેલ્લે એ જ શબ્દો નીકળે કે,
" હે ભગવાન મને આના કરતા બાળકો ન હોત તો સારુ"
આ વાંચીને કોઈ પણ વડીલ નુ દિલ દુભાણુ હોય તો હુ ક્ષમા માંગુ છુ.
N.


8 comments:

Dhwani Joshi said...

નીતાબેન,યાદ હશે આપને મારી..!! એક વાર મળ્યા હતા યાહુ પર.??
ખરેખર ..ખુબ જ સરસ લખ્યું છે..વાત કડવી છે પણ સાચી છે..પહેલી જ વાર આપનો બ્લોગ જોયો..ખુબ જ સારો લાગ્યો...અને મારી આંખો ને ભિનાશ પણ આપતો ગયો..!!

Neela said...

આપણે સહુ માણસ ભૂખ્યાં છીએ. આ વાત આજની પ્રજા નથી સમજ્તી પરંતુ જ્યારે આપણી ઉંમરના થાય છે ત્યારે એમની પણ આજ હાલત હોય છે પણ એ વખતે આપણે કદાચ ન પણ હોઈએ જેથી એમને કહી શકાય કે મુજ વીતી તુજ વીતશે ધીરી બાપલીયા

...* Chetu *... said...

આવુ બધુ જાણી ને હ્રદય દ્રવી ઉઠે છે..!

shilakotecha said...

ek dum dil ne sparsi jay tevu lakhyu che bahuj saras

Anonymous said...

આજ ની વાસ્તવિકતા છે.ખરેખર બહું દુઃખ થાય છે આ બધું જોઈને.સરસ લખ્યું છે.

Anonymous said...

વાત હૈયું ભીનું કરે તેવી છે..ગમ્યું,
સુનીલ શાહ

maurvi said...

ekdum sachi vat. aankh no khuno bhinjai gayo.
Let me shre a thing. Mara ek relative aunty chhe. e dar Thursday na savare 10 thi sanje 6 vagya sudhi ek 'old age home' ma jai ne bese chhe. emane puchie k tya shu karo chho to kaheshe k vato. e vaadilo pase vato karava mate koi nathi etle emni jode vato karva ane gappa marva jau chhu.
Kharekhar ema pan ketlo aanand malto hashe!
Maurvi

pravina said...

વડીલોની વ્યથા ની
નથી ગાવી ગાથા
પાણી હોવા છતાં પ્યાસા
જીવનની આ છે ગાથા