Nawya.in

nawya

Monday, December 10, 2007

31)
..
પ્રેમ(૨)
...


પ્રેમ વિશે જેટલુ લખીયે એટલુ ઓછુ છે એ વાત એક્દમ સાચ્ચી છે.
પણ પ્રેમ શબ્દ બોલીયે એટલે પહેલા બે જ જણા આવે મગજ માં એક સ્ત્રી અને એક પુરુષ.
કારણ કે મે બહુ બધાને પુછ્યુ તો મને જવાબ આપ્યો કે હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ હુ કહુ થોડી વાર માં.અને હજી જવાબ નથી આવ્યો.
બહુ બધા એવા પણ છે જેમને સમય નહી મલ્યો હોય લખવા માટે .
પણ બધે આડબર જ દેખાણો. કોઇ પાસે જવાબ ન હતો.
અને આકરુ લખવાની ઇછ્છા થાય છે આજે. તો લખીશ જરુર થી.
શુ છે પ્રેમ્?
કાંઇ નહી .પ્રેમ જેવુ ક્યાય કાંઇ છે જ નહી.
મને orkut પર એક સખી મલી હતી હુ નામ નહી આપુ.
પણ આજે એની વાત કરવાની ઇછ્છા થાય છે. આ એક સત્ય વાત છે.
orkut પર મે બહુ બધા મિત્રો અને સખીઓ સાથે મિત્રતા બાંધી.
અને બહુ બધા અજાણ્યા લોકો ની જિંદગી વિષે જાણ્યુ. ત્યા આ એક સખી મલી.
ચલો એનુ નામ કહી દઊ.કાંઇ ફરક નહી પડે નામ કહેવાથી.
એનુ નામ પ્રિયા,
પ્રિયા સાથે મારી વાતો થાતી . પહેલા orkut પર ,પછી ONLINEઅને પછી એકાદ વર્ષ પછી ફોન નંબર આપ્યા એક બીજાને. એટલે ફોન પર.ામે બન્ને સાર મિત્રો બની ગયા હતા.
હવે મને ઇછ્છા હતી એને એક વાર જોવાની એને મલવાની. એ બહુ ખુશ ખુશાલ વ્યક્તી હતી.અને એ હંમેશા કહેતી તારી સાથે વાતો કરવાથી હુ મારુ બધુ દુઃખ ભુલી જાવ છુ.હવે મૌત આવે તો પણ વાંધો નથી.
અને એક વાર એને મુંબઈ આવવાનુ થયુ.મે એને કહ્યુ આપણે મલશુ?
તો કહે હા ચલ મલશુ.અમે સિધ્ધિવિનાયક મંદિર પાસે મલવાનુ નક્કી કર્યુ.
સમય પર હુ પહોચી ગઈ અને એની રાહ જોવા લાગી.
હમણા આવશે હમણા આવશે.
અને મને રાહ જોવે એક કલ્લાક થી ગયો.હુ આકુળ વ્યાકુળ થાતી હતી કે જેની સાથે હુ ૨ વર્ષ થી વાત કરુ છુ.
આજે મલવાનુ વાયદો આપીને કેમ ન આવી???????????મે એનાં મોબાઈલ પર કેટલા ફોન કર્યા તો ફોન પણ બંધ હતો.
મને એના પર શક નહોતો આવતો . મને એની ચીંતા થાતી હતી.કે કાંઇ અકસ્માત કે એવુ તો નહી થયુ હોય ને??????અને આખરે હુ ત્યાથી ઘરે જાવા માટે હાલવા લાગી .
અને એનો ફોન આવ્યો.અને હુ વરસી પડી કે" આ શુ છે પ્રિયા મને કેટલી ચીંતા થાતી હતી તારી."
તો કહે" જો આ તારો પ્રેમ તો મને પાગલ કરી નાંખે છે."
મને કહે" હુ તને એક કલ્લાક થી દુર ઉભી રહીને જોવ છુ.પણ હુ તારી સામે નહી આવુ.હુ તારા સ્પર્ષ ની લાયક નથી."
મને કાંઇ સમજાતુ ન હતુ.ત્યા એ બોલી "નીતા મારા વર નથી .એમને ગુજરી ગયે ૫ વર્ષ થઈ ગયા. બે નાના બચ્ચા છે. એમની જવાબદારી છે.અને મને એક વાર ફીસ ની જરુરત હતી ત્યારે મે મારા નણદોઈ ને વાત કરી તો એમણે કહ્યુ કે આવ ઓફીસ માં અને લઈ જા.નીતા આગળ તને કહેવુ નહી પડે કે મારી સાથે શુ થયુ હશે.મારે તારી સામે નથી આવવુ.કારણ હુ મલીશ તો તુ મને ગલે મલીશ. અને તાર સ્પર્ષ ની હુ લાયક નથી."
મે એને કહ્યુ જો પ્રિયા મને મલ. "મને તારી સાથે કાંઇ વાંધો નથી તુ મલ."
તો કહે "મારે તને જોવી હતી મે જોઈ લીધી.ચલ હવે નહી મલીયે"
.અને હુ કાંઇ કહુ એની પહેલા એણે ફોન કટ કરી નાંખ્યો.અને એ દિવસ થી આજ દિવસ સુધી એનો ફોન પણ નથી લાગતો.એણે નંબર પણ બદલી નાખ્યો છે.
અમે બંન્ને એ એક બીજાને પ્રેમ કર્યો. પણ આજે એ એકલી છે દુનીયા એને પીંખવા બેઠી છે અને એ પીંખાવા.એની પાસે ભણતર ન હતુ . કે એને કોઈ ઓફીસ માં કામ મલે. એ બધાનાં ઘરે રસોઈ બનાવવા જાતી હતી.શુ હશે એના હિસાબે પ્રેમ ની વ્યાખ્યા??????????હુ આજે પણ એને યાદ કરી ને રડી પડુ છુ.આવા તો કેટ કેટલા લોકો મલ્યા મને,જે હજી પણ વાતો કરે છે પણ પ્રેમ નુ નામ પડે ને તો કહે મુક ને નીતા. આવુ કાંઇ છે જ નહી.ઓહ્હ્હ પ્રિયા જો તુ આ બ્લોગ ભુલ થી વાંચે તો મને ફોન કરજે.
આ દુનીયા માફ કરવાને લાયક જ નથી.
A.C ઓફીસ કે ઘર માં બેસીને બધી સારી સારી વાતૉ બોલવી બહુ સહેલી છે દોસ્તો.
N.


11 comments:

shila said...

oh aa te kevo anubhav hud che aa duniya

નીરજ શાહ said...

પ્રેમ વિષેનાં બન્ને ભાગ વાંચ્યા.. પ્રેમ એટલો વિશાળ વિષય છે કે એની વ્યાખ્યા ન કરી શકાય... સુંદર નીરૂપણ કર્યું આપે... આજે પ્રેમનાં સમીકરણો બદલાઈ ગયા છે.. દરેક સંબંધ કે લાગણીઓ વિષેનાં આપણા નજરીયાં બદલાઈ ગયા છે.. આપણે સમાજને બનાવીએ છીએ, સમાજ આપણને નહીં.. સમાજમાં ઘટતી આવી દુ:ખદ ઘટનાઓ માટે ક્યાંક ને ક્યાંક આપણે પોતે પણ જવાબદાર છીએ.. આપણને સમાજ પણ એવો જ મળે છે જેવા આપણે પોતે છીએ.. સમાજ માંનો દરેક માણસ આપણી જ વચ્ચેનો છે તે યાદ રાખવું ઘટે.. આપણે ચર્ચામાં શૂરા છીએ પણ પ્રેમ આપવાની વાત આવે ત્યારે પાછીપાની કેમ કરીએ છીએ?

Unknown said...

આપની વાત સાચી છે.. પ્રેમ ના અનેક રુપ છે.. અને કદાચ આજ ના સમય માં પ્રેમ નો રંગ પણ બદલાતો જોવા મળે છે.. નિઃસ્વાર્થ પ્રેમ તો બહુ ઓછા કરી જાણે છે..અને બહુ ઓછા સંબંધો માં જ મળે છે.. જિંદગી માં એવા ઘણાય મળે છે..કે જેની સાથે દેખીતીરીતે કોઇ સંબંધ ન હોવા છતાંય દિલ માં એમના માટે ભારોભાર પ્રેમ અને લાગણી હોય છે..કહે છે ને કે અમુક વાતો માટે શબ્દો ખુટી પડે..!! પ્રેમ એમાનો એક વિષય છે..

Anonymous said...

પ્રેમ શબ્દ ભલે નાનો છે ,પણ પ્રેમ તો એટલો વિશાળ છે અને જેમ આપ્યે તેમ વધે જ છે કોઈ દિવસ એમાં ઘટાડો નથી થતો. પણ આપણે ઘણા કંજુસ છીએ આપાણે પ્રેમ જેવી વસ્તું પણ આપવામાં કંજુસપણા કરીએ છીએ.

સુરેશ જાની said...

નીતાબેન
હું ફરીથી ભાર મુકીને લખું છું.પ્રેમ અમે સ્ત્રી પુરુશના સંબંધોને જોડો નહીં.આ સંબંધોમાં પ્રેમ હોય તે બહુ જ જરુરી છે.પણ પ્રેમ આ જ છે, તે માન્યતા બહુ જ ભુલભરેલી છે.
કુદરતે બનાવેલા પ્રજોત્પત્તી માટેના આ નૈસર્ગીક સંબંધોમાં જે દુશણો પેસી ગયા છે, તેણે પ્રેમને બદનામ કર્યો છે, દુશીત કર્યો છે, ક્લુશીત કર્યો છે.
સાચું પુછો તો જાનવરો આ બાબતમાં માણસ કરતાં વધારે વાસ્તવીક અને દંભરહીત છે.
લગ્ન સંસ્થા, વેશ્યા વ્યવસાય, બળાત્કાર વી. માણસજાતીની નીર્બળતાઓ/ કલંક છે.
માટે તમારી આ પોસ્ટોને પ્રેમ જેવા મહાન ભાવ સાથે મહેરબાની કરીને ન જોડો. એને સામાજીક સમસ્યાઓ એવું કાંઈક નામ આપો તો યથાર્થ રહેશે.
બાકી જીવનમાં પ્રેમ ન હોય તો એ જીવન નથી. એ મરણસમાન જ છે.

Anonymous said...

LOVE and SEX are not same.

હું.. દિગીશા શેઠ પારેખ, said...

banne topic vachya..prem na....kisso saro che je tamari frnd sathe thayu e yogya nathi..j ..pan ene prem sathe na sarakhaavaay em hu manu chu.its ok jo e tamane mali hot to tame ene ketali help kari sakya hot ane e khush pan rahi saki hot..pan e mate malavu jaruri Che ne..ladies no miss use to thaay che ne ghane ladies potana khushi mate pan badhu kare che..pan ema prem ne kai lagatu valagatu nathi..jo dosti hati to its part of love..to emane malavu joie taman eto kai rasto nikade..pachi samaj ne ane prem ne..badanaam na karay..apade j apadi life sudhari ne bagadi sakie..bagadi hoy to bhuli ne agad vadhavu ene roya na karaay ne..i hope tamane gamase je hu keva mangu chu e...

Pinki said...

prem vishe aapna vicharo jaanya

kharej prem shabda vishe aatlu badhu aapne lakhvu pade chhe e j
darshave chheke prem ne ketli
galat rite samajavama ave chhe.

karan je samje chhe ke kare chhe
e to ....

me j lakhelu ke

radhane puchyu ke
prem etle shu
ane gheli radha mast bani bolti
rahi krishna krishna krishna

kadach badhu avi gayu aatlama ??????

સુરેશ જાની said...

દિગીષાબેન, તમે બહુ જ સાચી વાત કહી. સ્ત્રીઓની નબળાઈનો દુરુપયોગ સમાજે હજારો વર્શોથી કર્યો છે. આ સબળ નીર્બળનું શોશણ કરે - તે પ્રક્રીયા છે.સ્ત્રીઓએ પોતાની માન્યતાઓ ફગાવી આ નીર્બળતા દુર કરવી જ રહી.

આને પ્રેમ સાથે કોઈ જ નીસ્બત નથી.

પણ પીન્કીબેને જે વાત કરી તે સાથે હું અસહમત છું. પ્રેમ એટલે રાધા, આ માન્યતા બહુ સજ્જડ રીતે જનમાનસમાં પ્રેમને સ્ત્રી-પુરુશના ચોકડામાં ફસાવી દે છે. રાધાનો પ્રેમ જરુર દીવ્ય હતો. પણ પ્રેમ માત્ર તે જ છે તે માન્યતાએ અનેક અનર્થો સર્જ્યા છે. આપણે મહેરબાની કરીને આ ગલત માન્યતાઓનો ત્યાગ કરીએ.

પ્રેમ તો જીવનનું પ્રારંભીક, પાયાનું તત્વ છે.માનો પ્રેમ, મીત્રપ્રેમ, પુસ્તક પ્રેમ, વૈજ્ઞાનીકનો તેના સંશોધન માટે પ્રેમ, ઉશાની લાલી જોઈને અંતરમાં ઉભરાઈ આવતી લાગણી અને પ્રક્રુતીપ્રેમ... પ્રેમનાં કેટકેટલાં સ્વરુપો?
જો પ્રેમ ન હોત તો જીવન જ ન હોત. રાધા તો એક પ્રતીક માત્ર જ.
પણ પ્રતીકોને વળગી રહી તત્વને ન ગુમાવીએ.
અસ્તુ.

Anonymous said...

વાંચવા આવ્યો હતો ૩૧ પ્રેમ(૨) પણ ભુલથી આખે આખા ત્રણ બ્લોગ વાંચી કાઢ્યા. ધોરણ ૧૨ પછી આજે પહેલીવાર મન લગાવીને ગુજરાતી વાંચ્યુ હશે. ખરેખર મેમ તમારા ત્રણેય બ્લોગ બહુ જ સરસ છે. આવા સરસ બ્લોગ લખવા બદલ તમારો આભાર....

Sandip Parmar said...

namaskar mem,,,
mem tamara aa lakhan ne me pehla pan tarikh 23/10/2008 na roj vanchyu hatu aaje farithi vanchyu aaje aa lakhan ne varamvar 10-12 vakhat vanchyu mem mane tamara lakhan ma kaik shanka lage chhe.
tame jem kahyu te pramane tamara sakhi priya pase bhanatar na hatu to mane ek shanka e thay chhe ke emne orkut no use bhanatar vina kai rite karyo, biju ke jo teo(tamara sakhi-priya) orkut no use karta hata to e etla kamjor to naj hova joie ke koi temni sathe aa prakarno kharab vyavhar kari jay.
mane tamara lakhan upar shanka thay chhe ke aa faqt ek varta j to nathi ne!!!.