Nawya.in

nawya

Friday, October 19, 2007

17)
...
નવરાત્રી

માતાજી ની વિદાઈ નાં દિવસો આવી ગયા। જોત જોતા માં દસ દિવસ પુરા થઈ જાવા આવ્યા. આપણા હ્રદય માં થી તો માતાજી કયારેય વિદાઈ નહી લે।

પણ ગરબા ને જે આપણૅ માતાજી સ્વરુપે લઈ આવીયે છે।

એ ગરબા નુ વિસર્જન તો આપણૅ ભારે હ્રદયે કરવૂ જ પડૅ છે.

નવરાત્રી બધે ઠેકાણૅ અલગ અલગ સ્વરુપે દેખાય છે।

પહેલા ની નવરાત્રી અલગ જ હતી।

જેમાં પોતાની જ સોસાઈટી નાં લોકો સાથે મલી ને નવરાત્રી મનાવતા।

નવ દિવસ નાં અલગ અલગ પ્રોગ્રામ કરતા।

જેનાથી આખુ વર્ષ બધા એક બીજા ની નજીક રહેતા।

અને છેલ્લે દિવસે બધા સાથે મલી ને ગરબા નુ વિસર્જન કરવા જાતા .
અને આખ્ખે રસ્તે ગાતા કે


"રમતો ભમતો જાય આજ માં નો ગરબો રમતો જાય,
ફરરર ફુદડી ફરતો જાય આજ માં નો ગરબો રમતો જાય


અને જ્યારે ગરબા નુ વિસર્જન થાય ત્યારે આંખ માં પાણી આવ્યા વગર ન રહેતા।

એમ થાતુ કે જાણૅ ઘર ખાલી થઈ ગયુ।

શુ સંપ હતો પહેલા। હવે તો...

જાવા દયો।

હુ પાછી બીજી વાત પર ચડી જાઈશ।

આપણૅ નવરાત્રી ની વાત કરતા હતા।

હવે નવરાત્રી પણ જાણૅ કમાવાનુ સાધન બની ગઈ છે।


હુ બહુ વાર જોઉ ખબર નહી કોઈયે ધ્યાન થી જોયુ છે કે નહી પણ મારુ ધ્યાન તો આવી બધી વાતો માં બહુ જાય।

પહેલા નવરાત્રી માં ગરબા રમવા વખતે વચમાં માતાજી ની મુર્તી કે છબી રાખવા માં આવતી અને હવે???????????????????

હવે ચંપલ નો ઢગલો રાખવા માં આવે છે અને એની આજુ બાજુ ગરબા રમાય છે।

મે એક ઠેકાણૅ નવરાત્રી જોઈ છે જ્યાં આઠમ ની કન્યા કુમારી ની આરતી ફક્ત એમને જ ઉતારવા દેવા માં આવે કે જેમને ટ્રસ્ટી ઓ ની ઑણખાણ હોય।

કેટલી નીયાણી ઓ નાં મન કચવાતા હશે।

પણ જે આ બધુ કરે છે। એમને ખબર નહી પડતી હોય કે હુ આ શુ કરુ છુ?

ત્યા નીયાણી ઓ ને વસ્તુ નહી નહી તો ૫૦૦૦ રુપીયા ની આપતા હશે।

પણ આનાં કરતા બધાને મોકો આપી ને ભલે ને ૫૦૦ રુપીયા ની વસ્તુ આપે।

પણ હોતા હૈ ચલતા હૈ. ની જેમ વર્ષો થી ચાલતુ આવ્યુ છે.

ન બોલવુ જોઈયે પણ બીજી વાત આવે કે જે બધાને માતાજી આવતા હોય ।

આ બાબતે શુ બોલવુ ને એ જ ન સમજાય।

મે જોયુ હતુ એક ઠેકાણૅ એ મેદાન માં એક નાની ગટર પણ હતી

।જેમને માતાજી આવતા એમને બરોબર ખબર હોય કે ત્યા પગ ન પડૅ.


મારા મગજ ની બહાર ની વાતો છે। ઠીક છે ચાલો એટલુ જ કહીશ કે


હુ દુનીયા ને બદલાવી નહી શકુ,
અને દુનીયા મને બદલાવી નહી શકે

અંબે માત કી જય


2 comments:

manish bhatt said...

yeh dono hi blog mene dekhe bahu badhiya hain.
gujarati aur hindi dono lang. accha hain .
aur aap ne jo NAVRATRI ke bare mein bat kahi hain woh bilkul sahi hain log .
mataji ki chabi ki jagah par chappal aur jute rakhte hain .
par aaj woh pehle vala jamana nahi hain.

kapil dave said...

હા તમારી વાત સાચી છે હવે નવરાત્ર તો સાવ બદલાય ગઈ છે.

જે પહેલા માતાજી નુ મંદિર કે માતાજીની છબી વચ્ચે રાખતા તેની જ્ગ્યા એ આજે ખુણામાં મંદિર બનાવેલુ હોય છે. અને જે રમવા આવે એ ક્યારેય મંદિર સુધી દર્શન કરવા પણ નથી જતા.

અને મને તો અહિયા રમાતા ગરબામાં કઈ ગરબા જેવુ લાગતુજ નથી ડિસ્કોમાં આવ્યા હોય એવુ લાગે છે. કારણ કે અહિતો ગુજરાતી ગરબાને બદલે હિંદી ગીતો વધારે ગવાય છે. અને ગરબા રમ્વા વાળા પણ ડિસ્કોજ કરતા હોય તેવુ લાગે છે.