Nawya.in

nawya

Tuesday, October 23, 2007

19)
...
ચુંદડી

અમારા બાજુ માં રહેતા નવીન ભાઈ અને મીરા ભાભી સાથે મારે ઘર જેવો સંબધ.
મને તો એમની સાથે એટલુ ફાવે કે મને અને મીરા ભાભી ને બધા નણંદ ભોજાઈ કહે.
અને મને એ સંબધ મીઠો પણ લાગે. અમે ૧૨ વાગ્યા સુધી વાતો કરતા બેઠા હોઇયે.
ક્યારેક નવીન ભાઈ અમારી સાથે જોડાઈ જાય વાતો માં. પણ વધારે પડતુ એ અમારી મજાક મસ્તી થી દુર જ રહેતા અને અમને એ ગમતુ. મારી ઉમર હજી ફક્ત ૧૬ વર્ષ. અને એમાં જો મને સમજે એવુ કોઈ મલે તો મને ગમવાનુ જ ને.
મીરા ભાભી પણ વધારે મોટા ન હતા. એ બહુ વાર મને કહેતા કે મને શુ કામ તમે તમે કરે છે. તુ કહી ને બોલાવ. હુ ક્યારેક મસ્તી માં બોલાવતી પણ આમ મારાથી બોલાતુ નહી.ભાભી પણ હજી ૨૨ વર્ષ નાં જ હતા. જલ્દી લગ્ન થઈ ગયા હતા.
દેખાવ માં પણ એટલા જ સુંદર અને વાતો માં તો એવા કે આપણી વાતો પરથી આપણૉ મુડ પારખી લે. અને એમની પાસે બેસીયે એટલે દુઃખ તો ભુલાઈ જ જાય.એમની સાથે બેસવુ, એમની સાથે વાતો કરવી જાણૅ વ્યસન થઈ ગયુ હતુ.
હવે એમને બાળક આવવાનુ હતુ . તેઓ એટલા ખુશ હતા કે બસ.ક્યારેક હુ મજાક માં પુછી લેતી ભાભી મને ભુલી નહી જાવને. તો પ્રેમ થી મારો હાથ હાથ માં લઈ ને કહેતા. "ના તને હુ ક્યારેય નહી ભુલુ." અને આ એ એવૂ લાગણી થી ભરી ને બોલતા કે મારુ મન ભરાઈ આવતુ.
મને એમ થાતુ કે આ જો મારા સગ્ગા ભાભી હોત તો કેટલુ સારુ થાત. અમે આખો દિવસ સાથે રહી શકત.
હવે એમને બાળક આવવાની તૈયારી થઈ ગઈ હતી.ક્યારેય પણ હોસ્પિટલ માં જાવુ પડૅ એમ હતુ. અમારા મસ્તી મજાક થી દિવસો પસાર થાતા હતા. એ એમનાં બધા સપના મને કહેતા. અને મને ખુબ મજા આવતી એમનાં સપનાં સાંભળવાની.
એ જ દિવસે રાતનાં એમને હોસ્પિટલ માં લઈ જાવા પડ્યા. એમની જીદ હતી કે હુ એમની સાથે જ રહુ. બાળક થાવા નાં રુમ સુધી એમણે મારો અને નવીન ભાઈ નો હાથ પકડી રાખ્યો હતો.હુ એટ્લી ખુશ હતી ને કે હમણા થોડી વાર માં બાળક આવી જાશે અને ચાલુ થાશે મારા ભાભી નાં સપનાં ની દુનીયા.
ત્યા DR.બહાર આવ્યા. અને કહ્યુ કે મીરા ભાભી નુ મ્રુત્યુ થયુ છે અને એમને દીકરી જન્મી છે. હુ તો સાવ ભાંગી જ પડી. મને કાંઈ સુજતુ જ ન હતુ.કે હુ શુ કરુ? હજી હમણા જ તો ભાભી અંદર ગયા હતા. આટલા બધા સપનાં ઓ લઈને.
DR. સમજાવતા હતા કે અંદર શુ થયુ હતુ. મને એ કાઇ સંભળાતુ ન હતુ.મને ફક્ત એટલી ખબર હતી કે મારા ભાભી હવે આ દુનિયા માં ન હતા. મારી સખી મને મુકીને ચાલી ગઈ હતી.
હવે ચાલુ થઇ એમનાં શરીર ને ઘરે લઈ જાવાની વાતૉ. આપણૅ કેટલા ખરાબ છીયે હવે મીરા ભાભી , ભાભી નહોતા રહ્યા શરીર થઈ ગયા હતા.
આ બધી વાતો માટે બધાને મતે હુ ખુબ નાની હતી.પણ મને ખબર હતી કે સૌથી વધારે મને જ દુઃખ હતુ. એમને ઘરે લઈ આવ્યા. જ્યા એમની સાથે બેસી ને હુ મસ્તી કરતી ત્યા આજે એ મ્રુત અવસ્થા મા સુતા હતા.અને હુ લાચાર હતી કાંઇ કરી પણ શક્તી ન હતી.
ધીમે ધીમે બધા સગા ઓ ભેગા થાવા લાગ્યા. મને ખબર પડી ગઈ કે બસ હવે એમને લઈ જાવાની જલ્દી લાગી છે બધાને. નવીન ભાઈ ની હાલત પણ બહુ ખરાબ હતી. મને એટલી દયા આવતી હતી ને એમમનાં પર.
ભાભી ને સજાવામાં આવ્યા.હવે એમને લઈ જાવા માટે બધા એમની નજીક આવ્યા. અને હુ એમને છેલ્લી વાર ભેંટી ને ખુબ રડી.
હવે ખબર નહી નવીન ભાઈ નાં સગાઓ માં અંદર અંદર બહુ ધીમે ધીમે કંઇક વાતો થતી હતી.ત્યા થોડી વાર ની ચર્ચા ઓ પછી નવીન ભાઈ ઉભા થયા અને એમણૅ દરવાજા પર નાની સી ચુંદડી નો ટુકડૉ બાંધ્યો.મને કાઈ જ ખબર નહોતી પડતી. બસ હુ ચુપચાપ બધુ જોતી હતી.આખરે ભાભી ને લઈ જાવામાં આવ્યા.આને હુ મારે ઘરે આવતી રહી.
પછી રાતનાં મે મારા મમ્મી ને પુછ્યુ કે આ બધુ શુ હતુ. દરવાજા પર બાંધવાનુ.તો મમ્મી કહે કે નવીન ભાઈ ને બીજી વાર પરણવાનુ છે એ જાહેર કર્યુ. અને એ રાતે હુ એટલી રડી છુ કે બસ.કે આવા કેવા સંબધો.
બીજા થોડા દિવસો પસાર થઈ ગયા.મીરા ભાભી નુ બાળક પણ નવીન ભાઈ નાં ભાભી પાસે મોટૂ થાતુ હતુ.
અચાનક એક દિવસ ખબર પડી કે નવીન ભાઈ એ બીજા લગ્ન કર્યા. એમની આ પત્ની નુ નામ હતુ પ્રિયા. એમણૅ મને એમની સાથે ઓણખાણ કરવા બોલવ્યુ હતુ. પણ હુ નહોતી ગઈ, નવીન ભાઈ નાં બીજા પત્ની મારી સાથે બહુ વાત કરવાની કોશિશ કરતા. પણ હુ વાત ન કરતી. મને મીરા ભાભી યાદ આવી જાતા.
જ્યારથી લગ્ન કરીને આવ્યા હતા ત્યાર્થી નવીન ભાઈ મારી સાથે નજર મલાવી ને જોતા જ નહી. બપોરનો સમય હતો. હુ મારુ ભણતી હતી.ત્યા અચાનક નવીન ભાઈ નાં પત્ની મારી પાસે આવીને બેસી ગયા.એમનાં હાથ માં મારા પ્રિય ભાભી નુ સપનુ હતુ.એમનુ બાળક.
હુ ચુપ જ હતી. પ્રિયા એ મારા હાથ પર હાથ રાખ્યો. અને કહ્યુ "મારી સખી નહી બને?" હુ ટસ ની મસ ન થઈ. તો એમણૅ કહ્યુ "બહુ પ્રેમ હતો ને તને તારી ભાભી પર. તો એનાં સપનાં ને સંભાળવાની જીમેદદારી તારી નથી.નવીન પરણત નહી તો આ બાળક ને મોટૉ કેવી રીતે કરત? કોણ કેટલા દિવસ સાચવત. તને ખબર છે, એમણૅ મારી સાથે શર્ત મુકી ને લગ્ન કર્યા છે કે આપણૅ બીજુ બાળક નહી કરીયે."
અને હુ ભાંગી પડી. અને પ્રિયા ને ભેંટી પડી. એના પછી અમે બન્ને પણ સખી બની ગયા. પણ તો પણ હુ એને કદી પણ મીરા ભાભી નુ સ્થાન ન આપી શકી.
હવે તો તેઓ કયાં છે એ પણ મને ખબર નથી કારણ નવીન ભાઈ ની કામ માં બદલી થાતી રહે છે . પણ પ્રિયા એ એનૂ વચન પાળ્યુ એણૅ બીજુ બાળક ન જ કર્યુ. અને તો પણ મને નવીન ભાઈ પર ગુસ્સો આવ્તો હતો કે ખબર હતી કે પ્રિયા સારી વ્યક્તિ છે. એ મીરા ભાભી નાં બાળક ને કદી દુઃખી નહી કરે તો એને માત્રુત્વ થી કેમ વંચિત રાખી .


16 comments:

...* Chetu *... said...

એક્દમ હ્રદય સ્પર્શી વાત છે..!..એક જ વાત માં કેટ્લાં લાગણી ભર્યાં સંબંધો નું આલેખન અને ખાસ તો પ્રિયા નું બલિદાન ..! ખરેખર એ એવી સ્ત્રી છે કે ત્યાગ ભાવના અને ફરજ ને સહજ્તા થી સ્વીકારી લે છે..અને પોતાનાં દર્દ ને ગૌણ બનાવી ફરજ નિભાવ્યે જાય છે..!

Pinki said...

sambandh kevo bandhai gayo lagni na bandhanma ane darek sambandhne uchit nyaay maLyo chhe te agatyanu chhe.....

jay bhatt said...

બહુ જ હ્રદયસ્પર્શી વાર્તા.. પ્રેમ અને લાગણીનું સ્વરૂપ ત્યાગભાવનાથી વધારે ઉત્કટ બને છે તે આનુ નામ

Anonymous said...

A beautiful story..Congratulation.

Vishwadeep.
www.vishwadeep.worddpress.com

kakasab said...

પ્રિયા માત્રુત્વ થી વંચિત ન રહી.. એણે મીરાનું સંતાન પોતાનું ગણીને માત્રુત્વ માણ્યુ, બાળક એની કુખેથી જન્મ ન લઈ શક્યુ પણ માઁ તો મેળવી શકયું.

Niraj said...

સુંદર વાત ને સુંદર શૈલી... હું પણ નિલેશભાઇની જેમ જ કહીશ કે પ્રિયા માતૃત્વથી વંચીત નથી રહી...

દાદા said...

Our home internet is not yet activated, as we have moved to a new house. I am using a library computer.
Very touching story.

pravina Avinash said...

'ચૂદડી' વાંચીને આંખમાં પાણી આવી ગયા.
ખૂબ સુંદર ભાવનાત્મક વાર્તા છે.

nilam doshi said...

નીતા, વાર્તા ખરેખર ખૂબ સુંદર છે. પણ મને લાગે છે..રજૂઆત હજુ વધુ સારી રીતે થઇ શકી હોત તો ચાર ચાંદ લાગી જાત. વાર્તા કળાની દ્રષ્ટિએ કહુ છું. હવે તું મિત્ર છે એટલે સાચી વાત જ કહું ને ?

નીલમ દોશી

Bhavin Gohil said...

હ્રદયસ્પર્શી વાર્તા.....

Thanx.....
BHAVIN GOHIL

shila kotecha said...

નીતા વાર્તા બહુ જ સરસ છે. કેવી રીતે તને આવડે છે આ બધુ?
કાંઈક અલગ જ છે આ વાર્તા..
તારી જેઠાણી શીલા

Neela said...

હૃદયસ્પર્શી કથા

Neeta said...

પ્રિય વાચક મિત્રો અને મારા જેઠાણી અને મારી પ્રિય સખી ઓ,

આપ સર્વે નાં પ્રતિભાવ માટૅ આપ સર્વે નો હ્રદય પુર્વક આભાર માનુ છુ.
બસ આમ જ મને પ્રોત્સાહન આપતા રહેજો.
અને હા મને સલાહ પણ આપતા રહેજો.
નીલમ બેન હુ હજી એક વિધ્યાર્થીની છુ.
એક સાદો પત્થર છુ,
આપ સર્વે જેમણે મને આપનાં હ્રદય માં સ્થાન આપ્યુ છે.
એમણે જ મને ઘાટ આપવા નો છે.
આપ સર્વે નાં પ્રતિભાવ ને મારા વંદન
નીતા

kapil dave said...

ખુબજ સુંદર

મારી તો આંખમાં આંસુ આવી ગયા

manthan said...

ખુબજ સરસ છે પણ છેલ્લી લાઈન પર નો સવાલ દિલ ને સ્પશી ગયો

ઊર્મિ said...

ખૂબ જ ભાવવાહિ વાર્તા... અને હું તો વાર્તા ય નહીં કહું... તમારા અંતરમાં કંડારાઈ ગયેલું સંબંધનું એક શિલ્પ! સંબંધોના સમીકરણ બહુ અટપટા હોય છે.. પરંતુ આવી રીતે માણવાનાં મળે તો પછી એની મધુર યાદો પણ ભીના ભીના કરી દેતી હોય છે! તમારી ભાભીનાં સપનાં મોટું થતા જોવાનો લાભ પણ ક્યારેક લેતાં રહેજો...! ક્યારેક એ સપનાંને પણ તમને મળીને ખૂબ જ આનંદ થશે!

અભિનંદન નીતાબેન !

ગદ્યસર્જન માટે 'સહિયારું સર્જન - ગદ્ય' બ્લોગ પર વિજયભાઈનો સંપર્ક કરી શકો છો... www.gadyasarjan.wordpress.com