Nawya.in

nawya

Saturday, September 13, 2008

થાય તો
.........................
મારી વ્યથામા તારુ હાસ્ય ભળે,
તો મારી પીડા માં વધારો થાય....

મારી આંખોમાં તારો ઇંતજાર ભળે,
તો મારા અશ્રુમાં વધારો થાય....

મુજ થી બહુ નજદીક છો તુ,
પણ તારાથી બહુ હુ દુર..

આ જુદાઈ માં જો થોડા સવાલ-જવાબ ભળે,
તો કદાચ સંબધ માં સુધારો થાય...
નીતા કોટેચા


8 comments:

Anonymous said...

Wah Wah! As i have said before, you are a great thinker and expressionist.

Preeti_Surat said...

सभी को सब कुछ नहीं मिलता,
नदी की हर लहर को साहिल नहीं मिलता !
ये दिलवालों की दुनिया है दोस्त ,
किसी से दिल नहीं मिलता .... तो कोई दिल से नहीं मिलता!!!!

But keep trying.....

Arvind Patel said...

खूबज सरस.

સુરેશ જાની said...

આમ થાય તો તેમ ...
તેમ થાય તો ગમે...
અને પેલું થાય તો ન ગમે...!!!!!
જેને જે થવું હોય તે થાય પણ મને તો ગમતું જ રહે , એ કેવુ?
'મેરા નામ જોકર ' નો સંદેશ યાદ કરો .
ભલે રડો પણ હસાવતા રહો. સુખની લ્હાણી કરાવતા રહો.

Unknown said...

આ જુદાઈ માં જો થોડા સવાલ-જવાબ ભળે,
તો કદાચ સંબધ માં સુધારો થાય...
આ પંક્તીઓ ગમી
યાદ આવ્યું આખું ગીત
શાને જુદાઈમાં જાય જનમારો
ચાલ ભૂલી જઈએ, એવું માની લઈએ
થોડો વાંક તારો ને, થોડો વાંક મારો
સાથે ગાળેલી એકેક ક્ષણને,
ભૂલવી છે તોયે ભૂલાયના
પૂછવા ચાહિયે હાલ દિલના,
કોઈને તો પૂછ્યું પૂછાયના
હાથને સોંપી, પાર રે ઉતરી,
શાને છોડ્યોતો કિનારો..
થોડી જીદને, થોડા અભિમાનમાં,
આપણે કેટલુંય ખોયું
પાણી વિણ લીલું ઝાડ કરમાતું,
આપણે તો જુદાઈમાં જોયું
પડછાયો છોડી, રહ્યા રણમાં દોડી,
ખોયો હૈયાનો ઉતારો..
પ્રજ્ઞાજુ

...* Chetu *... said...

સરસ.. ! અને દાદાની વાત પણ સાચી છે..

Unknown said...

ખૂબ સરસ છે દર્દીલું છે.

Unknown said...

so nice akhi j poem saras chhe..keep it