Nawya.in

nawya

Monday, January 20, 2014

વટાણાની બદલીમાં ઠાકોરજી કે ઠાકોરજીની બદલીમાં વટાણા

હવેલી ધર્મ માં ઠાકોરજી પુષ્ટાવેલા હોવા જરૂરી છે.જો ન હોય તો એ ઠાકોરજી ને ફક્ત એક રમકડુ કહેવામાં આવે છે. 
અને ક્યાંક બહારગામ જઈયે તો બીજાનાં ઘરે પધરાવવા જોઇયે અથવા સાથે લઇ જવા જોઇયે। હમણા એક વૈષણવને મળવાનુ થયુ. 
વાત વાત માં એમણે કહ્યુ "હુ બહારગામ જવાની છુ તો મારા ઠાકોરજીને મારા પડોસી ને ત્યાં પધરાવીને જઈશ." 
મે કહ્યુ" આ જમાનામાં વધારે કોઇને હેરાન ન કરાય,
તમે જેટલા દીવસ જવાના હો એટલા દિવસનાં બંટાજી ભરીને જાવ.  તો કહે ના એમને કંઇ તકલીફ નથી .
                       "હું પણ તો એમના વટાણા  એક વર્ષ માટે મારા ફ્રીજ માં રાખુ છુ ને,..  "


4 comments:

Anonymous said...



આવી વૈષ્ણવાતા તેમજ પ્રભુ પ્રત્યેના પ્રેમ ને શું કહેવું. મૌન પાળવામાં આમન્યા જળવાશે.

પ્રવીણા અવિનાશ

jjugalkishor said...

કાંઈ વાંધો નહીં...ભગવાન તો તુલસીપત્રે તોળાયા હતા જ ને ?! આમણે વટાણાથી તોળ્યા, બીજું શું !– જુ.

La Kant Thakkar said...


'માન્યતા'અંગત સ્વકીય જ હોય,તેજ કામ કરે. ('જનરલાઇઝેશન' કેમ કરી શકાય ?)!તેનેજ અનુસરાય તે સહજ ! એ બદલાય પણ સહજ સ્વાભાવિક,જ્યારે યથાર્થતા સમજાય.અન્ય કોઇ કહે:
"તમે કરો છો એ જ સારું સાચું નથી" તો?
-લા'કાંત / ૨૧-૧-૧૪

Unknown said...

bhagvan tolato hot to damadina bhave vahechai gayo hot
anil