Nawya.in

nawya

Sunday, October 14, 2007

14)
..

સિરીયલો ની રામાયણ
..

આજે ભારત માં કેટલા ઘર એવા છે કે જેમાના ઘરે સિરીયલ નાં સમયે ફોન કરવાની ના પાડવાં માંઆવી છે.ચોખ્ખા શબ્દો માં એમણૅ કહી દીધુ છે કે અત્યંત જરુરી કામ હોય તો જ ફોન કરવો. નહી તો પછી કરવો. અને સિરીયલો માં પાછી ચર્ચા ઓ થાય કે શુ સાચ્ચુ અને શુ ખોટ્ટૂ.
એક વાર એક બહેન મારા ઘરે કંકોત્રિ દેવા આવ્યા. ને કંકોત્રિ આપવાનુ કામ પતાવીને અમને કહે" જો વાંધો ન હોય તો star plus ચાલુ કરશો.""મે કહ્યુ "હા ચોક્ક્સ." અને ચાલુ થઈ કસૌટી જીંદગી કી। અને એમાં mr। bajaj bhai આજે મરવાના હતા. મે એમને પછ્યુ."આ સિરીયલ તો રાતનાં પણ આવે છે ને." તો કહે" હા બીજી વાર જોવી હતી.
"પાછુ મને યાદ આવ્યુ એટ્લે મે એમને પુછ્યુ" કે તમારી દીકરી કેમ છે ?" તો મને ઈશારા થી એમણૅ જવાબ આપ્યો થોડી વાર પછી આપણૅ વાત કરીયે. હુ એમને જોતી હતી અને તેઓ સિરયસલી સિરીયલ ને જોતા હતા. અને એમના મોઢા નાં જે હાવ ભાવ હતા. એ જોઈને મારુ b.p high થાતુ હતુ અને જેવો mr. bajaj મર્યો.અને જે એમણૅ નિસાઃશો નાખીયો છે મને એમ થયુ કે મારા ઘર માં કોઇ મરી ગયુ છે અને એ ખરખરે આવ્યા છે. ગજબ નાં હોય છે લોકો . અને ફક્ત બહેનો નહી પણ બહુ બધા ભાઈયો પણ આમાં શામેલ છે. સિરીયલ પતી પછી એઓ દુઃખી અવાજે બોલ્યા આવી જાજો હં લગ્ન મા.ઍક્તા બેન ને આ બધા સમાચાર કોણ આપે કે જો બહેન, લોકો ની હાલત.
એવુ જ આજે થયુ.મને કોઇક એ કહ્યુ કે બા બહુ બેબી જોવા જેવી સિરીયલ છે બધા એ સાથે બેસીને જોવા જેવી સિરીયલ છે.બહુ મજા આવે. ગુજરાતી ઓ નુ ઘર જ બતાવ્યુ છે. તો જોવાનુ ચાલુ કર્યુ. સાચ્ચે જ સારી હતી, પણ હવે આજે પ્રવીણા બહેન ને એમાં મારી નાખવામાં આવી. મે મારી દીકરી ને પુછ્યુ આ કેમ આવુ. તો કહે પ્રવીણા ને આ સિરીયલ છોડવી છે. બોલો હવે એણે સિરીયલ છોડ્વી હોય એટલે આપણૅ નવરાત્રી માં આ બધુ જોવાનુ.

સિરીયલ બનાવવાળા કેવા મન લઈને જનમતા હશે મને તો એ જ નથી સમજાતુ.


4 comments:

Unknown said...

સારું છે આ બધી સિરિયલોથી હું તો દૂર જ છુ. જોકે બીજી જોઉં છું પણ ન જોવા મળે તો અફસોસ નથી.

kakasab said...

સાચી વાત લખી, છેલ્લા 7 વર્ષથી આ ઘર ઘરની કહાણી બની ગઈ છે

Anonymous said...

સાચી વાત છે. આ સીરીઅલો વિશે તમે લખ્યુ છે તે.દરેક ઘર મા આજ વાતો થતી હોઇ છે.

Manthan Bhavsar said...

mara ghar ni paan aaj halat che,saru che maine adat nathi serial ni,i feel its like drug addict