કયુ વર્ષ સારું ગયું છે બહુ વર્ષો થી ,કે ૨૦૦૮ ની વાત કરીયે...
પણ હા આ વર્ષે જેટલું નુકસાન થયું એટલો જ ફાયદો પણ થયો...
કેટલાક દોસ્તો એ દગો આપ્યો તો કેટલાક નવા દોસ્તો મળ્યા..
કેટલાક સંબંધી ઓ દૂર થયા તો કેટલાક બહુ નજીક આવ્યા...
કેટલાક ખરાબ વિચારો આવ્યા તો સારાં વિચારો નાં સ્ટોક એ એનું રાજ ચાલવા ન દીધું..
બહુ ગુમાવ્યુ તો બહુ મેળવ્યું ..
તો કેમ કહુ કે ૨૦૦૮ ખરાબ ગયું..રોજ એક નવો સબક એણે સીખવ્યોં..
રોજ કાંઇક નવુ એણે દેખાળ્યું..દોસ્તો નાં સાચ્ચા ચહેરા એણે બતાળ્યાં..
કેમ કહુ કે ૨૦૦૮ ખરાબ ગયું...ના ૨૦૦૮ ખૂબ સરસ ગયું..
તો ચાલો પાછાં તૈયાર થઈ જાઈયે નવા તોફાન ની સામે લડવા..
બાકી ઉપર વાળો તો છે જ આપણી સાથે...
કોઈ ને કોઈ સ્વરૂપે આવી જ જાય છેં..
જે દોસ્તો એ સાથ આપ્યો એનો ખુબ ખુબ ઉપકાર..
અને જે દોસ્તો એ દગો દીધો એનો ખાસ ઉપકાર માનું છુ કારણ કે દુનિયા સાચ્ચી શું છે એ તો એમની પાસે થી જ જાણવા મળ્યું..
ચાલો તો હવે સ્વાગત કરીયે ૨૦૦૯ ની...
નીતા કોટેચા
Monday, December 29, 2008
ચાલો હવે સ્વાગત કરીયે ૨૦૦૯ ની...
Thursday, November 20, 2008
પરફ્યુમ ની બોટલ...
ભાભી તમને યાદ છે એ દિવસ ,જ્યારે મારા હાથ માં થી તમારી નવી આવેલી પરફ્યુમ ની બોટલ પડી ગઈ હતી ..
તમે સાગર બાબા ને મારી પાસે મુકી ને શાક લેવા ગયા હતા..અને તમારી એ ઉમર વળી કઈ વધારે હતી ..તમે એ તે ફકત ૨૧ વર્ષ નાં જ તો હતા.અને હુ ૧૯ ની. તમારો જન્મ દિવસ ની ભેટ, ભાઈ લઈ આવ્યા હતા...૨૦૦૦ ની એ બોટલ હતી ..તમે કેટલી વાર મને કહ્યુ ,જો તારા ભાઈ મારી માટે લાવ્યા
તમે એ દિવસે શાક લેવા ગયા હતા અને કહીને ગયા હતા કે, મને આવતા મોડુ થાશે..
સાગર રમીને થાક્યો અને સુઈ ગયો...હવે હુ નવરી પડી ..હવે શુ કરુ?
નવરું માણસ નખ્ખોદ વાળે ..એ કહેવત કદાચ ખોટી નથી..અને મે પણ એ જ કર્યું...
નજર ગઈ તમારી પરફ્યુમ ની બોટલ પર.. આને બાળ માનસ કહો કે કંઇક નવુ જોવાની લાલચ કહો પણ હુ મારી એ ઈચ્છા ને રોકી ન શકી ..મને થયુ કે જરા એની સુગંધ લઈ જોવ...અને એનું ઢાંકણું ખોલ્યું અને સાગર બાબા ઉઠી ગયો...અને ત્યાં બેલ વાગી ...બધુ એટલુ ભેગું થયુ કે હુ ગભરાઇ ગઈ ...અને જલ્દી જલ્દી એ બોટલ અંદર મૂકવા જતી હતી ત્યાં એ હાથ માં થી છટકી ગઈ ....અને કાચ ની બોટલ હોવાથી એનો ભુક્કો બોલાઈ ગયો...
દરવાજો ખોલીને જોયુ તો કુરીયર વાળો હતો...મે ધ્રૂજતા ધ્રૂજતા કુરીયર લીધુ...એ માણસ એ મને કહ્યુ "ક્યા બાત હૈ બહોત સુંગધ આ રહા હૈ.."
મને એટલો ગુસ્સો આવ્યો હતો એના પર..જ્યારે કે એણે એવુ કાંઇ નહોતુ કહ્યુ જે વાત પર ગુસ્સો કરીયે...
માંડ માંડ સાગર ને સાચવ્યો..જો સાગર ન હોત અને ખાલી ઘર સંભાળવાનુ હોત તો હુ ભાગી ગઈ હોત..
ત્યાં તમે આવ્યા..અને આવીને જોયુ કે ત્યાં પરફ્યુમ ની બોટલ ટુટેલી પડી હતી..તમારાં ચહેરા પર કેટલાં ભાવ આવ્યા અને ગયાં..
હુ માથું નીચું કરી ને ઊભી હતી...અને તમે મારી નજીક આવ્યા અને કહ્યુ" સવીતા તને લાગ્યું તો નથી ને..."
અને હુ તમને ભેંટી પડી ..અને ખુબ રડી ...મે માફી પણ માંગી..
પણ તમે કહ્યુ હવે રડ નહી પાગલ, બોટલ તો બીજી આવી જાય ..તારું હ્રદય ટુટે તો એને સાંધવા માટે નો દોરો અને સોઈ આ દુનિયામાં ક્યાંય ન મલે..
અને આજે એ વાત ને લગભગ ૪૦ વર્ષ થયાં સાગર બાબા નાં બાળકો ને હવે હુ સંભાળુ છું ...પણ તમે જે મારુ હ્રદય એ દિવસે જીત્યું એનાથી આપણે કદી અલગ ન થઈ શક્યા..કેટલાં એ જણા એ મને લાલચ આપી વધારે પગાર આપવાની..પણ તમને કેવી રીતે છોડી શકુ હુ આ તો હ્રદય નો સંબધ તમે બાંધી લીધો હતો..
નીતા કોટેચા
Wednesday, November 12, 2008
e -otlo
મને આજે ઠીક નથી લાગતું...નીતા એ કહ્યુ..
કેમ શુ થાય છે? સાસુજી એ પૂછ્યું...
ખબર નહી ગભરામણ થાય છે..બેચેની લાગે છે..નીતા એ કહ્યુ..
જા dr. પાસે જઈ આવ...સાસુ જી એ કહ્યુ..
ના આજે નહી, જોવ છુ કાલ સુધી ઠીક નહી લાગે તો જઇ આવીશ...નીતા એ કહ્યુ...
અને એ થોડી વાર બ્લોગ્સ લખવા માટે કોમપ્યુટર પર બેઠી..
એને એમ થયુ કે જરા જોઈ લઈ કોના mail આવ્યા હોય તો ..
અને જેવી onliine થઈ કે વાત કરવા વાળાઓ ની લાઈન લાગી..
અને ચાલુ થૈ વાતો...એટલી વાતો કે ૨ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી..
જ્યારે કોમપ્યુટર બંધ કર્યું ત્યારે નીતા ને ખબર જ ન હતી કે થોડી વાર પહેલાં એને ઠીક નહોતુ લાગતુ...
વરજી ઘરે આવ્યા...
બધાને પુછ્યુ બધા મજામાં ને?
સાસુજી બોલ્યાં આમ તો મજામાં પણ નીતા ને સવાર ના ઠીક નહોતુ લાગતુ...પણ પછી સારું છે બધા સાથે પંચાત કરી લીધી એટલે...
વરજી એ હસીને જવાબ આપ્યો...બા ઘરમાં શાંતિ જોઈયે છે ને...કરવા દ્યો એને પંચાત...બધી સ્ત્રીઓ માટે આ ખુબ જરૂરી છે ..એનાથી જ એની તબિયત સારી રહેશે...
અને નીતા મલકાણી અને બોલી હે પ્રભુ તે મને કેટલો સારો વર આપ્યો છે કે જે મને સમજે છેં...
અને એક સહેલી ની વાત યાદ આવી કે નીતા પહેલા લોકો પંચાત કરવા ઓટલે બેસતા અને હવે આ e -otlo છે જેના વગર ન જીવી શકાય...
નીતા કોટેચા
હાસ્ય કથા મા પોતાનુ જ નામ લખાય એવુ મારુ માનવુ છે....
તો કોઇ એમ ન સમજતા કે પોતાની અંગત વાત કેમ બ્લોગ માં મુકી..
આ એક હાસ્ય કથા છે અને plss મે પહેલી વાર હિંમત કરી છે તો સાથ આપજો ...
Tuesday, November 11, 2008
દોસ્ત
મારી સમજ
તો દોષ તને જ કેમ
ભ્રમ
એકલો અટુલો હુ મારી જિંદગી નો મુસાફીર બની ગયો...
તારો સાથ હતો છતાં, હુ એકલો રહી ગયો..
કહે છે લોકો મને, કે તુ પ્રેમ કરે છે મને બહુ ,
છતાં એ માનવા મારો ભ્રમ ઓછો પડી ગયો...
કદાચ મારો જ પ્રેમ ઓછો હશે
એટલે જ .
સાથ આપણો અધવચ્ચે જ ટુટી ગયો
નીતા કોટેચા
Tuesday, November 4, 2008
નક્કી છેં..
કુદરત કામ કરે છે એ નક્કી છે...
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે....
જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે....
ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે એ નક્કી છેં...
સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....
નીતા કોટેચા...
Thursday, October 23, 2008
દિવાળી
મારે ઘરે એક બહેન વર્ષો થી કામ કરે છેં...હમણાં એમણે એમનાં દીકરાનાં લગ્ન કર્યા...વહુ દેશ ની છેં..એણે ત્યાં ખેતરમાં બહુ કામ કર્યુ છેં..એટલે અહીંયાં બધાનાં ઘરનાં કપડાં,વાસણ કરવા એટલે એક નવી દુનિયા હતી એના માટે...
હમણાં દિવાળી માં આપણે ગુજરાતી ઓ મંડી પડીયે ઘરની સફાઈ માટે..ઘરનો એક એક ખૂણો સાફ કરીયે...પણ એ વહુ માટે આ એક અચરજ હતું..કે આપણે તો રોજ સાફ કરતા જ હોઈયે ને તો દિવાળી મા કેમ આટલું બધું કરો...મે મારાથી થયુ એટલુ મે એને સમજાવ્યું કે નવું વર્ષ શરૂ થાતુ હોય ,ચોપડા પુજન હોય..લક્ષ્મીજી ની પૂજા હોય...એટલે કરવાનું હોય...
પણ એણે ચર્ચા કરવાનું માંડી વાળ્યું અને પોતાનાં કામ પર ધ્યાન આપ્યું॥એક દિવસ સાંજે ૬ વાગે મારે ઘરે આવી મને કહે "ભાભી જલ્દી કંઇક જમવાનું આપો..મને બહુ ભૂખ લાગી છેં..
મે કહ્યુ પણ તે આટલી વાર ખાધુ કેમ નહી ??
તો કહે "આજે એક ઘરનું દિવાળી નું કામ કરવાનું હતુ। સવારનાં અગિયાર વાગ્યા થી એમનાંઘરે કામ કરું છું પણ એક કપ ચાહ નું પણ ન પૂછ્યું..અને એમાં પાછાં સાસુ વહુ જગડે માથું દુખી ગયું, ભૂખ્યા પેટે એમનાં ઝગડા સાંભળીને..."
મને કહે "હે ભાભી તમે મુંબઇ વાળા ઓ ઘરની સફાઈ કરો એમ મન અને મગજ ની પણ કરી નાખતા હો તો..અને એ એનાં ખાલી પેટને ભરવા માં ખોવાઈ ગઈ..એને ખબર ન હતી કે એણે કેટલી મોટી વાત કહી દીધી...
કેટલી સાચ્ચી વાત છેં.....આપણે જૂના ઝગડા નથી ભૂલતા..આપણે વર્ષો પહેલાની વાત નથી ભૂલતા..જો મન અને મગજ ની સફાઈ થતી હોત તો કેટલું સારું..જેમ ઘર માં લાગેલ મેલ ધોવા પછી દેખાતો નથી એમ મન અને મગજ નાં મેલ ધોવાતા હોત તો કેટલું સારું થાત...
મને એની વાત સાંભળીને એમ થયુ કે મહાન કોને કહેવા...? જે વાણી વર્તન અને વિચાર, વિચારી ને સારા બતાવે એને કે પછી જેનાં મનમાં પોતે જ આવા વિચારો આવતા હોય તેને???
જેનાં બેંક માં લાખો રુપીયા પડયા હોય એને કે પછી જે બીજા નાં ઘરનાં વાસણ કપડા કરીને પણ આવા વીચારો ધરાવતુ હોય એને????
તો ચલો મિત્રો,
આપણે પણ આજે નક્કી કરીયે કે આપણે પણ બને ત્યાં સુધી મન અને મગજ ની સફાઈ કરી શકીયે..અને ઘર નાં આંગણાં માં દીવો થાય કે નહી પણ કોઈક નાં હ્ર્દયમાં દીવો કરીયે...
આપણે કોઈ અનાથ આશ્રમ કે વ્રુધ્ધાશ્રમ જવાની જરુર નથી કદાચ ત્યાં આપણું આપેલું બહુ ઓછું લાગશે...પણ આપણે આપણાં જ કુટુંબ માં એવા લોકો ને ગોતીયે કે જે હતાશા ની ખાઈ માં ગરકાવ થઈ ગયાં હોય..એને જઈને હૂંફ આપીયે..
એમને એમ લાગશે કે મારુ કે કોઇક છે આ દુનીયામાં ...એનાથી આપણે એનાં જીવન માં દીવો પ્રગ્ટાવ્યો કહેવાશેં...
તો ચલો
પ્રેમ રુપી માચીસ થી લાગણી રુપી દીવો પ્રગટાવીયે...
અને દિવાળી અને નવા વર્ષ નું સ્વાગત કરીયે....
નીતા કોટેચા તથા પરીવાર તરફ થી
બધાને દિવાળી ની ખુબ શુભકામના
અને નવુ વર્ષ ખુબ ખુબ લાભદાઈ નીવડે એવી પ્રાર્થનાં....
નીતા કોટેચા
Tuesday, October 21, 2008
..........................
કાંટો થી ભરેલો પાલવ,
કોઈનો હોતો નથી....
અને
ફૂલો થી ભરેલી રાહ ,
જિંદગી ની હોતી નથી...
આંસું વગર ના નયનો,
કોઈનાં હોતા નથી...
અને
ઉદાસી વગર નું
હાસ્ય કોઈનું હોતુ નથી...
વિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે..
છતા પણ
સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી...
નીતા કોટેચા...
Friday, October 17, 2008
એક નાની દીકરી ની માતા મૃત્યુ પામી॥ત્યારે એ રડતા રડતા એની મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે લખાયેલી એક વાત.................
.......................
જે દુનિયાને છોડી ને ગઈ એ ભલે કોઈક ની પત્ની
કોઈક ની બહેન
કોઈક ની દીકરી
અને કોઈક ની વહુ હતી..
પણ હે માતા તુ કેમ ગઈ ???
તારી દીકરી ને આ બેદર્દ દુનિયાનાં ભરોસે મૂકીને જીવ કેમ ચાલ્યો તારો જવાનો...
રસ્તો ઓળંગતા કેટલું તુ એને સંભાળતી,
અને પ્રેમ થી કેટલું તુ એને સમજાવતી,
કેટલું પ્રેમ થી તુ એને કોળીયા ભરાવતી, અને કેવા પ્રેમ થી તુ એને લાડ લડાવતી...
આજે કોના ભરોસે નોધારી મુકીને તુ ચાલી ગઇ...
જો એ પણ કહે છે રડતા રડતા...
મમ્મી મને પણ plsss સાથે લઈ જા..
તોય કેમ આજે તુ પીગળતી નથી???
નીતા કોટેચા
Saturday, October 11, 2008
...............
હે મૃત્યુ દેવતા , જરા દરવાજો ખટકાવીને આવજે..
ઓચીંતા નો મહેમાન બનીનવ આવી ન જતો...
દોસ્તો ને દૂર કરવાનો સમય દેજે..
દુશ્મનોને પ્રેમ કરવાનો સમય દેજે...
જેટલુ ખોટુ કર્યુ છે જીવનમાં
થોડું સરખું કરવાનો સમય દેજે..
લોકો જે દૂર થયા છે,
એની પાસે જવાનો સમય દેજે...
અને પ્રેમ, હૂંફ અને લાગણી જેવું કાંઇ છે જ નહી
આ દુનીયામાં
એ મન ને મનાવવાનો સમય દેજે....
નીતા કોટેચા
Thursday, October 9, 2008
.............................................................
તારા દોસ્તોની યાદીમાં મારું નામ ક્યાંય દેખાતું નથી,
અને
મારા હ્રદયમાં થી તારું નામ ભુસાતુ નથી...
આ કેવી દોસ્તી છે મારી મને ખબર નથી
કે તને હું યાદ આવતી નથી
અને તુ મને ભુલાતી નથી...
સમજણ જ નથી કદાચ તને પ્રેમ ની
અને હ્રદયની વ્યથાની,
કારણ
તું કોઈને હ્રદયમાં સજાવતી નથી..
અને તોય કોઈનાં હ્રદયમાથી નીકળતી નથી.....
Saturday, September 27, 2008
આજે પ્રાચી એ નક્કી કર્યું હતું કે કાંઈ પણ થાય આજે તો પપ્પા ને કહી જ દેવું છે કે હું, સુનીલ ને પ્રેમ કરું છું અને એના વગર હું જીવી નહી શકું..
ભલે અલગ નાત છે તો શું થયું?
પ્રેમ થોડી નાત જોઇને થાય...અને સુનીલ મને પ્રેમ પણ કેટલો કરે છેં....
અને એ ઘર તરફ રવાનાં થઈ ....ઘરે પહોંચીને એણે જોયુ કે મમ્મી એની સત્સંગ ની સીડી જોતી હતી.હવે તો કલાક કાંઇ નહી બોલાય...મમ્મી નો નિયમ હતો કે એ, જ્યારે સીડી જોતી હોય ત્યારે એ કોઈનું કામ પણ નહી કરે અને કોઇએ વાતો પણ નહી કરવાની...અને મમ્મી નો નિયમ ન માનવાની હિંમત હજી પપ્પા એ પણ નથી કરી તો હું શું?
એ પણ ચુપચાપ મમ્મી ની બાજુમાં બેસી ગઈ॥મમ્મી એ કહ્યુ જો આજે કોલેજ નાં છોકરાઓ સાથે જ એમનું પ્રવચન છેં..આવ તને પણ કામ લાગશે..પ્રાચી વિચાર કરતી હતી કે મમ્મી ને કેમ સમજાવે કે એનું શરીર ત્યાં હતુ પણ મન તો સુનીલ માં હતું....
ત્યાં મમ્મી નાં બાવાશ્રી બોલ્યા" બાળકો, હુ તમને એ નહી પુછું કે તમારાં માથી કેટલાં બાળકો પ્રેમ માં પડેલા છે....
કારણ કે બધાં ને જ પ્રેમ હશે એ મને ખબર છેં ....
હુ તમને બધાને ફકત એટલુ જ કહીશ કે પ્રેમ કરો એનો વાંધો નહી,
પણ આપણે જ્યારે એક કૂતરો ખરીદવા જાઈયે છેં ત્યારે એની પણ જાત જોઈયે છેં...
કોઇ વ્યકતી ઘોડા પર પૈસા લગાડે તો એના દાદા પરદાદા બધાની પુચ્છા કરે...
પછી પૈસા લગાવે...
તો આપણે જેનાં નામે આપણું જીવન કરવાના છીયે એની નાત જાત એન ઘર વાળા ઓ બધાની જાણકારી મેળવી ને પછી પ્રેમ મા પડીયે તો કેવું સારું રહેશેં...
એવુ ન થાય કે જે માતા પિતા એ તમને ફૂલ ની જેમ મોટી કરી એ જ માતા પિતા એ એ જોઇને રડવુ પડે કે કોઇક એનાં ફુલ ને કેવુ મસળે છેં
માતા પિતા ની મદદ લ્યોં...
કોઈ માતા પિતા દીકરી ની ખુશી ની વિરુધ્ધ ન જાય॥પણ એ તમને કમસેકમ સાચ્ચો રસ્તો જરૂર ગોતવામા મદદ કરશે...
આવી બહુ બધી વાતો કરી ને મહારાજ ચુપ થઇ ગયાં..
મમ્મી એ ઉભા થઈને સીડી બંધ કરી॥અને પ્રાચી ને કહ્યુ "હવે બોલ તારી માટે શું નાસ્તો બનાવું।"..
પ્રાચી વિચારો માં ડૂબેલી હતી...
મમ્મી કાઈ બોલ્યા વગર રસોડાં માં ગઈ...
પણ પપ્પા ની નજર થી પ્રાચી નું વિચારો માં ખોવુ છાનુ ન રહ્યું .. એ પ્રાચી ની બાજુમાં બેઠા.. અને એના હાથ પર પોતાનો હાથ રાખીને કહ્યુ "પ્રાચી તારે મને કાંઇ કહેવું છેં બેટા"
અને પ્રાચી ની આંખો છલકાઈ ગઈ॥"પપ્પા મારા સુનીલ માં કાંઇ ખોટ નથી" આટલું કહીને એણે બધી વાત પપ્પાને કહીં...
પપ્પા એ કહ્યુ "પ્રાચી મને મોકો આપીશ એને ચકાસવાનો?
પ્રાચી એ કહ્યુ "હા પપ્પા તમને બધી છુટ છેં."
પપ્પા એ હસીને કહ્યુ "હમણા નાસ્તો કરીયે, આ બધી વાત કાલે વિચારશું...
પ્રાચી રાજી થઈ ગઈ॥ કે પપ્પા એ નાત અલગ હતી એનો વાંધો ન ઉઠાવ્યો। બાકી તો એને ભરોસો હતો કે સુનીલ માં કાંઇ ખોટ હતી નહી...
રાતનાં પ્રાચી અને પપ્પા જમવાનાં ટેબલ પર બેઠા હતાં,ત્યારે પપ્પા એ પ્રાચી ને પુછ્યુ"પ્રાચી તુ એના ઘરે જઈ આવી છોં?
પ્રાચી એ કહ્યુ "ના પપ્પા, બે વાર નક્કી કર્યુ અને બે વાર સુનીલ ને ઓચીંતા નું બહાર જવાનું થયુ ॥એમા રહી ગયું..."
પપ્પા એ કહ્યુ" વાંધો નહી બેટા॥હવે જેમ હુ કહુ એમ તુ કર...સુનીલ ને કાલે એ કોલેજ માં પહોંચે પછી ફોન કર કે, તને ઠીક નથી એટલે તુ કોલેજ મા નહી આવી શકે ..એ તારી રાહ ન જોવે"
પ્રાચી ડરી ગઈ કે શું પપ્પા એની કોલેજ જ બંધ કરાવી નાખશે કે શું?
પ્રાચી નાં મોઢા નોં ડર જોઈને પપ્પા હસ્યા॥"ચીંતા નહી કર તારી કોલેજ બંધ નહી કરાવું"
પ્રાચી માની ન શકી કે પપ્પાને કેવી રીતે ખબર પડી કે હુ આ વિચારતી હતી॥પણ એ પણ હસી કે કદાચ આને જ માતા પિતા કહેવાય કે જેને બધી જ ખબર પડી જાય કે એમનાં બાળકો નાં મનમાં શું ચાલે છેં।?
બીજાં દિવસ ની સવાર થઈ ॥પપ્પા પ્રાચી ને ઉઠાડવા આવ્યાં "પ્રાચી ઊઠ ,કોલેજ નથી જવું કે।?
પ્રાચી ને અચરજ થયુ કે પપ્પા એ તો કાલે ના પાડી હતી ॥હવે શું થયું પાછું???
પપ્પા એ કહ્યુ "ઉઠ પ્રાચી આજે તારા સુનીલ ની પાછળ પાછળ આપણે બન્ને ફરશું..અને હસવા લાગ્યાં..
પ્રાચી ને અચરજ પર અચરજ થાતુ હતુ કે પપ્પા આ શું કરે છે?
પણ એણે પપ્પાને વચન આપ્યુ હતુ કે એ કાંઇ સવાલ નહી પુછે અને કોઈ પણ વાત માટે ના નહી પાડે...
એ તો તૈયાર થઈ ને પપ્પા સાથે ચાલી નીકળી...
કોલેજ માં પહોચીને તેઓ બન્ને જણા કોલેજ ની બહાર ની હોટલ માં બેઠા કે જ્યાથી કોલેજ માં થી કોણ આવે છે જાય છેં બધું દેખાય...
થોડી વાર માં સુનીલ નો ફોન આવ્યો કે પ્રાચી તુ સાચ્ચે જ કોલેજ નથી આવવાની?
પ્રાચી એ કહ્યુ "હા સુનીલ મને ઠીક નથી"
થોડી વાર બેઠા ત્યાં સુનીલ ને બહાર નીકળતા, પ્રાચી એ જોયો॥પ્રાચી એ પપ્પાને કહ્યુ "જુઓ ઓલો સુનીલ છે પપ્પા..
પપ્પા એ ધ્યાન થી એને જોયો જાણે પીક્ચર નો કોઇ હીરો જ જોઇ લ્યો...પપ્પા એ હસીને પ્રાચી સામે જોયું॥
પ્રાચી ખુશ થઈ ગઈ કે ચલો દેખાવમાં પણ પપ્પા ને સુનીલ ગમ્યો॥
સુનીલ આગળ આગળ ચાલવા લાગ્યો એ ભેગાં પપ્પા ફટાફટ બીલ ચુકવીને પ્રાચી નો હાથ પકડીને સુનીલ થી થોડે દુર ચાલવા લાગ્યાં...
પ્રાચી ની જ એક friend। સુનીતા, સુનીલ ને મલી ...
એ લોકો નાં હાથ નાં ઇશારા થી એવુ લાગતુ હતુ કે એ પ્રાચી નાં વિષે પુછતી હતી॥અને જ્યારે સુનીલ એ કહ્યુ એ આજે નથી આવવાની...
ત્યાં સુનીતા એ એનો હાથ પકડ્યો અને બન્ને જણા હાથ માં હાથ નાખીને ચાલવા લાગ્યા...
પ્રાચી માટે આ એક બહુ મોટો આઘાત હતો...
પપ્પા એ પ્રાચી નો હાથ પકડીને આશ્વાસન આપ્યું..
હવે પ્રાચી ને સુનીલ પાછળ નહોતુ જવું।
પણ પપ્પા એ કહ્યુ ના પ્રાચી આજનો દિવસ તો મે મારી દીકરી નાં ભવિષ્ય માટે જ રાખ્યો છેં...ચાલ હજી જોઇયે એને.."
કમને પ્રાચી પપ્પા સાથે ચાલવા લાગી...
પપ્પા વિચારતા હતા કે આ એક વાત માટે તો દીકરી, સુનીલ તને કહી દેશે કે સુનીતા એ જબરદ્સ્તી મારો હાથ પકડ્યો અને તુ પાછી એને માફ કરી દઈશ। આજે તો સુનીલ નો પીછો હુ મુકીશ જ નહી...
ધીરે ધીરે સુનીલ અને સુનીતા ચાલતા હતા॥અને ધીરે ધીરે પપ્પા અને દીકરી ચાલતા હતા...
થોડે દુર જઈને સુનીતા અલગ થઈ॥અને સુનીલ ડાબી બાજુ વળી ગયોં...
પપ્પા ને અચરજ થયું કે આ બાજુ તો ઝુપડપટ્ટી એરીયા ચાલુ થતો હતો ॥અહીંયાં સુનીલ ક્યાં જતો હશેં?
પણ તેઓ કાંઇ ન બોલ્યાં॥ચુપચાપ પ્રાચી ને લઈને ચાલવા લાગ્યાં...
પ્રાચી ને પણ બહુ અચરજ થયુ કે સુનીલ અહીયા કોના ઘરે જાય છેં॥
અને એ એક ઝુપડા માં ચાલ્યો ગયોં...
પ્રાચી એ કહ્યું કે "હવે તો ચલો પપ્પા ઘરે જઈયે ..અહીયા એ કોઇ friend નાં ઘરે આવ્યો લાગે છેં..."
પપ્પા એ હસીને કહ્યુ "ના પ્રાચી ,એને ત્યાંથી બહાર આવવા દે...આજે તો મારે જોવુ છે કે એ શું કરે છે આખો દિવસ?"
પ્રાચી એ કહ્યુ "ભલે પપ્પા.."
અને લગભગ એ લોકો કલાક જેટલા ઉભા, પણ સુનીલ બહાર ન આવ્યોં..
એટલે પપ્પા પ્રાચી ને લઈને એ ઝુપડા પાસે ગયાં..
ત્યાં જઈને એ જ ઘર ની બાજુનાં ઘરમાં પપ્પા એ પુછ્યું કે "યહા સુનીલ કહા રહેતા હૈ?"
પ્રાચી ને બહુ ગુસ્સો આવ્યો કે, અહીયા ક્યાં સુનીલ રહે છેં।પપ્પા પણ શું॥કાંઇ પણ પુછે છેં...
ત્યાં તો એ બહેન એ જવાબ આપ્યો "યે ઇધર હી .. બાજુ કે ઘરમે..અભી હી આયા થોડી દેર પહેલે કોલેજ સે..
અને પ્રાચી ને એમ થયુ કે એ હમણા જ ત્યાં પડી જશેં...
પોતાનું નામ સાંભળીને સુનીલ ઘરમાં થી બહાર આવ્યો...
એણે ખાલી હાફ પેંટ પહેરી હતી...એનાં એક હાથ માં ગ્લાસ માં દારુ જેવુ કાંઇક હતું..અને એક હાથ માં સિગરેટ હતી...
પ્રાચી નાં માનવામાં ન આવ્યું કે આ એ જ સુનીલ છે કે જેને એ રોજ મળતી હતી...
પ્રાચી રડવા લાગી...પપ્પા એ એને ચુપ કરાવી...
અને સુનીલ ને કહ્યુ "તે આટલો વખત મારી દીકરી ને બધું ખોટું બોલીને ભરમાવી...પણ હવે યાદ રાખજે જો એની જિંદગી માં પાછો આવ્યો છે તો હુ કાંઇ પણ કરતા નહી અચકાઉ॥આ એક દીકરી નો બાપ બોલે છે એ યાદ રાખજે..."
રડતી દીકરી ને લઈને પપ્પા ઘરે આવવા નીકળ્યાં પણ એમનાં ચહેરા પર એક સંતોષકારક મુસ્કરાહટ હતી કે પ્રાચી હમણાં ભલે રડે પણ આખી જિંદગી નાં રડવામાં થી બચી ગઈ.....
Tuesday, September 23, 2008
.............................
અને
આંખો થી જે દુર હોય એની જ કમી લાગે વધારે....
હોંઠ પર જેનુ નામ હોય હંમેશા
એ જ તરસાવે વધારે....
અને
વિચારો માં જે રમતુ હોય હંમેશા
એ જ આંખો માં અશ્રુ લાવે વધારે....
પાસે નહી અને દુર પણ ન હોય
એજ પીડા આપે વધારે....
હ્રદય નાં હર ધબકારે જે પીડા જ આપે..
એ જ જીવાડે વધારે...
બદદુઆ પણ નીકળતી નથી એ દગાખોર દોસ્ત..
કારણ
પ્રભુ પછી યાદ કર્યુ છે , તને જ વધારે...
Thursday, September 18, 2008
સપના
..........................
સપનાઓ ને આજે શણગાર સજાવ્યાં,
હાસ્ય ને બેસાડ્યુ હિંડોળે...
મનને મુકી દીધુ માળવે થોડી વાર,
અને દુનીયા ને કરી દીધી દુર...
સપના મે સજાવ્યાં તારી સાથે,
અને હાસ્ય ફર્યુ ચારે કોર....
ત્યાં તો મનનાં હીબકા નો અવાજ સંભળાયો,
અને દુનીયા ઘેરી વળી જાણે પુર..
સપનાઓ પણ તુટી ગયા આજે પાછા,
અને હાસ્ય પલટાણુ રુદન માં પાછું..
પાછુ મન ગયુ વિચારો નાં વમળ માં,
અને દુનીયા થી થઈ ગઈ હુ દુર॥
નીતા કોટેચા
Saturday, September 13, 2008
.............................................................
આ લેખ માં જોડણી ની ભુલો બહુ હશે ...કારણકે લેખ બહુ મોટો છે..અને આટલા મોટા લેખ માટે હુ કોઇને પણ હેરાન ન કરી શકુ..તો મારા બ્લોગ ને plsss। ભુલો સાથે અપનાવી લેજો..
વિશાલ મોનપરાનું ઓનલાઇન પ્રમુખ ટાઇપપેડ સાથે ઇન્ટીગ્રેટેડ અક્ષર સ્પેલચેક આવી ગયું છે...મને સોનલ બેન એ કહ્યુ હતુ।એટલે મને ખબર છે પણ હમણા બહુ દિવસ થી એ મારા કમપ્યુટર માં નથી ચાલતુ,એટલે ચેક નથી થાતુ...માફ કરશો મિત્રો......
જ્યારે કોઇનો પણ mail આવે કે અમારા બ્લોગ ને ૧ વર્ષ પુરુ થયું..ત્યારે મને એમ થાય કે આપણા બ્લોગ ને વર્ષ પુરુ થાય એમાં બધાને શું કહેવાનુ હોય..
પણ જ્યારે મારા બ્લોગ ને આજે એક વર્ષ પુરુ થયુ ત્યારે મને ખબર પડે છે કે શું લાગણીઓ થાય છે મનમા...
એમ લાગે છે કે મારા પોતાના બાળક નો પહેલો જન્મદિવસ હોય એટલી ખુશી થાય છેં.. ....
લગભગ આઠમા ધોરણ માં ભણતી ત્યારે લખવાનુ શુરુ કર્યુ હતુ.
નાની શાયરી ઓ કે જે હિન્દી મા અને ગુજરાતી મા લખતી...પણ હુ, મારુ પુસ્તક અને મારુ પોતાનુ ખાનું ,અને એ ખાનુ પણ કેવુ ખબર? હરતુ ફરતુ..હા અલગ ખાનુ તો નહોતુ મલતુ અમને બધા ભાઈ બહેનો ને..પણ મે એની માટે એક રસ્તો ગોત્યો હતો અને એ હતી એક નાની બેગ...જેને હુ લોક કરીને ચાવી મારા ગળા નાં દોરા માં લગાડી ને ફરતી..વધારે મા વધારે મમ્મી વાંચતી...અને ખુબ વખાણ કરતી...
એટલે વધારે પ્રોત્સાહન મલતુ..
પછી લગ્ન થયાં એટલે વરજી ને સંભળાવાનુ ચાલુ કર્યુ..
બહુ વાર વાંચીને મસ્તી કરે કે નીતા મારી સાથે લગ્ન થયા એના કરતા કોઇ તારા જેવુ ,લખવા વાળા સાથે થયા હોત તો બહુ મોકા મલત તને....
એટલે હુ જવાબ આપુ કે આ તો તમે નથી લખતા એટલે મારુ લખેલુ વાંચો છો..
નહી તો મારી હાલત અભીમાન પિક્ચર ની જયા બચ્ચન જેવી થાત...
અથવા તમે પણ બધા ની જેમ ખાલી મારી જોડણી ની ભુલો જ શોધત..
અને હસીને વાત પુરી કરીયે...
હવે એમને કેમ સમજાવુ, કે એમને નથી આવડતુ એટલે તો મારા લખાણ ને વખાણે છે...નહી તો ...
.મારી બન્ને દીકરી ઓ પણ એટલા જ પ્રેમ થી મારી બધી રચના ઓ વાંચે અને ખુબ રાજી થાય કે મમ્મી તને કેવી રીતે આવુ બધુ આવળે છે..ખુબ પ્રોત્સાહન મળે એમનાં મોઢે થી આમ સાંભળીને...
અહિયા મને સોનલબેન વૈધ(s.v), નીલમ દીદી,નીલા દીદી, પ્રવીણા બેન(સખી), ચેતના બેન , પ્રીતી ,દિગીશા,પ્રજ્ઞાજુબેન વ્યાસ ,સુરેશ દાદાજી,રાજેન્દ્ર અંકલ....
જેમના પણ નામ ભુલાઈ જાય plsss ખરાબ ન લાગાડતા...કારણકે કોઈને દુઃખ હુ સપના માં પણ ન પહોચાડુ..તો હકીકત માં તો બહુ દુર ની વાત છેં...
જેમ જેમ નામ યાદ આવતા જશે add કરતી જઈશ...
ચંદ્રવદન ભાઈ.,વીજય ભાઈ
અને online નાં બહુ બધા મિત્રો મલ્યા કે જેમણે મને બહુ પ્રેમ આપ્યો...
બધાનાં પ્રેમ માટે આભાર નહી માનું..પણ એટલુ જરુર હક્ક થી કહીશ કે આવો જ પ્રેમ અપતા રહેજો.. અને હા સૌથી વધારે હુ મંથન ભાવસાર નો ઉપકાર માનીશ કે મારા બધા બ્લોગ્સ સરખી રીતે શુરુ કરવા પાછળ એનો સૌથી વધારે ફાળો છે..જો એ મદદ ન કરત તો કદાચ હુ આટલો સુંદર રીતે બ્લોગ ચાલુ જ ન કરી શકત...
આપનાં આશીર્વાદ ચાહુ છું કે બસ આ જ ક્ષેત્ર માંહુ ખુબ જ આગળ વધી શકુ...
આ જુદાઈ માં જો થોડા સવાલ-જવાબ ભળે,
Tuesday, September 9, 2008
કોને ફરિયાદ કરીએ?
..............................
આભ જ તૂટે ત્યારે કોને ફરિયાદ કરીએ
દરિયો જો ગાંડોતૂર થાય, તો કોને ફરિયાદ કરીએ?
ગુંજન અને કલરવ સાંભળવાનાં શોખીન છીએ અમે,
પણ પક્ષી રિસાય, તો કોને ફરિયાદ કરીએ?ઋણાનુબંધ બાકી હશે, એ બધાં સાથે નિભાવવું જ પડશે,
પણ જો શ્વાસ જ રિસાય તો કોને ફરિયાદ કરીએ?નીતા કોટેચા
Saturday, September 6, 2008
મારે અલગ જીવવુ છેં..
ઝાકળ ના બિંદુ થી બનાવેલા, સરોવરમા મારે નહાવું છે.
સપનાંની બનાવેલી દુનિયામાં મારે જીવવું છેં.
પ્રેમ ના લેબલ લગાવીને, વાસના સંતોષાય છે ચારે કોર,
તો પણ મારે તો રાધા ક્ર્ષ્ણ જેવાં પ્યાર માટે જીવવું છે.
હયાતી મારે જ મારી નથી જોતી હવે તો,
આ જિંદગી નામના નરક માથી મારે બચવુ છેં.
મિત્રતા તો મરી પરવારી છે જાણે અહીંયાં તો,
તો પણ ક્રુષ્ણ સુદામા જેવા, અનુભવો મારે જીવવા છેં.
રક્ષાબંધન નો ત્યોહાર જાણે, નામનો રહી ગયો છેં,
તો પણ સુભદ્રા બનીને ક્રુષ્ણ ને, ભાઈ બનાવવો છે.
દુનિયા થી હું અલગ છૂ થોડી, મને પણ ખબર છેં.
તોય કળી યુગ માં સત યુગ ના, સપના મારે જોવા છે.
નીતા કોટેચા
Wednesday, September 3, 2008
ખુબ જ આંનદ થયો કે, બાપુનાં હસ્તે પુસ્તક્નું વિમોચન થયુ કે, ઘરે બેઠા માણવાનો મોકો મલ્યો...
બદલાવ ની આશા
અઢી વર્ષ પહેલાની વાત છે। અમારાં ઘર થી થોડી દૂર એક પરિવાર રહેતું હતું. જેમાં એક દીકરો, અને બે દીકરી અને બે માણસ પોતે॥વૈષ્ણવ પરિવાર હતું. દીકરો સૌથી નાનો..કામકાજ સારું ચાલતું હતું.
આજ દિવસો હતા જ્યારે જૈનો નાં પર્યુષણ અને વૈષણવો નો શ્રાવણ મહીનો ચાલતો હોય્.લોકો દિલ ખોલીને દાન ધર્મ કરે..ત્યાં સાંભળવા મલ્યુ કે એ વૈષ્ણવ પરિવારનાં ભાઈ એ જૈન ધર્મ ની અઠ્ઠાઇનાં પચ્છખાણ લીધા છે.મને ખૂબ અચરજ થયું..કે એમણે કેમ ઉપવાસ કરવાનુ વિચાર્યુ? જૈનો નાં ઉપવાસ કરવા એ વૈષણવોનુ કામ જ નથી..જ્યાં ઉપવાસ માં હવે તો ફરાળી ઢોસા અને ફરાળી રગડા પેટીસ બનવા લાગી હોય એ લોકો પાણી વગર નાં ઉપવાસ કરે તો અચરજ તો થાય જ ને..પછી ખબર પડી કે એ ભાઈ ને ધંધા માં નુકસાન થયુ હતું. એટલે પહેલાં એ જ્યોતિષના દરવાજે ગયાં..પણ એનાથી કાંઇ ફરક ન પડ્યો..ત્યાં એમને કોઈકે કહ્યુ કે જૈનોના ઉપવાસ કર પછી જો ચમત્કાર..એટલે એમણેએ ચાલુ કર્યા કર્મ નાં લેખાં જોખા પ્રમાણે જ માણસને ભોગવવું પડે છે એ કેમ માણસ ભૂલી જાય છે એ જ નથી સમજાતુ. ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના હવે અમને માટે કરવાની હતી.. ૩ દિવસ જોત જોતામાં પુરા થઈ ગયા.
મને શાંતી થઈ..મને જૈનો નાં ઉપવાસ થી બહુ બીક લાગે..એમ કહુ તો ચાલશે..હુ રોજ એ ભાઈ ની પુચ્છા કરતી હતી…ચોથે દિવસે સમાચાર મલ્યા કે ભાઈ ની તબીયત બગડી છે…ડોક્ટરને ઘરે બોલાવા પડ્યા.મારુ હ્રદય ધભકારો ચુકી ગયું જાણે કાંઇ અજુગતુ તો નહી થાય ને એ બીક થી..મનોમન પ્રભુ ને કાલાવાલા કર્યાં કે હે પ્રભુ એ માણસ પોતાનાં ઘરના લોકો સુખી થાય એ માટે આ બધું કરે છે એને સંભાળજો..
ડોક્ટર ઘરે આવ્યાં. અને ડોક્ટરે કહ્યું કે તુ બી.પી નો દર્દી છોં.. આ બધું બંધ કર તને તકલીફ થઈ જશે..તો ભાઈ ન માન્યા આમ સાતમો દિવસ આવી ગયોં . મને શાંતી થતી હતી કે ચાલો સારું હવે તો એક જ દિવસ રહ્યો…. પણ એ જ દિવસે રાતનાં એમની તબિયત વધારે બગડી.. પાછા ડોક્ટર ને બોલાવ્યાં. ડોક્ટરે એ પાછુ કહ્યુ તારી બી.પી ની દવા ખાઈ લે..તો કહે ડોક્ટર એક દિવસ રહ્યો હવે તો..કાલે તો થઈ જાશે..ડોક્ટર ગુસ્સે થઈને ચાલ્યાં ગયાં..બીજા દિવસની સવાર
પડી..મે એમના સમાચાર પુછ્યા તો ખબર પડી કે એમને રાતના પાછી તકલીફ થઈ હતી..અને પછી તેઓ કોમા માં ચાલ્યા ગયાં હતા..આખરે જે ડર હતુ તે જ થયું…હવે આ મોટો પ્રશ્ન? જેમની માટે ઉપવાસ કર્યાં હવે એ લોકો ને કોણ સંભાળશે? હવે ચાલુ થયો એનો ઇલાજ..બધા પોતપોતાનાં મોટા દિવસો ભુલી ગયાં…જૈનો ને એમ કે અમારા ઉપવાસ કરીને આવું થયુતો અમે સંભાળશું.. અને વૈષ્ણવો ને એમ કે અમે સંભાળશું… નહી નહી તો એ એક વર્ષ રહ્યાં ત્યાં સુધી ૫ લાખ રુપીયાં જેટલો ખર્ચો થયો..બધો ખર્ચો બધાએ મળીને કર્યો..અને છેવટે તેઓ ગુજરી ગયાં…
હવે મને વિચાર આવ્યો કે જો આ ૫ લાખ પહેલાં લોકો એ ખર્ચ્યાં હોત તો કદાચ આ ભાઇ આવી રીતે ન ગયા હોત્॥ ભલે આ પણ કર્મ છે..પણ હું જેટલા જણા આ વાત વાંચે છેં એમને કહુ છું કે હું કે તમે મંદિર માં કે દેરાસર માં રુપીયા ધરાવીયે તો પણ ત્યાં એમને લાખો રુપીયા મલી રહેતા હોય છે॥ અને જેની માટે આપણે રુપીયા ધરાવીયે છે॥એ તો એમાંથી એક પણ રુપીયો નથી વાપરતો॥આપણે એમ કહેશું કે તે લોકો પણ સારા કામ માટે જ ખરચે છે તો હું કહું છું કે તમે એમને આપો અને એ ખર્ચે એનાં કરતા તમે જ તમારા હાથે ખર્ચો તો॥એ ભાઈ જ્યારે બધા પાસે માંગતા ત્યારે કોઈયે ન આપ્યાં।પણ એ માંદા પડ્યા તો બધાએ ખર્ચ્યા। કેવી છે આ દુનીયાં? આનાં કરતા આ ૫ લાખ થી જો એને કોઇક ધંધો ચાલુ કરી આપ્યો હોત અને એનાં બાળકો દુઃખી ન થાય એની માટે સગવડ કરી આપી હોત તો કદાચ આજે કાંઇક જુદા હાલ હોત॥ આપણાં પોતાના કુટુંબ તરફ નજર કરશો તો પણ બહુ બધા લોકો મલી રહેશે…માંગવુ બધા માટે મરી જાવા કરતા ખરાબ હોય છેં॥તો જો ભગવાન નથી માંગતો તોય આપણે ત્યાં ચાર હાથે દાન આપીયે છેં॥તો સગા માં કોઇ ન માંગે ત્યાં સુધી આપણે કેમ નથી આપતા॥અને આપીયે પણ છીયે તો જીંદગી ભર એ માણસ નો ફાયદો ઉપાડીયે છે॥
આપણે ક્યારે બદલાશું? કે આમ જ ચાલ્યાં રાખશે?
આજે પાછા એ દિવસો આવ્યાં એટલે એમ થયુ કે સાથે આ વાત કરુ..કદાચ કંઇક મારી વાત સાચ્ચી લાગે અને એમનાં કુટુંબ નાં એકાદ વ્યકતી નું જીવન સારું થઈ જાય…
કોઈક બદલાવ ની આશા રાખુ છું…
Tuesday, September 2, 2008
માણસ સંબંધ ભૂલી શકે છે..
.......................................
પથ્થર, પ્રભુ બની શકે છે
અને માણસ, પથ્થર બની શકે છે
કેટલાં પણ હો ગાઢ સંબંધ
પણ
માણસ, સંબંધ ભૂલી શકે છે..
આ જગત અને જગતનાં લોકો ને,
આવાં કેમ બનાવ્યા તે હે પ્રભુ
કે એ, અમને તો શું, પણ તને પણ ધોખો આપી શકે છે.
નીતા કોટેચા
Saturday, August 23, 2008
મારી આંખ નાં અશ્રુ બંધ જ નહોતા થાતા..
મને એમ થાતુ હતુ કે અરે, હુ માતા બની ગઈ..
મારી દીકરી કહેવાશે આ..
આ ફુલ ને મારે સંભાળવા ની છે..
પણ એક વિચાર જે મને હંમેશા ડર આપે છે એ છે કે હુ આ દીકરી ને કેવી રીતે બીજાના ઘરે મોકલીશ?
જેમ મે એને સંભાળી એમ એને બીજા સંભાળશે કે નહી?
એની બધી ઇચ્છા ઓ એ બોલે એ પહેલા મને ખબર પડી જાય અને હુ પુરી કરી દઉ..
હવે જ્યારે એ કહેશે, ત્યારે બધાને ખબર પડશે, કે એને આ ઈચ્છા છે..
અને જો એ નહી બોલે તો... બસ આ જ ડર મને રહે છે .
હવે કેટલા વર્ષ વધારે માં વધારે હજી ૫ વર્ષ..
હજી કાલે જન્મી હતી એવુ લાગે છે, તો ૫ વર્ષ તો કેટલા જલ્દી ચાલ્યા જાશે..
પ્રભુ બધી ખુશી એને આપે એ જ પ્રાર્થના કરીશ ....
એ હવે મને જાણે હુ, એની દીકરી હોવ એમ સંભાળે છે..
મારા લાગણી થી ભરેલા સ્વભાવ ને કારણે મને ગુસ્સો પણ કરે છે.
અને પાછી એનાથી હુ નારાજ થાવ તો મને નાના બચ્ચાની જેમ મનાવવા પણ આવે છે..
મને અભિમાન છે મારી દીકરી પર..
પણ હુ એને એક વાત હંમેશા કહુ છુ કે વિધી હુ તારા લગ્ન નાં વિદાઈ પ્રસંગે હાજર નહી રહુ..
એ વિચારી ને હુ હમણા જ રડી પડુ છુ તો ત્યારે શું થાશે?
કેમ આવો નિયમ ભગવાન એ બનાવ્યો છે એ જ મને ખબર નથી પડતી..
Tuesday, August 19, 2008
તો એનો અવાજ નથી હોતો ..
આંખો માં થી જો સરી પડે જો અશ્રુ
તો એનો અવાજ નથી હોતો..
હ્રદય જો ટુટે તો
એનો પણ અવાજ નથી હોતો..
અંતર માં ઉઠે જો વેદના
તો એનો પણ અવાજ નથી હોતો..
હીબકે ચડે જો મન તો
એ હીબકા ઓ નો પણ અવાજ નથી હોતો..
સુસવાટા સાથે ચાલતુ હોય જો મગજ માં તોફાન
તો એ સુસવાટા નો પણ અવાજ નથી હોતો..
લાગણી ભીના સંબધો કોઇ ન બાંધતા, કોઇ સાથે
કારણ
જો સંબધ ટુટે છે તો એનાં ટુટવા નો પણ અવાજ નથી હોતો...
Monday, August 11, 2008
મોબાઈલ વાળા આંટી
....................................
હોસ્પિટલ નાં ખુણા માં બેસીને હુ કંટાળી ગઈ હતી. મારા સાસુ ને આઇ.સી.યુ. માં દાખલ કર્યા હતા. તબીયત પણ સારી હતી..પણ હોસ્પિટલ માં એક જણ એ તો બેસવુ જ પડે..આજે હુ અને મારી દીકરી બેઠા હતા...કરવાનું શું..જે બીમાર હોય એને તો તકલીફ હોય જ, પણ જે બહાર ખાલી ચોકી ભરતુ હોય એ પણ બીમાર પડી જાય..હા સાસુ ની સામે બેસવાનુ હોય ને તોય હજી ચાલે કે વાતો કરતા રહીયે..આ તો બહાર બેસવાનું..આજુબાજુ બધા અજાણ્યા..કોની સાથે વાત કરીયે..પણ આદત થી મજબુર..ગુજરાતી ખરા ને.... ત્યાં તો એક બહેન ના ડુસકા નો અવાજ સંભળાયો...તો મારી અને મારી દીકરી બન્નેની નજર ત્યા ગઈ..એમની સાથે કોઇ ન હતુ..હવે એમને રડવા કેમ દેવાય્ અને જઈને પુછાય પણ કેમ કે શું કામ રડો છો?પછી મને વિચાર આવ્યો કે ચલ પાણી આપવાનાં બહાને જાવ એમની પાસે...પાણી નો ગ્લાસ લઈને એમની પાસે ગઈ અને કહ્યુ"બહેન આ લ્યો પાણી પીવો"..હવે તેમને મારી હુંફ ગમી..જરા શાંત થયા.હુ એમની પાસે જ બેસી ગઈ..મે પુછ્યુ "અહીયાં પુછવુ નક્કામુ છે કે તમે શું કામ રડો છો? એટલે સીધુ જ પુછી લઉ છુ કે કોણ છે અંદર તમારુ?"
બહેન પાછા રડ્યા..પછી શાંત થઈ ને બોલ્યા કે "મારી દીકરી કે જે સાતમાં ધોરણ માં ભણે છે."
મને આઘાત લાગ્યો..મે પુછ્યુ"કેમ શું થયુ છે એને?"
તો કહે"કેન્સર અને છેલ્લા તબક્કામાં"
અને મને એમ લાગ્યુ કે હુ ત્યા જ પડી જાઈશ.મે તરત મારી દીકરી સામે જોયુ...અને મને એમ થયુ કે, હુ સમજી શકુ છુ કે એક મા ની હાલત કેવી હશે આ બોલતા વખતે...
પછી જરા સ્વસ્થ થઈને મે પુછ્યુ કે"શું કહે છે DR.?"
તો એક માતા નાં મુખ મુખ માથી માંડ માંડ શબ્દો બહાર નિકળ્યા કે"બહેન એમનુ કહેવુ છે કે કોઇ પણ શ્વાસ છેલ્લો હશે..અને પાછુ એમનુ એક ડુસકુ નીકળી ગયુ..હવે એમનાં કરતા વધારે પાણી ની જરુરત મને પડી..પણ મારે હવે એમને સંભાળવા નાં હતા..
મે એમને કહ્યુ કે"બહેન તમને બધુ ખબર છે કે એનો કોઇ પણ શ્વાસ છેલ્લો હશે તો તમે આટલા દુર કેમ બેઠા છો એનાથી ?જાવ એની પાસે..એને ગળે વગડાળી ને બેસો...
તો કહે"એ જ તો વાંધો છે ને બહેન... એની પાસે બેસુ છુ તો એ મને કહે છે કે મમ્મી મારી બધી બહેનપણી ઓ ને મારે મળવુ છે. મારે બધા સાથે વાતો કરવી છે।"
તો મે કહ્યુ"એમાં શું વાંધો છે તો કરાવો ને વાત."
તો કહે"બહેન અમારી પાસે મોબાઈલ નથી..અને અમારુ ઘર અહીયા થી બહુ જ દુર છે એટલે હુ અની બહેનપણી ઓ ને અહીયા લઈ પણ નથી આવી શક્તી..મને સમજાતુ નથી હુ શું કરુ?"
અને મને એમ થયુ કે, કેવી મજબુર માતા કે જે મરતી દીકરી ની સાથે પણ નથી રહી શક્તી.કરણકે એની ઇચ્છા પુરી નથી કરી શક્તી..
મે મારી દીકરી સામે જોયુ..મારી દીકરી એ એક શબ્દ બોલ્યા વગર પોતાનો એક દિવસ પહેલા લીધેલો મોબાઇલ મને આપી દીધો અને ત્યાં થી દોડતી અગાશી માં ચાલી ગઈ..મને થયુ, કે એ રડતી હશે..પણ મોબાઈલ માટે નહી, પણ આટલુ દુઃખ એને જોવાનો વારો જ નથી આવ્યો ક્યારેય પણ..એટલે આ દુનીયા ની બીજી બાજુ જોઇને એનાથી સહેન નહી થયુ હોય..
હુ એની પાસે ન ગઈ..મે એ માતા ને કહ્યુ."આ મોબાઇલ તમે રાખો..એને જેટલા ફોન કરવા હોય અને જેટલી વાતો કરવી હોય કરવા દેજો.હુ કાલે આવીશ ત્યારે લઈ લઈશ્.એ માતા ની આંખ ના હર્ષ નાં આંસુ હતા.એને ખુશી હતી કે ભલે દીકરી ને મ્રુત્યુ ભરખી જાવા તૈયાર બેઠુ છે, પણ એ એની છેલ્લી ઇચ્છા પુરી કરી શક્શે..
હાલાત માણસ ને કેવુ કેવુ શીખડાવી દે છે એ જોવા મલતુ હતુ મને આ દ્રશ્ય માં કે, માતા એ વિચારતી હશે કે દીકરી જાવાની તો છે જ, પણ ચાલ જલ્દી એની ઇચ્છા પુરી કરી લઉ..હુ અને મારી દીકરી આઇ.સી.યુ. નાં કાચ માં થી જોતા હતા કે એ માતા અને દીકરી કેટલા ખુશ હતા..હમણા ત્યા મ્રુત્યુ એ ઉભુ હશે તો વિચારતુ હશે કે જ્યાં હુ ઉભો હોવ અને ત્યાં આવી ખુશી મે પહેલી વાર જોઈ..
મારા નણંદ હવે બેસવા આવ્યા હતા..એટલે અમે બન્ને ઘરે જાવા નીકળી ગયા..આખે રસ્તે મારી દીકરી કાંઇ જ ન બોલી..
મે પણ એને જીવન ની કડવી હકીકત ને વિચારવાનો મોકો આપ્યો..હુ પણ કાંઇ જ ન બોલી..
બીજે દિવસે હુ મારા વારા વખતે પાછી હોસ્પિટલ માં પહોચી ગઈ...
ત્યાં જઈને જોયુ તો એ માતા અને દીકરી કોઇ ન હતા..મારુ હ્રદય ધબકારો ચુકી ગયુ..તોય મે હિંમત રાખીને નર્સ ને પુછ્યુ કે"આ લોકો બીજી હોસ્પિટલ માં ગયા કે શું?
તો એણે જવાબ આપ્યો"ના બહેન, કાલે એ દીકરી રાતનાં મ્રુત્યુ પામી છે..
અને હુ ચુપ થઈ ગઈ..ત્યાં નર્સ આવી અને મને એક કાગળ માં કાંઇક વીટાળેલુ આપી ગઈ..મે ખોલી ને જોયુ તો મારી દીકરી નો મોબાઈલ હતો..અને સાથે એક પત્ર હતો.એમાં લખ્યુ હતુ"બહેન મે તો તમારુ નામ પણ ન પુછ્યુ..જુઓ મારી દીકરી ચાલી ગઇ..અમને મુકીને..પણ બહેન મને સંતોષ છે કે એની છેલ્લી ઇચ્છા હુ તમારે લીધે હુ પુરી કરી શકી.. એક સંતોષી માતા ની તમને એટલી જ આજીજી છે કે આવા કામ તમે હંમેશા કરતા રહેજો..
એ જ દિવસે મારા સાસુ ને પણ રજા આપવા માં આવી..બીજે દિવસે મારા ઘર નું કામ પતાવી ને હુ બહાર જાવ નીકળી એટલે મારા સાસુ એ મને પુછ્યુ કે ક્યાં જાય છે બેટા?
તો મે એમને બધી વાત કરી..મે કહ્યુ" બા આવી કેટલી દીકરી ઓ મારી રાહ જોતી હશે...
બા મારે મોબાઈલ વાળા આંટી તરીકે ઓળખાવુ છે"
અને મારા સાસુ પણ કાંઇ ન બોલ્યા.
આ સત્ય વાત છે..બસ આમાં ફક્ત સત્ય એ નથી કે એ બહેન હવે રોજ બધી હોસ્પિટલ માં જાય છે..હા એમની ઇચ્છા બહુ છે એવુ કરવાની પણ નથી થાતુ એ પણ હકીકત છે અને એ વાત નો એમને ડંખ છે..
આપણે બધા ફક્ત આપણી માટે જ જીવીયે છીયે..અને પાછા કહેતા જાઈયે છીયે કે અમને તો સમય જ નથી મલતો..તો શું ઉપરવાળા એ આપણને ફક્ત પોતાની માટે જ જીવવા મોક્લાવ્યા છે???
વિચારવા જેવી વાત છે..જરુર થી વિચારશો..
Sunday, August 3, 2008
મને આવેલા થોડા sms જે મને ખુબ ગમે છે....
one of d most beautyful qualities of true friendship is
2 understand in 2 b understood...
2 share and care a moment cald lifetime..
...........
sumtimes in lyf ,v think v dnt need any 1.
butsumtym in lif v dnt have any 1 when v need some 1
so dnt let ur best friends go ever..
..............
friendship is like a glass,
a scratch on any side will reflect on d other side 2
so always handle feelings carefully,
coz a scratch can nvr b removed...
.................
મારો બનાવેલો sms
મિત્રતા તો જ બાંધો જો મિત્ર ની બધી ભુલો ભુલવાની તાકાત હોય...
નીતા કોટેચા..
Thursday, July 31, 2008
હાય આ રાજકરણ
કોઇક બે છોકરા ઓ આસારામ બાપુ નાં આશ્રમ માં મ્રુત્યુ પામ્યા હતા.કદાચ કોઇને યાદ પણ નહી હોય હવે તો..આટલા મોટા બોંબ બ્લાસ્ટ પછી અને આટલા લોકો નાં મ્રુત્યુ પછી...બરોબરને????
ચાલો બાપુ ને આતંકવાદીઓ એ બચાવી લીધા..માણસોનું મગજ હવે એ વિચારવાનું બંધ કરી દેશે..અને પાછુ કોઇક એમ કહેશે કે એક સંત પર આરોપ મુક્યો એટલે આવુ બધુ થયુ...કેટકેટલા આરોપો ગોતાય છે હવે એમનાં ખિલાફ..
આટઆટલાવખત થી ક્યાં હતા બધા.આટલા વખત થી તો એમને ભગવાન નું સ્થાન આપી દીધુ હતુ..જે દિશા માં હવા જાતી હોય એ દિશા માં પત્રકારો દોડે...શું કામ એક સાદા સીધા બે હાથ અને બે પગ વાળા માણસ ને આપણે ભગવાન બનાવીને બીચારા ને માનવ પણ નથી રહેવા દેતા. આ બધામાં આપણી જ ભુલ છે.
ભગવાન છે કે નહી? એ સવાલો હજી લોકો કરતા હોય છે પણ આવા કેટકેટ્લા આસારામ ને આપણે ભગવાન બનાવી નાખ્યા છે॥
ઉપર બેઠો બેઠો પ્રભુ એ વિચારતો હશે કે હવે હુ આમાં શું શું સુધારુ?
મારા ઓર્કુટ એકાઉન્ટ માં મે સોનીયા ગાંધી,ઈંદીરા ગાંધી બધાનાં ફોટા રાખ્યા છે મને એક જણ કહે કે નીતા બેન તમે કોગ્રેસ ને માનો છો? મે કહ્યુ "ભાઈ હુ કોઇને એ નથી માનતી.આ તો હું સ્ત્રી શક્તી ને માન આપુ છુ એટલે એમનાં ફોટા રાખ્યા છે..મને કહે કમસેકમ સોનીયા નો તો ફોટો કાઢો મે કહ્યુ પણ"ભાઈ તમને શું વાંધો છે?
તો કહે 'આપણે ગુજરાતી ઓ એ તો ભાજપ ને જ મનાય"
મે કહ્યુ કે"હુ કોઇને એ નથી માનતી"
પછી જરા ચર્ચા વધી એ જરા વધારે પડતુ ભાજપ નાં આગ્રહી હતા અને મને સમજાવતા હતા કે "સોનીયા તો ઇટાલી ની છે એટલે એનો તો કોઈ હક્ક નથી જ આપણા દેશ પર"
પછી મારો મગજ પરનો કાબુ ગયો..
મે એમને કહ્યુ"ભાઇ તમારા ઘર વાળા, મમ્મી નાં ઘરે કયા ભગવાન ને માનતા હતા?
તો મને કહે "કેમ વાત બદલાવો છો?"
મે કહ્યુ" જવાબ તો આપો"
તો કહે"સ્વામીનારાયણ"
મે પુછ્યુ"હવે?"
તો કહે"અમે ચુસ્ત પુષ્ઠીમાર્ગી છીયે.એટ્લે હવે મારી પત્ની હવે વૈષ્ણવ ધર્મ પાળે છે।"
મે પુછ્યુ "કેમ એનો ધર્મ બદ્લાવ્યો?
તો કહે "લે પત્ની તો પરણે એટ્લે એણે બધુ એ જ અપનાવવું પડે ને કે જે એના ધણી નું હોય "
મે કહ્યુ"તો એનું પોતાનું કાઇ નહી"
તો કહે"ના"
તો મે એમને કહ્યુ"ભાઇ તમે કહો છો આ બધુ, તો સોનીયા ને તમારા ભાજપ કે બીજી જે પાર્ટી હોય એમને રાજકરણ માં ઉભા રહેવાં ન દીધુ ફક્ત એટ્લુ જ કહીને કે એ ઈટલી ની છે એ બોલવાવાળા ઓ ને શરમ ન આવી કે એક સ્ત્રી શક્તી થી ડરી ગયા.
તમારા ગુજરાતી બચ્ચા નરેન્દ્ર ભાઇ પર તમને આટલો પ્રેમ છે.મને વંધો નથી, તમે કરો એને પ્રેમ. પણ શું જરુરત હતી ભાષણ આપીને બહાદુરી બતાડ્વનો કે અમારા ગુજરાત માં આવુ થાય તો હુ દેખાળી દઉ, લ્યો એમણે કરી બતાળ્યુ..શું ઉકાળી લીધુ? હવે શું કરવાનું? બળેલા બોંબ માં શું પદાર્થ વાપર્યો હતો? જેમને ત્યાં ગુજરી ગયા એમને વળતર આપવાનુ..શું જરુરત હતી?
મને કહે"પણ તમે જોયુ વિશ્વાસ મત વખતે કેવું એમનુ ઉગાડુ પડ્યુ કે એમણે બધાને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો"
મે કહ્યુ"ભાઇ જો તમારા થી મને લાભ હોય અને તમે વેચાવા બેઠા હો તો હુ શું કામ ન ખરીદુ?
ભાગી ગયા જય શ્રી ક્ર્ષ્ણ કહીને..
મને દુઃખ થયુ કે હજી માણસો કેટલા પછાત વિચારો નાં છે?
આપણા રાજકરણી ઓ જો બધા પોતપોતાની ખુર્શી છોડીને ખાલી ભારત બચાવવાનું વિચારે તો કદાચ કોઇ આસારામ કે કોઇ આતંકવાદી આપણી ભારત ભુમિ નાં આવા ચીથરે હાલ ન કરી શકે..
મને કોઇ એક લોકો માટે પ્રેમ નથી પણ ખોટા વીચારો થી હુ સહેમત તો ન જ થાવ..
કોઇની પણ લાગણી દુભાણી હોય તો માફી ચાહુ છુ...
નીતા કોટેચા
Sunday, June 29, 2008
"પણ તારે શું છે?આ તો રોજ નું થયુ ..તુ તૈયાર રહેજે હમણા ભારતી ભાભી તારી પાસે હશે..અને શું શું થયુ એમના બન્ને વચ્ચે એ બધુ કહી નહી દે ત્યાં સુધી એમને અને તને બન્ને ને ત્યાં સુધી શાંતી નહી થાય." અમરે હસતા હસતા કહ્યુ..
વનીતા ચુપ થઈ ગઈ..કારણ કે અમર ની વાત સાચ્ચી જ હતી આ રોજનો નીત્ય ક્રમ હતો...
ત્યાં ભારતી બેન આવ્યાં અને બાજુ માં બેસી ગયા.અને રડવા લાગ્યાં
વનીતા એ કહ્યુ "શાંત થઈ જાઓ ભારતી બેન ,કાંઇ નહી તમને ખબર છે ને કે એમનાં મનમાં કાંઇ ન હોય એ તો થાય જરા ગુસ્સે એમને પણ કેટલી ઉપાધી ઓ હોય બહારની ,કાંમકાજ ની ,આપણે ઘરે બેઠા રહેવુ છે..એમને તો કેટલા લોકો સાથે આખા દિવસ માં પનારો પડતો હોય્.સુરેશ ભાઈ રાતના ઘરે આવે ત્યારે એમને યાદ પણ નથી હોતુ કે સવાર નાં ઝગડો થયો હતો જાવા દ્યો ને"
"અરે વનીતા બેન તમારી વાત સાચ્ચી છે પણ રોજ કેમ ચાલે આવુ ઓફીસ માં જાવા પહેલા"ભારતી એ વનીતા ને કહ્યુ
પછી રડતા રડતા જ ચાલ્યા ગયા...
ભારતી બેન ઘરે ગયા અને વનીતા બેન નાં ઘરે ફોન વાગ્યો
વનીતા બેન એ ઉપાડ્યો તો સામે છેડે સુરેશ ભાઈ હતા,વનીતા બેન ને અચરજ થયુ કે સુરેશ ભાઇ નો ફોન કેમ આવ્યો?
ત્યાં સુરેશ ભાઇ હસતા હસતાબોલ્યા"શું ભાભી ભારતી ગઈ ઘરે"
વનીતા બેન નું અચરજ વધતુ જાતુ હતુ કે એક તો ઝગડો કરીને ગયા અને પાછા ફોન ક્રરે છે એમની પુછ્છા કરે છે અને પાછા એ પણ હસતા હસતા
ત્યાં સુરેશ ભાઇ કહે કે "અચરજ થાય છે ને તમને ,કે આ લોકો રોજ ઝગડે અને પાછા ફોન કરે..પણ શું કરુ મારા ઝગડા થી રડે એ સારુ..બચ્ચા માટે રડે એનાં કરતા ..બરોબરને?જરા સંભાડજો હં એને, ચલો મુકુ છુ..."
ગજબ નાં અચરજ સાથે વનીતા બેન એ ફોન મુક્યો..કે આ પાસુ તો મે વિચાર્યુ જ નહી....
હવે રોજ નાં ઝગડા થી એમને ખુશી થાતી હતી....
આમને આમ ૬ મહીનાં થઈ ગયા...આજે અચાનક ભારતી બેન આવ્યા અને કહે કે તમને ખબર છે કાલે મારી માટે તમારા ભાઈ શું લાવ્યાં?એક સરસ લીલી સાડી લઈ આવ્યાં અને ગજરો લઈ આવ્યાં હતા હુ તો એટલી ખુશ થઈ ગઈ ને કે હજી મારી ખુશી માતી નથી.. વનીતા બેન નાં મગજ માં કેટલા વિચારો આવ્યા અને ગયા...
પણ અએમણે કાંઇ ન કહ્યુ ખાલી હસ્યા..
આજે રવીવાર હતો આજે સવારથી ભારતી બેન નાં ઘરે શાંતી હતી..વનીતા બેન એ અમર ને કહ્યુ "કે આ દાંપત્યા જીવન ની કેડી કેવી વિચીત્ર છે કે જ્યાં ગુસ્સો હોય નફરત હોય લાગણી હોય કેટલુ હોય ક્યારેક જીવન સાથી સાથે શું કામ જીવીયે છીયે એ સવાલ મગજ માં આવે અને ક્યારેક એમ વીચાર આવે કે અમને બન્ને ને કોનો સહારો એક બીજા વગર..
પતિ પત્ની વચ્ચે જે પ્રેમ હોય એ જ કદાચ નિસ્વાર્થ હોતો હશે બીજા કોઈ પણ સંબધ કરતા.બે અજાણ્યા લોકો મલે અને એક બીજા માટે જીંદગી પુરી કરી નાંખે..તમને અચરજ નથી લાગતું,,
અમર હસવા લાગ્યો અન અને બોલ્યો કે ભારતી બેન અને સુરેશ ભાઇ નાં ઝગડા એ તો તને philosopher બનાવી નાંખી છે..
આમને આમ બીજા ૨ મહીના વીતી ગયા...
વનીતા બેન અને અમર ભાઈ જમીને હીંચકે બેઠા હતા ત્યાં ફોન આવ્યો..
વનીતા બેન એ ફોન ઉપાડ્યો તો ભારતી બેન રડતા હતા.
વનીતા બેન એ ઇશારા થી અમર ભાઈ ને કહ્યુ કે ભારતી બેન રડે છે..અમર ભાઈ હસવા લાગ્યા..
ત્યા વનીતા બેન એ ચીસ પાડી કે ભારતી બેન તમે ચીંતા ન કરો અમે આવીયે છીયે..અને એમણે અમર ભાઈ ને કહ્યુ કે જલ્દી ચાલો સુરેશ ભાઇ ને કાંઇક થઈ ગયુ છે...અમર ભાઈ હસવા નું બંધ થઈ ગયુ અને દોડ્યા...
ભારતી બેન નાં ઘરે ગયા તો જોયુ કે સુરેશ ભાઈ એમને એમ સુતા હતાં ચુપચાપ અને ભારતી બેન રડતા હતા॥વનીતા બેન ને જોઇ અને ભારતી બેન એ કહ્યુ વનીતા બેન આમને કહો કે ઝગડે મારી સાથે..ચુપ ન રહે....
અમર ભાઇ એ DR. ને ફોન કર્યો..
થોડીવાર માં dr.. આવ્યાં..અને એમણે જાહેર કર્યુ કે સુરેશ ભાઇ નું અવસાન થઈ ગયુ હતુ...
બહુ જબરો ઝટકો લાગ્યો બધાને કોણ કોને સંભાળે એ જ ખબર નહોતી પડતી....
ભારતી બેન તો સંભાળાતા ન હતા ખાલી એક જ વાત કરતા હતા કે મારી હારે ઝગડો કરો...મારી હારે ઝગડો કરો..અને એ જ વાક્ય સહન નહોતુ થાતુ બધાથી..અને ખાસ તો વનીતા બેન થી....
માંડ માંડ એમને સંભાળ્યા અને સુરેશ ભાઇ ને આખરે વિદાઈ આપવા માં આવી..સ્મશાન માં જઈને પાછા આવ્યા અમર ભાઈ અને બધા છુટ્ટા પડયા...
આજે વનીતા બેન ભારતી બેન નાંઘરે જ રોકાઈ ગયાં।
ભારતી બેન એક જ વાત કરતા હતા કે હવે મારી સાથે કોણ ઝગડો કરશે....
નીંદરની દવા આપીને ભારતી બેન ને સુવડાવવા પડ્યા...સવાર પડી અને વનીતા બેન ઉઠયા..બાજુ માં જોયુ તો હજી ભારતી બેન સુતા હતા જોઈને સારુ લાગ્યુ ધીમે થી દરવાજો બંધ કરીને તેઓ જલ્દી થી થોડુ કામ પતાવવા ઘરે ગયા..અળધી કલાક માં પાછા આવિને એમણે ચાવીથી દરવાજો ખોલ્યો..અંદર િને જોયુ તો હજી ભારતી બેન સુતા હતા..
ધીમે થી એમણે ભારતી બેન ને ઉઠાડ્યા..તો ભારતી બેન એ કાંઇ જવાબ ન આપ્યો.. પાછી એક વાર કોશીશ કરી તો પણ ભારતી બેને કાઈ જવાબ ન આપ્યો..હવે વનીતા બેન ને ચીંતા થઈ...એમણે અમર ભાઈ ને બોલાવ્યાઆમર ભાઈ એ કોશીશ કરી જોઇ તો પણ તેઓ ન ઉઠયા..
પાછા DR. ને બોલાવ્યા તો DR. એ ભારતી બેન ને મ્રુત જાહેર કર્યા..
વનીતા બેન વિચારવા લાગ્યા કે આ સારુ થયુ કે નહી॥પણ એ કોઈ નીર્ણય જ નહોતા લઈ શક્તા અને અચરજ એ થાતુ હતુ એમને પોતાને કે એમને ભારતી બેન નાં મ્રુત્યુ પામવાનું દુ;ખ પણ નહોતુ થાતુ॥એ વિચારતા હતા કે આવુ પણ હોય દાંપત્ય જીવન........
Friday, June 27, 2008
પણ તારા વગર દુનીયા સુની લાગશે એ નક્કી છે
તારા સિવાય બીજા દોસ્તો નથી, એવુ નથી ,
પણ તુ નારાજ રહીશ,
તો હુ હાસ્ય ભુલી જાઈશ એ નક્કી છે.
તુ મને ન ચાહે એ ચાલશે,
પણ મને જો તને, ચાહવા નહી દે, તો હ્રદય ટુટશે એ નક્કી છે.
તુ મારી થાય કે નહી, એ જરુરી નથી
પણ તને મારા સિવાય કોઇ નહી સંભાળે તો હુ
જીવી નહી શકુ એ નક્કી છે.
તને પથ્થર દિલ બનાવી એમાં મારા હ્રદય નો શું વાંક?
હુ તારા જેવી નહી બની શકુ એ પણ નક્કી છે।
Wednesday, June 11, 2008
Sunday, April 27, 2008
આપણે વિચારીયે તો દુ;ખ અને આપણે વિચારીયે તો સુખ છે.
પણ હ્રદય પર હાથ રાખીને વિચારજો કે શું હુ કહુ છુ એ બરોબર છે??
આ દુનીયા ફકત ખુશી નો દરિયો નથી,
આ જગત ફકત હાસ્ય નો ફુવારો નથી.
Tuesday, April 1, 2008
Tuesday, March 18, 2008

Saturday, March 15, 2008
48)
આપણે બહુ વાર સાંભળીયુ છે , બહુ બધા લોકો પાસે થી કે ...
લાગણી ઓ ને વાચા ન અપા।
મન માં હોય એ બધુ ન બોલાય...
બહુ સારુ ન થવાય...
બહુ સાચ્ચુ ન બોલાય...
થોડુ સહેન કરતા સિખાય...
થોડુ ચુપ રહેતા સિખાય...
થોડુ ભાર માં રહેતા સિખાય...
આપણા થી લોકો ડરે એવો સ્વભાવ રખાય॥
બહુ પડી ન જવાય॥ બહુ પ્રેમ ન બતાડાય...
મને ખબર નથી પડતી કે શું સાચ્ચુ અને શું ખોટુ।?
શું કામ લાગણી ઓ ને વાચા ન અપાય????????
મને એ જ નથી સમજાતુ
અગર તમને કોઈ ગમે છે કે, તમે કોઈ ને પંસદ કરો છો તો શું કામ ન કહેવાય????...
શું કામ જે તમારા મન માં છે એ ન બોલાય????
શું કામ તમને જે ન ગમે એ બાબત માં પણ તમે કાંઇ નથી બોલતા???....
મન માં હોય એ કેમ ન બોલાય?????
સાચ્ચુ શું કામ ન બોલાય????
આમ આપણે બુમો પાડી ને પોતાનાં હક્ક માટે જગડતા હોઈયે છીયે છે...
પણ આપણે આપણા સાથી સાથે પણ હક્ક માટે લડીયે છીયે છે???
થોડુ ચુપ રહેતા સિખાય,
શું કામ????
આપણને જે મન માં આવે એ આપણને બોલવાનોં હક્ક છે॥
તો શું કામ ચુપ રહેવાનું?????મને નથી સમજાતુ...
થોડુ ભાર માં રહેતા સિખાય,....શું કામ સિખાય????????
મને નથી સમજાતુ...હસતા રહેવામાં વાંધો શું છેં॥
મે બહુ બધા એવા ચહેરા જોયા છે કે જેમણે હસવા માટે પ્રયત્ન કરવો પડે॥
આમ એ હસે તો એમ થાય કે જોઈ આવીયે કે સુરજ બરોબર ઉગ્યો છે કે નહી...
દુનીયાં આપણાથી ડરે એવો સ્વભાવ રખાય..
પણ શું કામ??
એ તો સૌથી મોટુ પાપ છે કે આપણા થી કોઇક ડરે...
અરે એવુ થાવુ જોઇયે કે આપણા પ્રેમ ની અસર એવી હોય, કે આપણા બચ્ચાઓ પ્ણ આપણાથી ડરે નહી॥
આપણા પ્રેમ નાં લીધે તેઓ એવુ કોઇ કાર્ય કરે જ નહી કે જેનાથી આપણને શરમાવુ પડે....
પણ બસ બધુ પ્રેમ થી જ જીતી લેવાય...
હુ મારા બ્લોગ માં લખુ છુ જે વાતો એની માટે બહુ બધી વાર મને mail આવે કે તમને શું પંચાત????
ઓળખીતા ઓ કહે તો તેઓ મારા સારા માટે કહે છે કે આ સ્વભાવ ને હિસાબે હુ કોઇક દિવસ મુશ્કેલી માં પડી જાઈશ એટલે કહેતા હોય છે કે શું કામ દુનીયા આખાની પંચાત કરે છે ?????????
પણ હુ ચુપ નથી રહી શક્તી...
હુ શું કરુ॥??? અને એ બધુ બ્લોગ પર લખવાનું કારણ એક જ કે plsssssss ગાંધારી બનવાનું બંધ કરો....
કે આપણા થી મોટા જો ચુપ છે આને પટ્ટી બાંધી ને બેઠા છે તો આપણે પણ ચુપ જ રહેવાનુ????
ના ન રહો ચુપ॥ધીમે ધીમે દુનીયા બદલાશે॥ હમણા ની જ એક વાત કહુ તો,
મારા એક ઓળખીતા, મારા બહુ પંસદીદા બેન, અને લગભગ ૫૫ વર્ષનાં,, ...
જ્યારે મલે ત્યારે મારી પાસે બીચારા ઉભરો કાઢે કે "મારા જીવન માં બીલ્કુલ શાંતી નથી॥મારે જીવવુ નથી"...
હુ એમને થોડુ હસાવતી પણ અમારે જુદા તો થાવુ જ પડતુ...
એક દિવસ સમાચાર મલ્યા કે એ બેન એ કાંઇક પી લીધુ છે અને કોમા માં છે...
કોઇ નહી વીચારી શકો કે મને કેટલુ દુ;ખ થયુ હતુ...હુ એમને જોવા પણ ન ગઈ ॥મારી જિંદગી માં મે થોડા ઉસુલ રાખ્યા છે...કોઇક ગુજરી જાય તો હુ આભડવા જાવ પણ ઉઠ્મણા માં જાવુ હોય તો જ જાવ
એમ જ હુ એમને જોવા પણ ન ગઈ...
કારણકે હવે ખાલિ ઘરનાં ને સારા દેખાડવા જાવાનુ હતુ॥ મે ઘર માં બેસી ને એમનાં માટે પ્રાર્થનાં કરી કે હે ભગવાન જો એ સાજા થાવાનાં હોય તો ઠીક છે નહી તો એમને લઈ લે॥ બીજા ૩ દિવસ માં સમાચાર આવ્યા કે તેઓ શ્રીજીચરણ પામ્યા છે॥મે એમનાં આત્માં ની શાંતી માટે પ્રાર્થનાં કરી॥ જિંદગી એની ઝડપે ચાલતી હતી ॥પાણ મનમાં અટક્તુ હતુ કે એવુ કયુ દુ;ખ હશે કે એમણે આ પગલુ ભર્યુ॥ભરેલો સુખી પરીવાર હતો॥દીકરા દીકરી બધુ હતુ॥એમનાં ઘરે પણ બાળકો હતા॥પૈસે ટકે સુખી હતા॥કોઇ તકલીફ દેખાતી ન હતી તો તેવુ શુ થયુ હશે ??પણ કોને પુછવુ?
વાત એમની સાથે જ ચાલી ગઈ હતી...
।મહીનાઓ વીતી ગયા એ વાતને,
એકવાર કોઇ હુ બહાર ગઈ ત્યા એમનાં પતિદેવ મલ્યાં,મે પહેલા પણ કોઇ દિવસ એમની સાથે વાત ન કરી હતી ....અને મારી સખી એ( શું કહુ એમને, ત્યારે તો અમારા સંબધ ને કાંઇ નામ નહોતુ નામ વગર નામ નો સંબધ હતો॥ )આત્મહત્યા, કરી ત્યારથી તો હવે કોઇ સવાલ જ ન હતો એમની સાથે વાત કરવાનોં॥તેઓ મલ્યા..મને સામે થી બોલાવીને કહ્યુ કે મલો આ મારા બીજા પત્ની ને... અને મારુ માથુ ફરવા લાગ્યુ..મે કાંઇ પણ જવાબ ન આપ્યો..કાબુ રાખીને ચાલી ગઈ। ૨ કલાક રહીને પાછી ફરી ત્યારે તે ભાઈ પાછા મલ્યા..એમનાં નસીબ ખરાબ કે મારા, મને નથી ખબર..શાક વાળા પાસે મલ્યાં..ભૈયા એ એને પુછ્યુ "માજી કો ક્યા હો ગયા થા' તો કહે ભુલ જા અબ વો માજી કો દેખ મૈ દુસરા ખીલોના લે કે આયા હુ.. અને નીતા બેન નો પીત્તો ગયો.. મે કહ્યુ ભાઈ એમાં રાજી ન થાવ આ બેન નું મોઢુ જુઓ આવા શબ્દો સારા નથી લાગતાં,,,અને જેમણે પોતાનું જીવન ટુકાવ્યુ છે એમની હાઈ તમને છોડશે નહી। .. અને હુ ત્યાંથી ચાલી નીકળી.. હ્રદય ને થોડી શાંતી થઈ કે મારા સખી ને મે આજે સાચ્ચી શ્રધ્ધાજંલી આપી..હવે તમે જ કહો કે અહિયાં ચુપ રહીને ચાલી આવત તો હુ સારી..એક સ્ત્રી ની આટલુ મોટુ અપમાન કેમ ચલાવી લેવાય..ભલે એનાં હિસાબે જ કદાચ મારા સખી એ આત્મહત્યા કરી હશે..પણ મારા થી ચુપ ન રહેવાય..બધા કહે છે કે નીતા તુ પંચાત ન કર..પણ હુ કોઇનાં ઘરે તો નથી જાતી પંચાત કરવા..એવી બહુ બધી વાતો છે કે જેમા હુ ચુપ રહુ છુ..પણ એ હવે છોડી દઈશ..જે થાવુ હોય તે થાય... mail કરવા વાળા ઓ કહે છે કે આ બધુ અમને કહીને તમે તમારી બહાદુરી બતાડવાં માંગો છોં..હુ એમને કહેવા માંગુ છું, મને કોઇ ઇનામ નથી મલવાનું..પણ આ દુનીયામાં બહેનો બહુ બધુ ચુપચાપ સહેન કરે છે..અને હુ એમ કહુ છુ કે ભાઈ લોકો પણ જ્યાં બોલવાનુ હોય ત્યાં નથી બોલતા અને જ્યાં ન બોલવાનું હોય ત્યાં ચાલુ જ હોય છે... એક બીજાને માન આપો..અને સન્માન આપો..કોઇ કોઇથી ગભરાવ નહી અને કોઇ આપણા થી ગભરાય એવુ ઈછ્છો નહી બસ ફક્ત પ્રેમ આપો કારણકે જે આપશો એ મલસે એ ભગવાનનાં ઘર નો નિયમ છે॥તો મારા બ્લોગ ને કોઇ ખોટી રીતે ન લો..અને હુ શું કહેવા માંગુ છું એ સમજો...plsssssssssss અને જેમને ન ગમે એ ન વાંચો..મને એકે પ્રતિભાવ નહી મલે તો પણ ચાલશે...