Nawya.in

nawya

Friday, June 27, 2008

પથ્થર દિલ
.....................
તારા સિવાય દુનીયા ખાલી હતી, એવુ ન હતુ,
પણ તારા વગર દુનીયા સુની લાગશે એ નક્કી છે

તારા સિવાય બીજા દોસ્તો નથી, એવુ નથી ,
પણ તુ નારાજ રહીશ,
તો હુ હાસ્ય ભુલી જાઈશ એ નક્કી છે.

તુ મને ન ચાહે એ ચાલશે,
પણ મને જો તને, ચાહવા નહી દે, તો હ્રદય ટુટશે એ નક્કી છે.

તુ મારી થાય કે નહી, એ જરુરી નથી
પણ તને મારા સિવાય કોઇ નહી સંભાળે તો હુ
જીવી નહી શકુ એ નક્કી છે.

તને પથ્થર દિલ બનાવી એમાં મારા હ્રદય નો શું વાંક?
હુ તારા જેવી નહી બની શકુ એ પણ નક્કી છે।
.........
નીતા કોટેચા


9 comments:

સુરેશ said...

ચી.નીતા,
આમ થાય ત્યારે આવા જ વીચારો આવે. તેમ થવું એકદમ સ્વાભાવીક છે. મને, તને, તેને, સૌને - જેને લાગણી હોય તેને આમ જ થાય.
પણ એને અતીક્રમી શકે તે વીર.
આપણા દુખનું કારણ એ હોય છે, કે આપણે સીમીત શક્યતાઓથી જ ટેવાયેલા હોઈએ છીએ. એ શક્યતાઓ પડી ભાંગે ત્યારે આપણે પણ પડવા માંડતાં હોઈએ છીએ.
પણ વીરને માટે અનેક શક્યતાઓ હોય છે - વીર જ કેડી પાડી શકે છે - સામા પ્રવાહે તરી શકે છે.
માટે વીર બનો - બાપડા, બીચારા કદી નહીં. ...
Live this moment powerfully.

વિવેક said...

સુંદર અભિવ્યક્તિ....

nilam doshi said...

neeta.somehow i dont want to read this type of writing from u. i want that u be happy..and write that type only.forget everything. sureshdadani vat sachi che. follow it.

sorry 4 advice...

Anonymous said...

ખૂબ સુંદર
ગીતનો અંતરો માણું છું ત્યારે કરુણ રણકો સંભળાય છે.
તુ મારી થાય કે નહી, એ જરુરી નથી
પણ તને મારા સિવાય કોઇ નહી સંભાળે તો હુ
જીવી નહી શકુ એ નક્કી છે.
વાહ્
સ્મરણો વારંવાર આપણી સંવેદનાના તાર ઝણઝણાવી દે છે.સંવેદનાની આ વીણામાંથી કયારેક મધુર તો કયારેક કરુણ સંગીત વહેતું રહે છે.ઘણી વખત તો એ નક્કી નથી થતું કે આ સ્મરણો આપણને સુખ આપે છે કે દુ:ખ. જિંદગીનો હિસ્સો બની ગયા હોય તેવાં આ સ્મરણો કયારેય ભૂલી શકાતાં નથી,આવાં સ્મરણો જ ઘણી વખત આપણી સંવેદનાને જીવતી રાખતાં હોય છે!
શું સેવ કરવું અને શું ડિલીટ કરવું તેની સમજ જરુરી છે.મને પથ્થર દિલ પર યાદ આવે છે
સંગદિલકો સંગલે કર , સંગ દિલકે ઘર ગઈ
જીસકા દિલથા સંગે મરમર ઉનકે સંગ મરમર ગઈ
પ્રજ્ઞાજુ

Dhwani Joshi said...

બહુ વખતે લખ્યુ ને દોસ્ત..!! ભાવો ને સારી રીતે વર્ણવ્યા છે.. પણ સાચુ કહુ તો આ કવિતા વાંચતા વાંચતા મને દિગીશા ખુબ યાદ આવી ગઈ..દિગીએ પણ આપના જેવી જ કોઇ વાત લખી હતી... એકાદ-બે મહિના પહેલા... હજીયે એના બ્લોગ પર છે.. હા.. યાદ આવ્યું... ૩મે ના લખી હતી અને આપે પણ એને વખાણી હતી...અહી એ યાદ જરા તાજી કરીલેવાનું મન થયું..'' http://divya-bhaav.blogspot.com/2008/05/blog-post.html '' ખરેખર.. વાત જ એવી છે.. તમારા અને દિગી ના વિચારો સાવ જ મળતા આવે છે.. ખુબ સરસ... આખરે બન્ને મુંબઈ ના પાણી ને..!! ;) આભાર આપનો.. અમને આટલી સરસ રચના માણવા મળી.....

Anonymous said...

jaisrikrisna mami,dont worry life ma badhaj anubhav thava jaruri che.hu roj ek navi proablem thi jagdu chu n pachi himmat thi ubhi thaine agad vadhu chu.ahi london ma koi koi nu nathi,jatej badhu karvanu che,pan bhagvan ne kyarek to raham avse apda jeva loko par.take cr.love u

vaishali

Anonymous said...

બહું જ સરસ અને પ્રત્યાભાવો વાંચી આનંદ ફીલ્મનો એક સંવાદ યાદ આવ્યો
ક્યા ઉદાસીભી ખુબસુરત નહીં હોતી બાબુ મોશાય

Anonymous said...

Neetaben...May God be with you & guide you....Remove all negative feelings & march forward with POSITIVE THOUGHTS. CHANDRAVADANBHAI

Neela said...

તારા સિવાય બીજા દોસ્તો નથી, એવુ નથી ,
પણ તુ નારાજ રહીશ,
તો હુ હાસ્ય ભુલી જાઈશ એ નક્કી છે.

નીતા
તુ લખે છે તો દિલથી
એક વાત ધ્યાનમાં રાખવી આપણા સહુ માટે હિતકારક છે તે એ છે કે જે થાય છે તે સારા માટે થાય છે અને એ સ્વીકારી આનંદમાં રહેવું.જે થઈ રહ્યું છે તેમાં પ્રભુનો સારો સંકેત હશે. દુઃખ એ સુખનો દરવાજો છે.